દીવાલ તોડતા જ નીકળવા લાગી નોટોની થોકડીઓ પણ તેને રાતી પાઇ પણ ન મળી

એક મજૂરને દીવાલ પાછળ ભારે ભરકમ રોકડ છુપાયેલી મળી. તેને જોઇને પોતે પણ અંદાજો નહોતો કે દીવાલમાં એટલી નોટ હશે. જેવી જ દીવાલ તૂટી તેની આંખો ખુલ્લીની ખુલ્લી જ રહી ગઇ. દીવાલ પાછળ દોઢ કરોડ રૂપિયા છૂપાયેલા હતા. આ રોકડ બોક્સમાં હતી. એટલી મોટી રકમ મળ્યા બાદ મજૂરે તેને ‘અભિશાપ’ કરાર આપ્યો છે કેમ કે આ મજૂરને આ ધનરાશિમાંથી કશું જ મળ્યું નથી. ડેઇલી સ્ટારના રિપોર્ટ મુજબ, અમેરિકાના રહેવાસી મજૂર બોંબ કિટ્સ ક્લેવેલેન્ડ પાસે ઉપસ્થિત એક પ્રોપર્ટીમાં કામ કરી રહ્યો હતો.

ત્યારે તેને દીવાલ પાછળથી દોઢ કરોડ રૂપિયાની રોકડ મળી હતી. આ રોકડ બોક્સની અંદર હતી. જે જગ્યાએ આ રોકડ મળી, પ્રોપર્ટી અમાંડા રીસની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે, અમાંડાએ આ કેશન બદલે બોબને 10 ટકા આપવાનો પ્રસ્તાવ આપ્યો હતો. જો કે, બોબ કિટ્સે 40 ટકા હિસ્સો માગ્યો છે. અહી જ બંને વચ્ચે ખેચતાણ થઇ ગઇ. ત્યારબાદ જે રોકડ મળી છે તેના પર ડુને એસ્ટેટે પણ હક વ્યક્ત કર્યો છે.

જો કે, અત્યાર સુધી આ રકમ પર અન્ય લોકો દાવા કરતા રહ્યા, પરંતુ પ્રોપર્ટીની માલકિન અમાંડા રીસ આ રકમને લઇને રજાઓ ગાળવા નીકળી પડી. અમાંડા પોતાની માતા સાથે હવાઇમાં રજાઓ ગાળવા માટે ગઇ અને અહીં તેણે 11 લાખ રૂપિયા ફૂંકી દીધા. તેણે દાવો કર્યો કે, દીવાલ પાછળ મળેલી રકમમાંથી લગભગ 50 લાખ ચોરી થઇ ગઇ. જો કે, તેણે ચોરીની ઘટના બાબતે પોલીસને કોઇ જાણકારી આપી નથી. તો અમાંડાએ પણ દાવો કર્યો છે કે તેણે ઘણી દુર્લભ કરન્સીને ક્વાઇન કલેક્ટર્સને વેચી દીધી છે.

તો બિલ્ડિંગમાં કામ કરનારા બોબ કિટ્સે દાવો કર્યો કે, તેના પર અમાંડાએ ચોરીનો આરોપ લગાવ્યો. કિટ્સે કહ્યું કે, આ કારણે તેના બિઝનેસ પર અસર પડી છે. લોકો હવે તેને ખરાબ વ્યક્તિના રૂપમાં જોઇ રહ્યા છે, જ્યારે મેં કઇ ખોટું કર્યું નથી. હવે આ મામલો કોર્ટ સમક્ષ પહોંચી ગયો છે. જ્યાં ડૂનેને એસ્ટેટનો પક્ષ રાખતા વકીલ માર્કકેવિયસે કહ્યું કે, હું આ મામલો લાલચ સાથે જોડાયેલો કહેવા માગીશ. જો બોંબ કિટ્સ અને અમાંડા અરસપરસમાં બેસીને પૈસા વહેચી લેતા તો તેમના ક્લાઇન્ટને આ બાબતે જાણકારી જ ન મળી શકતી.

About The Author

Related Posts

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.