
બિલાડીઓ તેમની રમતિયાળ અને તોફાની વર્તણૂક માટે જાણીતી છે, અને તેમની હરકતો કેપ્ચર કરતી વિડિઓઝ જોવા હંમેશા મનોરંજક હોય છે. એક વીડિયો જેણે સોશિયલ મીડિયા પર તોફાન મચાવી દીધું છે. આમાં એક બિલાડી ઈમામ પર કૂદતી અને માઈક પર રમઝાનની નમાઝ અદા કરતી જોઈ શકાય છે. હા, તમે બિલકુલ ખરું વાંચ્યું. જ્યારે એક ઈમામ રમઝાનની નમાજ અદા કરી રહ્યો હતો ત્યારે અચાનક એક બિલાડી તેની પાસે આવી જાય છે. ત્યાર પછી તેણે જે કર્યું તે જોઈને તમે ભાવુક થઈ જશો. રિપોર્ટ્સ અનુસાર આ ઘટના અલ્જીરિયાની છે.
આ વાયરલ વીડિયોને ટ્વિટર યુઝર અલાટીકીએ શેર કર્યો છે. વિડીયોને કેપ્શન આપવામાં આવ્યું હતું કે, 'કિયામ (તરવીહ)ની નમાઝ દરમિયાન, બિલાડી ઇમામ પર કૂદી પડે છે અને તે તેની સાથે અન્ય ઇમામની જેમ જ માયાળુ વર્તન કરે છે.' વીડિયોમાં એક ઈમામ રમઝાનની નમાઝ અદા કરતાં દેખાઈ રહ્યા છે. જેમ જેમ વીડિયો આગળ વધે છે, તેમ તેમ એક બિલાડી તેની પાસે આવે છે અને તેના પર કૂદી પડે છે. બિલાડીની હાજરીથી બેફિકર ઇમામે રમઝાનની નમાઝ અદા કરવાનું ચાલુ રાખ્યું અને ત્યાં સુધી કે તેણે બિલાડીના બચ્ચાની પર વ્હાલથી હાથ પણ ફેરવ્યો. વિડિઓના અંતે બિલાડી ફરી ફ્લોર પર કૂદી પડે છે.
ટ્વીટને એક દિવસ પહેલા શેર કરવામાં આવી ત્યારથી તેને 20 લાખથી વધુ વખત જોવામાં આવી છે અને સંખ્યા હજુ પણ વધી રહી છે. આ શેર પર ઘણી બધી લાઈક્સ અને કોમેન્ટ્સ પણ આવ્યા છે. એક વ્યક્તિએ પોસ્ટમાં લખ્યું, 'આ વીડિયો એટલો હૃદયસ્પર્શી છે કે મારી આંખમાં આંસુ આવી ગયા.' બીજાએ કહ્યું, 'મને તે ગમ્યું છે કે, જ્યારે ઈમામ રુકુમાં જવાના હોય ત્યારે બિલાડી કેવી રીતે કૂદી પડે છે.' ત્રીજા વ્યક્તિએ લખ્યું, 'બિલાડી કૂદી હતી ત્યારે ઇમામ ડરતા નથી. બિલાડી તેને ચુંબન પણ કરે છે! સુભાનલ્લાહ.' ચોથા વપરાશકર્તાએ કહ્યું, 'સારી વાત એ છે કે ઇમામ આગળ વધ્યા અને તેમની એકાગ્રતા ગુમાવી નહીં અને બિલાડીનો એક સુંદર નજારો જોવા મળ્યો.'
Cat jumps on Imam during qiyam (taraweeh) prayers and he behaves exactly like any imam Insha’Allah would.#Ramadan pic.twitter.com/QHGXSgiZgK
— Alateeqi العتيقي (@BinImad) April 4, 2023
અન્ય એક યુઝરે કહ્યું કે, 'આ બિલાડી પાળતુ પ્રાણી જેવી લાગે છે.' એક યુઝરે કહ્યું કે, 'આ વ્યક્તિ નમાઝ દરમિયાન બિલાડીના પરેશાન કર્યા પછી પણ બિલકુલ હલતો નહોતો.' બીજાએ કહ્યું કે, 'બિલાડીઓ ખૂબ જ શુદ્ધ અને સુંદર હોય છે.' એક યુઝરે કહ્યું કે, 'આ કુદરતી છે, જેઓ જાતિ અને ધર્મ નથી જોતા તેમને ખબર પણ નથી પડતી કે શું થઈ રહ્યું છે. માણસે પ્રાણીઓ પાસેથી આવી સમાનતા શીખવી જોઈએ.'
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp