વિમાનથી આવ્યું 123 કરોડનું સોનું, એરપોર્ટ પર ઉતરતા જ થયું ગાયબ!

PC: twitter.com

એક ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ચોરીની હેરાન કરી દેનારી ઘટના સામે આવી છે. અહીં સોનાથી ભરેલો એક મોટો કન્ટેનર ગાયબ થઈ ગયો. આ કન્ટેનરમાં 1 અબજ 23 કરોડ રૂપિયાથી વધુની કિંમતનું સોનું હતું. આ ઘટનાને લઈને એક તપાસ અધિકારીએ જણાવ્યું કે, કાર્ગોમાં સોનું આવ્યું હતું, પરંતુ ટર્મિનલ પાસે જ ગાયબ થઈ ગયું છે, જેનો ખુલાસો અનલોડિંગ વખતે થયો. ડેઇલી મેલના રિપોર્ટ મુજબ, ઘટના કેનેડાના ટોરન્ટો પિયર્સન ઇન્ટરનેશનલ એરપોર્ટની છે.

તેને લઈને ઇન્સ્પેક્ટર સ્ટિફન ડુઈવેસ્ટિને જણાવ્યું કે, પિયર્સન એરપોર્ટ પર 17 એપ્રિલના રોજ સોનાથી ભરેલો કન્ટેનર આવ્યો હતો, પરંતુ હવે તેને અનલોડ કરવાનો વારો આવ્યો, તો તે ગાયબ હતો. કન્ટેનર એરપોર્ટ પર આવ્યા સુધી દેખાયો હતો, પરંતુ હવે પ્લેન અનલોડ કર્યું તો અચાનક તે મિસિંગ થવાના સમાચાર આવ્યા. તેને ક્યારે અને કોણે ગાયબ કર્યો, ખબર પડી શકી નથી. હાલમાં તપાસ ચાલી રહી છે. સ્ટિફને એ ન જણાવ્યું કે, સોનું ક્યાંથી આવ્યું હતું અને ક્યાં જઈ રહ્યું હતું.

એક અન્ય અખબારે જણાવ્યું કે, બની શકે કે સોનાને ઉત્તરી ઑન્ટારિયોની એક ખાણથી બેંક માટે ટોરન્ટો મોકલવામાં આવ્યું હોય. આ ચોરી પાછળ સંગઠિત ગુનાહિત ગેંગ હોય શકે છે. ચોરીની એવી ઘટના પહેલા ક્યારેય જોવા મળી નથી. જો કે, સ્થાનિક પ્રશાસન દ્વારા આ ઘટનાને વિમાન યાત્રીઓની સુરક્ષા સાથે જોડીને ન જોવાની વાત કહી છે. ચોરીની એવી જ એક ઘટના વર્ષ 2019માં બ્રાઝિલથી સામે આવી હતી.

ત્યારે સાઓ પાઉલો શહેરના ગ્વારુલહોસ એરપોર્ટમાં 8 હથિયારધારી બદમાશોએ પોલીસ અધિકારીઓના વેશમાં પ્રવેશ કર્યો હતો અને લગભગ 2 અબજ રૂપિયાનું સોનું લૂંટીને ફરાર થઈ ગયા હતા. આ સોનાને અમેરિકના ન્યૂયોર્ક અને સ્વિત્ઝરલેન્ડના જ્યૂરીખ મોકલવામાં આવવાનું હતું. આખી ઘટનાને માત્ર 3 મિનિટમાં અંજામ આપવામાં આવ્યો હતો. બદમાશ 2 નકલી વેનમાં સવાર થઈને આવ્યા હતા. તેમણે એરપોર્ટ ગાર્ડોને બંધક બનાવીને સોનું ચોર્યું હતું, એ પણ ગોળી ચલાવ્યા વિના.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp