કેનેડામાં ટેમ્પરરી વર્ક પરમિટના નિયમોમાં આવી રહ્યો છે મોટો ફેરફાર,તમે પણ જાણી લો

PC: migrationstandards.com

કેનેડા સરકારે પોતાને ત્યાં કામ કરતા ટેમ્પરરી વર્કર્સને લઇને નિયમમાં મોટા ફેરફારના સંકેત આપ્યા છે. ટેમ્પરરી ફોરેન વર્કર પ્રોગ્રામ હેઠળ વર્ક પરમિટની પ્રોસેસ કરવામાં કેનેડા હવે નથી મેથડ અપનાવશે. ઇમિગ્રેશન, રેફ્યુજી એન્ડ સિટિઝનશિપ કેનેડા (IRCC) એ જણાવ્યું કે, તેઓ કેનેડામાં કોઈપણ પ્રકારે લેબરની અછતને દૂર કરવા માંગે છે. તેને માટે તે ઇન્વેન્ટરી ઘટાડશે અને ક્લાયન્ટ સર્વિસમાં સુધારો કરશે. ગત ડિસેમ્બર મહિનામાં જ આના માટે વાત કરવામાં આવી હતી.

વર્ક પરમિટના નવા નિયમો એવા વિદેશી વર્કર્સ માટે લાગુ થશે જેઓ પેહલાથી જ કેનેડાની વર્ક પરમિટ ધરાવે છે અને જેઓ વધુ એક પરમિટ માટે અરજી કરી રહ્યા છે. આ નિયમના કારણે અરજીકર્તા સમાન એમ્પ્લોયર માટે કામ કરી શકશે. નવી પદ્ધતિ એવા અરજીકર્તાઓ માટે લાગુ થશે જેઓ ફરી એ જ એમ્પ્યોર અથવા વ્યવસાયમાં પરત આવી રહ્યા છે. આ નિયમ કેનેડામાંથી કે બહારથી અરજી કરતા દરેક વ્યક્તિ માટે લાગુ થશે. વર્ક પરમિટની નવી પ્રક્રિયામાં ગ્લોબલ કેસ મેનેજમેન્ટ સિસ્ટમ (GMCS)માં ડેઇલી એપ્લિકેશન પુલનો ઉપયોગ થશે.

કરો આટલું

  • અરજી કરનારે છેલ્લાં પાંચ વર્ષમાં એક વખત એમ્પ્લોયર સ્પેસિફિક વર્ક પરમિટ ઇશ્યૂ કરવાની રહેશે, જેમા અગાઉની અરજી સાથે કોઈ વિસંગતતા ના હોવી જોઈએ.
  • નવા એમ્પ્લોયર- સ્પસિફિક વર્ક પરમિટ માટે એક સંપૂર્ણ વર્ક પરમિટ એપ્લિકેશન સોંપવાની રહેશે.
  • નેશનલ ઓક્યુપેશન ક્લાસિફિકેશન કોડ સાથે સમાન ઓક્યુપેશનમાં પરત આવવાનું રહેશે.
  • વર્ક પરમિટ માટે અરજીકર્તાએ અગાઉથી અથવા નવી અરજી સાથે બાયોમેટ્રિક સોંપવાના રહેશે.
  • સ્ક્રિનિંગની સમગ્ર પ્રક્રિયા દરમિયાન તમામ ધારા-ધોરણોનું પાલન કરવાનું રહેશે.

કેનેડાના ટેમ્પરરી ફોરેન પ્રોગ્રામને કારણે ત્યાંના સ્થાનિક એમ્પ્લોયર્સને ઘણી સુવિધા રહે છે. તેમને જ્યારે જરૂરિયાત અનુસાર ક્વોલિફાઇડ લોકલ કર્મચારીઓ ના મળે ત્યારે તેઓ વિદેશના ટેમ્પરરી વર્કર્સને હાયર કરી શકે છે. તેમજ, TFWP હેઠળ આવતા કર્મચારીઓ પાસે ક્લોઝ્ડ વર્ક પરમિટ હોય છે જેના કારણે તેઓ એક જ એમ્પ્લોયર માટે કામ કરવા માટે એલિજિબલ બને છે.

હાલ કેનેડામાં વર્ક પરમિટ માટે અલગ પ્રક્રિયાનું પાલન કરવામાં આવી રહ્યું છે. જેમા ઓફિસર દરેક વર્ક પરમિટની વ્યક્તિગત ધોરણે ચકાસણી કરે છે અને તેને અપ્રૂવ કરવી કે નહીં તે નક્કી કરે છે. અરજીમાં અરજીકર્તાનું ભણતર, અનુભવ, આવડત, ભાષાનું જ્ઞાન તેમજ લાઇસન્સિંગની જરૂરિયાતની ચકાસણી કરવામાં આવે છે. તેમજ, એમ્પ્લોયરની ઓફર વાસ્તવિક અને યોગ્ય છે કે નહીં તેની પણ ચકાસણી કરવામાં આવે છે. આ ઉપરાંત, એમ્પ્લોયર પોતાના કર્મચારીને પગાર ચુકવી શકવાની સ્થિતિમાં છે કે નહીં તેમજ ફેડરલ અને પ્રોવિન્શિયલ કાયદાનું પાલન કરવામાં આવ્યું છે કે નહીં તે પણ જોવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp