બ્રિટિશ સાંસદો વિદેશ પ્રવાસ દરમિયાન દારૂ અને સેક્સમાં ડૂબી જાય છે: PM ઋષિ સુનક

PC: gujaratsamachar.com

UKના PM ઋષિ સુનક આ દિવસોમાં પોતાના સાંસદોને લઈને ખૂબ જ ચિંતિત છે. હાલમાં જ PMએ કેટલાક સાંસદોના વર્તન પર ઘણી ચિંતા વ્યક્ત કરી છે. આ એવા સાંસદો છે જેમને સંસદ દ્વારા વિદેશ પ્રવાસ પર મોકલવામાં આવે છે. સુનકની મુશ્કેલી એ છે કે, સાંસદો માત્ર પ્રવાસોમાં વધારે દારૂ પીતા નથી પરંતુ સેક્સમાં પણ વ્યસ્ત રહે છે. જો PM સુનકની વાત માનીએ તો, આ બાબતો ઘણી ચિંતાજનક છે. તાજેતરમાં બ્રિટિશના એક અખબારમાં છપાયેલા અહેવાલમાં ખુલાસો થયો છે કે, બ્રિટિશ સાંસદો તેમના હોટલના રૂમમાં સેક્સ વર્કર્સને કેવી રીતે મળે છે. આ સાથે તે સંસદીય પ્રવાસમાં પણ ખુબ જ ભારે પ્રમાણમાં દારૂ પણ પીવે છે.

PM સુનકે પાછળ દિવસોમાં આવેલા આ મીડિયા રિપોર્ટ અંગે પોતાની પ્રતિક્રિયા આપી અને ચિંતા વ્યક્ત કરી. એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, સરકારી આંકડાઓથી જાણવા મળ્યું છે કે, બ્રિટિશ સાંસદો અને તેમના સમકક્ષ વિદેશી પ્રવાસો પર સેક્સ અને આલ્કોહોલના ભારે નશામાં ડૂબેલા રહે છે. રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે, આ સાંસદોના આ ખોટા વર્તનનો ઉપયોગ તેમની વિરુદ્ધ ગુનાહિત પુરાવા તરીકે થઈ શકે છે. PMના નાયબ સત્તાવાર પ્રવક્તાએ કહ્યું કે, ઓલ પાર્ટી પાર્લામેન્ટરી ગ્રુપ્સ (APPG) દ્વારા કરવામાં આવેલી યાત્રાઓનું મોનિટરિંગ સંસદની બાબત છે. પરંતુ કેટલાક સાંસદોના વર્તન પર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.

APPGએ સાંસદો અને સાથીઓની અનૌપચારિક ક્રોસ-પાર્ટી સંસ્થાઓ છે જે અમુક વિષયો પર અભ્યાસ કરે છે. હાલમાં લગભગ 700 APPGs છે જે અમુક ખાસ વિષયોમાં એક અભિયાનનું નેતૃત્વ કરી રહ્યા છે. લગભગ 130 એવા છે જેમની પાસે અમુક દેશોની સમસ્યાઓ હોય છે. તેઓ દરેક સાંસદની મુલાકાતનો ખર્ચ ઉઠાવે છે. APPGની કામગીરી અંગે લાંબા સમયથી ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

સાંસદોના દરેક વિદેશ પ્રવાસનો ખર્ચ આ જૂથ દ્વારા ઉઠાવવામાં આવે છે. જ્યારે વિદેશી સરકારો સાંસદોના રહેવાની વ્યવસ્થા કરે છે. PMના પ્રવક્તાની વાત માનીએ તો સાંસદોના વર્તન અંગેના કેટલાક અહેવાલો ખરેખર ચિંતાજનક છે. PM માને છે કે સાંસદોએ લોકોના જીવનને સુધારવાના પ્રયાસો કરવા જોઈએ. જનતાને લગતા પ્રશ્નોના નિરાકરણ કરવાની જવાબદારી તેમની પાસે છે. આવી સ્થિતિમાં આવા અહેવાલો ખરેખર ચિંતાજનક છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp