26th January selfie contest

આધ્યાત્મિક જ્ઞાનના નામે મહિલાઓ સાથે સેક્સ કરનારા કેનેડાના ઢોંગી ગુરુની ધરપકડ

PC: drmichaelwayne.com

કેનેડામાં એક આધ્યાત્મિક નેતા પર પોતાની મહિલા અનુયાયીઓનું યૌન ઉત્પીડન કરવાનો આરોપ લાગ્યો છે. એડમોન્ટનમાં પોલીસે શનિવાર એટલે કે 22 જાન્યુઆરીએ 4 મામલાઓમાં 63 વર્ષીય જોન ડી રુઇટરની ધરપકડ કરી છે. રુઇટરની ગણતરી કેનેડાના સૌથી ધનવાન સ્પિરિચ્યુઅલ લીડર તરીકે કરવામાં આવે છે. જોન ડી રુઇટરે 2017 અને 2020ની વચ્ચે ઘણા મહિલા અનુયાયીઓ સાથે સંબંધ બનાવ્યા. તેને માટે તેણે આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્તિનો સહારો લીધો. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીએ પોતાના ફોલોઅર ગ્રુપની કેટલીક મહિલા સભ્યોને જણાવ્યું કે, તેને એક આત્માએ તેની સાથે યૌન ગતિવિધિમાં સામેલ થવા માટે ઉશ્કેર્યો હતો.

ડી રુઇટરે મહિલાઓને કહ્યું કે, આવુ કરવાથી જ તેમને આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કરવામાં મદદ મળશે. પોલીસ અધિકારીઓનું કહેવુ છે કે, હાલ કેટલીક મહિલાઓના આરોપોના આધાર પર આ ધરપકડ થઈ છે. એવુ લાગે છે કે, આ મામલામાં શિકાર બનેલી મહિલાઓની સંખ્યા હજુ વધુ હોઈ શકે છે. અમે તેમને આગળ આવીને ફરિયાદ દાખલ કરાવવા માટે પ્રોત્સાહિત કર્યા છે. ડી રુઇટર પોતાને કોઈપણ પ્રકારનો ગુનેગાર નથી માનતો. જોકે, તેના સહાયકોએ આ મામલામાં હજુ સુધી કોઈ ટિપ્પણી નથી કરી. પરંતુ, એક પ્રવક્તા, જાબા વોકરે BBCને જણાવ્યું કે, ડી રુઇટર કોર્ટમાં આ આરોપોનો મુકાબલો કરવાનો ઈરાદો ધરાવે છે.

બે વર્ષ પહેલા ચીની-કેનેડિયન અભિનેતા અને ગાયક ક્રિસ વૂના મામલાએ ખૂબ જ ઝડપથી તૂલ પકડ્યો હતો. જૂન 2021માં એક કથિત પીડિતાએ તેના પર રેપનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ ઓછામાં ઓછી 24 મહિલાઓએ વૂ પર યૌન દુરાચારનો આરોપ લગાવ્યો. વાત ક્રિસ વૂ પર બળાત્કારના આરોપ લાગવાથી શરૂ થઈ હતી પરંતુ, તેના મામલામાં ચીનમાં સેક્સુઅલ કન્સેન્ટ એટલે કે યૌન સહમતિના મુદ્દા પર પણ ચર્ચા થઈ હતી. ગત નવેમ્બર 2022માં ચીનમાં ક્રિસ વૂને રેપના ઘણા મામલાઓમાં કુલ મળીને 13 વર્ષી સજા આપવામાં આવી છે.

ભારતમાં આસારામથી લઈને ઘણા ધર્મગુરુ પર લાગી ચુક્યા છે રેપના આરોપ

ભારતમાં ચર્ચિત સંત રહેલા આસારામ પર ઓગસ્ટ 2013માં એક સગીર બાળકી પર આશ્રમમાં રેપ કરવાનો આરોપ લાગ્યો હતો. 82 વર્ષીય આસારામ હાલ જોધપુર જેલમાં આજીવન કારાવાસની સજા કાપી રહ્યો છે. તેને સગીરના રેપમાં આ સજા થઈ છે, પરંતુ આ પહેલા પણ આસારામે સજાથી બચવા માટે ઘણી રીતો અપનાવી હતી.

10 જાન્યુઆરી, 2018ના રોજ જમ્મૂના શહેર કઠુઆમાં એક 8 વર્ષની બાળકીને કિડનેપ કરી 6 દિવસ સુધી મંદિરના એક અંધારા રૂમમાં બંધ રાખવામાં આવી હતી. મંદિરનો પૂજારી જ આ ઘટનાનો માસ્ટરમાઈન્ડ હતો. તેની સાથે 4 લોકોએ બાળકીને નશાની ગોળીઓ આપીને 6 દિવસ સુધી રેપ કર્યો હતો. ત્યારબાદ બાળકીનું ગળું દબાવીને મારી નાંખી. પથ્થરથી તેના માથા પર વાર કર્યો અને લાશને જંગલમાં ફેંકી દીધી હતી.

1 ઓગસ્ટ, 2021ના રોજ દિલ્હી કેન્ટ વિસ્તારમાં 9 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરી તેની હત્યા કરવાનો મામલો સામે આવ્યો હતો. બાળકી સાંજના સમયે શ્મશાનમાં લાગેલા વોટર કૂલરમાંથી પાણી ભરવા ગઈ હતી, જ્યાં એક મંદિરના પૂજારી સહિત ચાર લોકોએ નાનકડી બાળકીની આબરૂ લૂંટી લીધી અને તેને દર્દનાક મોત આપીને માણસાઈને શર્મસાર કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp