ફેફસાઓમાં ભરાઇ ગયું હતું પાણી, આ કંપનીની ઘડિયાળે બચાવ્યો જીવ

PC: youtube.com

Appleના પ્રોડક્ટ્સની સૌથી ખાસ વાત એ છે કે, તે કોઇ પણ સ્થિતિમાં સ્પષ્ટ કામ કરવામાં સૌથી આગળ માનવામાં આવે છે. કંપનીની સ્માર્ટ વૉચ પણ કંઇક એવી જ હોય છે. આ જ કારણ છે કે આખી દુનિયામાં ઝડપથી સ્માર્ટ વૉચનું ચલણ વધ્યું છે. કંપનીની ઘડિયાળ હોય પણ મોંઘી છે, પરંતુ ખાસ વાત એ છે કે, આ ઘડિયાળો શાનદાર ફીચર્સ પણ આપે છે. તેના હેલ્થ સાથે જોડાયેલા સેન્સર્સ લોકોની જિંદગી પણ બચાવી શકે છે અને સ્કીઇંગ કરનારા એક બાળકનો જીવ Apple વૉચે બચાવી છે. ચાલો તો આ આર્ટિકલમાં જાણીએ કે Appleની ઘડિયાળે કઇ રીતે બચાવ્યો જીવ.

હાલમાં જ એક ટી.વી. એન્કર માર્સેલા લીએ જણાવ્યું છે કે, તેના દીકરાની સ્કીઇંગ દરમિયાન Appleની ઘડિયાળે જીવ બચાવવામાં મદદ કરી. તેણે જણાવ્યું કે, યાત્રા દરમિયાન તેના 16 વર્ષીય દીકરાએ કહ્યું કે, તે અસ્વસ્થ અનુભવી રહ્યો છે અને સ્કી કરી શકતો નથી. પોતાના દીકરાની સ્થિતિને લઇને માર્સેલા લીએ જણાવ્યું કે, થોડા સમય બાદ તેણે જોયું કે તેના હોઠ અને આંગળીઓ બ્લૂ થઇ રહી હતી, તેના માટે તેને ઑક્સિજન Saturation લેવલ માપવા માટે પોતાની Appleની ઘડિયાળ કલાઇ પાસે રાખી દીધી.

ઘડિયાળે ત્યારે દેખાડ્યું કે તેના લોહીમાં ઑક્સિજન સ્તર 66 ટકા હતું. એન્કર માર્સેલા લીએ જણાવ્યું હતું કે, સારવાર માટે જ્યારે યુવકને હૉસ્પિટલ લઇ જવામાં આવ્યો, તો ડૉક્ટરોએ તપાસ બાદ જણાવ્યું કે તેના દીકરાના ફેફસામાં તરલ પદાર્થ ભરાઇ ગયો હતો અને તે હાઇ એલ્ટિટ્યુડ પલ્મોનરી એડિમા (HAPE)થી પીડિત હતો, જેથી તેનું મોત થઇ શકે છે. CBS 8ના રિપોર્ટ મુજબ, કોલોરાડોમાં 10 હજાર સ્કીયરમાંથી લગભગ એક HAPEથી પ્રભાવિત હોય છે અને આ બાળકને પણ એક એવી જ બીમારી હતી, પરંતુ Appleની ઘડિયાળે આ બીમારી ટ્રેક કરી લીધી હતી.

હાલનો એક રિપોર્ટ બતાવે છે કે Appleની ઘડિયાળના ECG સેન્સર ડેટાનો ઉપયોગ કરીને એક સ્પષ્ટ સ્ટ્રેસ પ્રિડિક્શન ડિવાઇસ વિકસિત કરી શકાય છે. તે કેનેડા સ્થિત વાટરલૂ યુનિવર્સિટીના રિસર્ચર્સ દ્વારા પણ બતાવવામાં આવ્યું છે, ECG કે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ એક એવું ટેસ્ટ છે જે હૃદયના ધબકારા બતાવનાર ઇલેક્ટ્રિકલ સિગ્નલના સમયે અને શક્તિને રેકોર્ડ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp