39 દેશના 772 વેબકેમ હેક કરી મહિલાઓને કપડા બદલતા અને સેક્સ કરતા જોતો આ નરાધમ

PC: dailymail.co.uk

તમે ફોન કે કમ્પ્યુટર હેક કરીને બેંક અકાઉન્ટમાંથી પૈસા ઉડાવવાના કિસ્સાઓ તો ઘણા સાંભળ્યા હશે. પરંતુ, બ્રિટનનો એક વૃદ્ધ લોકોના લેપટોપના વેબકેમ હેક કરી તેમની પ્રાઇવેટ મુમેન્ટ કેપ્ચર કરતો હતો. બ્રિટનનો 60 વર્ષીય ક્રિસ્ટોફર ટેલર ત્રણ બાળકોનો પિતા છે. હાલ તે ચર્ચામાં છે તેના ઘરેથી મળેલા આશરે 80 હજાર વીડિયો અને ફોટાને લઇને. તેમા દુનિયાભરની મહિલાઓના પ્રાઇવેટ મુમેન્ટ કેદ હતા. 2010થી 2016 ની વચ્ચે તેણે તે ભેગા કર્યા હતા. તેની મદદથી તે પોતાના ઘરમાં બેસીને મહિલાઓને કપડાં બદલતા અને સેક્સ કરતા જોતો હતો. તેને 14 મહિનાની જેલની સજા સંભળાવવામાં આવી છે.

રિપોર્ટ્સ અનુસાર, આ મામલો 2016નો છે. ક્રિસ્ટોફર ટેલર એક હેકર છે. તેણે માલવેર (એક પ્રકારનો સોફ્ટવેર પ્રોગ્રામ, જેની મદદથી હેકર્સ પર્સનલ ડેટા ચોરી કરે છે) ની મદદથી દુનિયાભરના સેંકડો વેબકેમ હેક કરી લીધા હતા. આ એ કેમેરા હતા, જે લોકોના લેપટોપ અથવા તો પછી રૂમમાં લાગેલા હોય છે. તેના દ્વારા ક્રિસ્ટોફર પોતાના ઘરમાં બેસીને લોકોને અભ્યાસ કરતા, યોગા કરતા અને મહિલાઓને યૌન સંબંધ બનાવતા જોયા કરતો હતો. તેની પાસેથી મહિલાઓના ઘણા એવા વીડિયોઝ અને ફોટોઝ મળ્યા હતા, જેમા તેઓ કપડાં બદલતા અને સેક્સ કરતા દેખાતી હતી.

અમેરિકામાં જોર્જિયા ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજીના આઈટી કર્મચારીઓએ FBIને તે અંગે સૂચના આપી હતી કે એક બ્રિટિશ વ્યક્તિ ઇંગ્લેન્ડમાં પોતાના ઘરમાં બેસીને આ અપરાધને અંજામ આપી રહ્યો છે. ત્યારબાદ 2016માં તેના ઘરે છાપો મારીને તેને પકડી લેવામાં આવ્યો હતો. એરોસ્પેસ પ્રયોગશાળામાં એક વિદ્યાર્થીના લેપટોપમાં માલવેર મળી આવ્યો હતો. ત્યારબાદ આ મામલાનો ખુલાસો થયો હતો. બોલ્ટન ક્રાઉન કોર્ટે તે સમયે તેને 14 મહિનાની જેલની સજા સંભળાવી હતી. અભિયોજન પક્ષના નીલ ફ્રાયમેને સુનાવણી દરમિયાન જણાવ્યું હતું, તેમાથી ઘણી તસવીરો અને વીડિયોમાં લોકોને ખાતા, કામ કરતા, બેડ પર સૂઈને અને યોગા કરતા કેપ્ચર કરવામાં આવ્યા છે.

પોલીસના જણાવ્યા અનુસાર, ઇંગ્લેન્ડના ગ્રેટર મેનચેસ્ટરના વિગનમાં ટેલરનું ઘર આવેલું છે, જ્યાંથી તેણે સીક્રેટ રીતથી 47 મહિલાઓની પ્રાઇવેટ મુમેન્ટને જોઈ હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે, ટેલરે પોતાની ધરપકડ પહેલા હજારો ફાઇલોને ડીલિટ કરી દીધી હતી. 2010થી 2016ની વચ્ચે ટેલરે મહિલાઓની પ્રાઇવેટ મુમેન્ટની 80000 તસવીરો અને વીડિયો ભેગા કર્યા હતા. તે આ વીડિયોને ઘરે બેસીને પોતાના કમ્પ્યુટરમાં જોયા કરતો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp