આ દેશના PM છે ખૂબ જ અંધવિશ્વાસુ, દુર્ભાગ્યથી બચવા માટે શોધ્યો અનોખો ઉપાય

કંબોડિયાના (Cambodia) પ્રધાનમંત્રી હૂન સેને પોતાની સત્તાવાર જન્મતિથિને બદલવાનો નિર્ણય લીધો છે. હવે તેઓ પોતાના જન્મની નવી તારીખ ચાઇનીસ રાશિ કેલેન્ડર મુજબ રાખશે.
ચાઇનીસ કેલેન્ડર મુજબ રાખશે નવી તારીખ
સ્થાનિક મીડિયા રિપોર્ટ મુજબ, તેની જાહેરાત પ્રધાનમંત્રી હૂન સેને પાંચ મેના રોજ પોતાના મોટા ભાઈના મૃત્યુ પછી કરી. આ દરમિયાન તેમને ખૂબ જ અંધવિશ્વાસુ કહેવામાં આવ્યા. પ્રધાનમંત્રી હૂન સેનને શંકા છે કે તેના ભાઇનું મૃત્યુ ખોટી જન્મ તારીખના કારણે થયું, જે ચાઇનીસ રાશિ કેલેન્ડરની સાથે મેચ થતી નથી. સિંગાપુરથી પરત ફર્યાના દસ દિવસ પછી તેમના ભાઈનું હાર્ટ અટેકના કારણે મૃત્યુ થઈ ગયું. જ્યાં તેમણે પોતાની સારવાર કરાવી હતી.
PMની છે બે જન્મ તારીખ
પ્રધાનમંત્રી હૂન સેને કહ્યું કે, તેમની બે જન્મ તારીખો હતી, એક 4 એપ્રિલ 1951 અને બીજી 5 ઓગસ્ટ 1952. તેઓનું કહેવું છે કે, 5 ઓગસ્ટની તારીખ સાચી છે. તેમણે ખોટી જન્મ તિથિનો ઉપયોગ કરવા માટે એક વહીવટી ભૂલને જવાબદાર ગણાવી હતી.
ચાઇનીસ રાશિ અવગણશો નહીં
પ્રધાનમંત્રી હૂન સેને કહ્યું કે, ચાઇનીસ રાશિને અવગણવામાં નહીં આવવી જોઈએ. મલેશિયા સ્થિત એક અખબારના જણાવ્યા અનુસાર, તેમણે કહ્યું કે મેં પહેલા જ ન્યાય મંત્રી કોઉત રિથની સાથે ચર્ચા કરી છે અને હું મારી સાચી જન્મ તારીખનો ઉપયોગ કરવા માટે પરત ફરીશ. પ્રધાનમંત્રી હૂન સેને કહ્યું કે એકવાર પોતાની જન્મ તિથિ બદલવાની પ્રક્રિયા પૂરી થઈ ગયા પછી, સાર્વજનિક રૂપથી એક જાહેરાત કરશે અને એક રાજદ્વારી નોટના માધ્યમથી મિત્ર દેશોને જણાવશે.
50 વર્ષથી વધુ ઉંમરના લોકોની છે બે જન્મ તારીખ
કંબોડિયાના લોકો માટે કે જે લોકો 50થી વધુ ઉંમરના છે, તેઓની બે જન્મ તારીખ હોવી એ સાધારણ વાત છે, કારણ કે ઘણા લોકોએ 1975 થી 1979 સુધી ખમેર રુસ શાસન દરમિયાન પોતાના સત્તાવાર રેકોર્ડ ગુમાવી દીધા હતા. ઘણા લોકોએ 1980ના દશકમાં સૈન્ય ભરતીને છેતરવા આપવા માટે પોતાના રેકોર્ડ પણ બદલી નાખ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp