'કોઈપણ પુરુષને પાગલ કરી શકું છું', ગુપ્તચર એજન્ટે હનીટ્રેપના રહસ્યો ખોલ્યા!

PC: aajtak.in

રશિયન જાસૂસી સંસ્થા KGBના ભૂતપૂર્વ એજન્ટે દાવો કર્યો છે કે, તેને હનીટ્રેપની એવી તાલીમ આપવામાં આવી હતી કે, તે કોઈપણ પુરુષને તેના પ્રેમમાં પાડી શકે છે. તેણે દાવો કર્યો છે કે, તેના જેવી જ તાલીમ મેળવનાર ડઝનબંધ એજન્ટો હાલમાં UKમાં કામ કરી રહ્યા છે. KGB એજન્ટે એમ પણ કહ્યું કે, રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને રશિયન લોકોનો વિશ્વાસ જીતવા માટે તેમને શીખવવામાં આવેલી કેટલીક મનોવૈજ્ઞાનિક યુક્તિઓનો ઉપયોગ કર્યો હતો.

આ ભૂતપૂર્વ KGB એજન્ટનું નામ એલિયા રોઝા છે. સૂત્રો સાથે વાત કરતા તેણે કહ્યું, કેટલાક એજન્ટો અમેરિકા અથવા બ્રિટન જેવા અલગ-અલગ દેશોમાં રહે છે અને તેઓ સામાન્ય પરિવારની જેમ જ રહે છે. ક્યારેક ક્યારેક બે એજન્ટ, એક પુરુષ અને એક સ્ત્રી હોય શકે કે તેઓ લગ્ન કરી શકે છે. તેમને બાળકો પણ હોઈ શકે છે. તેઓ એક સામાન્ય પરિવારની જેમ જીવશે અને તમે તેમનું સત્ય જાણી શકશો નહીં.

ઈલિયાએ આગળ કહ્યું, તમે કલ્પના પણ નહીં કરી શકો કે, તે લોકો ડબલ લાઈફ જીવી રહ્યા છે. તેમનું કાર્ય ફક્ત સાંભળવાનું અને શું થઈ રહ્યું છે તેનું નિરીક્ષણ કરવાનું હોઈ શકે છે. આ ખૂબ જ શાંતિપૂર્ણ કાર્ય છે અને તેમાં કોઈ નાટક નથી. બધા એજન્ટો જેમ્સ બોન્ડ નથી હોતા.

એલિયાએ વધુમાં કહ્યું કે, રશિયન સરકારને લાગે છે કે યુરોપિયનો, અમેરિકનો અને બ્રિટનના લોકોની વિચારસરણી વિશે માહિતી રાખવી જરૂરી છે. તેમણે દાવો કર્યો છે કે, પુતિન સોવિયત સંઘમાં સામેલ તમામ દેશોને એક સાથે લાવવા માંગે છે. આ માટે પુતિન લોકોને પ્રભાવિત કરવા KGB ટેકનિકનો ઉપયોગ કરે છે.

ઈલિયાએ કહ્યું કે, પુતિનની ઈમેજ બનાવવા માટે પ્રચાર હેઠળ એક અભિયાન ચલાવવામાં આવ્યું હતું. તેમને ટોપલેસ અને ઘોડા પર સવારી કરતાં બતાવવામાં આવ્યા હતાં. અથવા તેમને ખજાનાની શોધમાં દરિયામાં કૂદતાં બતાવવામાં આવ્યા હતાં. આમ કરવાથી રશિયન લોકોની નજરમાં પુતિન સુપર પરફેક્ટ જેમ્સ બોન્ડ બની ગયા છે.

એ જ રીતે હનીટ્રેપ જાસૂસો પણ પોતાની એક સંપૂર્ણ છબી બનાવે છે, જેથી પુરુષો તેમના પ્રેમમાં પડે. એલિનાએ કહ્યું, હવે તેની પાસે એટલી શક્તિ છે કે, તે જઈને યુક્રેન પર કબજો કરી શકે છે. તે રશિયન લોકોનો વિશ્વાસ જીત્યા વિના આવું કરી શકતે નહીં.

અહીં તમને જણાવી દઈએ કે, ઈલિયાના સોશિયલ મીડિયા પર પણ ઘણી પોપ્યુલર છે. તેના ઈન્સ્ટાગ્રામ પર લગભગ 12 લાખ ફોલોઅર્સ છે. ઈલિયાનાએ જણાવ્યું કે, તે KGB ટેકનિક દ્વારા અન્ય મહિલાઓને પણ પુરુષોને વશ કરવાનું શીખવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp