પાકિસ્તાની વિવાદિત ટિકટોકર હારિમ શાહનો ચંદ્રયાન-3 પર બફાટ, મળ્યો જડબાતોડ જવાબ

PC: indiatoday.in

ચંદ્રમાના દક્ષિણ ધ્રુવ પાસે ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગ બાદ જ્યાં આખી દુનિયાથી ભારતને શુભેચ્છા મળી રહી છે, તો પાડોશી દેશ પાકિસ્તાનના ઘણા લોકો ખુશ નજરે પડી રહ્યા નથી. પાકિસ્તાનની વિવાદિત ટિકટોક સ્ટાર હારિમ શાહે ભારતના ચંદ્રયાન-3ની સફળતા પર બફાટ કર્યો છે. હારિમ શાહે કહ્યું કે, મોદી સરકારે કરોડો ડૉલર ચંદ્રયાન-3ને ચંદ્રમા પર મોકલવામાં ખર્ચ કર્યો, પરંતુ એ સારું હોત જો એ પૈસાનો ઉપયોગ આખા ભારતમાં ટોઇલેટ બનાવવામાં ખર્ચ કરવામાં આવ્યો હોત.

હારિમ શાહે ટ્વીટ કરીને વણમાંગી ભારતને સલાહ આપી નાખી કે તે પોતાની પ્રાથમિકતાઓને સારી કરે. હારિમ શાહનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે પાકિસ્તાનના પૂર્વ વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી ફવાદ ચૌધરી ખૂલીને ભારતના ચંદ્રયાન મિશનના વખાણ કર્યા છે. ફવાદ ચૌધરીએ કહ્યું કે, ISRO માટે કેટલો શાનદાર અવસર છે કેમ કે ચંદ્રયાન-3 ચંદ્રમા પર લેન્ડ કરી ગયું છે. હું જોઈ રહ્યો છું કે મોટી સંખ્યામાં યુવા વૈજ્ઞાનિક ISROના ચેરમેન સાથે આ અવસર પર સેલિબ્રેશન મનાવી રહ્યા છે. માત્ર સપના જોનારી યુવા પેઢી જ દુનિયાને બદલી શકે છે.

હારિમ શાહની આ ટ્વીટ બાદ તે સોશિયલ મીડિયા પર પૂરી રીતે ટ્રોલ થઈ રહી છે. અરવિંદ મોહન લખે છે કે, ‘ભારત ચંદ્ર અને મંગળ પર જઇ રહ્યું છે, હવે સમય આવી ગયો છે કે તમે પણ પોતાના ઘરોથી બહાર નીકળો! ક્યાં સુધી RAWના ડરથી છુપાઈ રહેશો. એક યુઝરે લખ્યું કે, હારિમ શાહ હવે તમે પાકિસ્તાની ઝંડા માટે એક નવા ચંદ્રમાની શોધ કરો. વિનોદ વિજય લખે છે કે, ‘ઝંડામાં ચંદ્ર હોવો અને ચંદ્ર પર ઝંડો હોવામાં ઔકાતનું અંતર છે. મેઘના નામની યુઝર લખે છે કે, ‘હારિમ શાહ ઓછામાં ઓછા અમે તો પોતાનો દેશ ચલાવવા માટે IMF પાસે ભીખ માગતા નથી. એક યુઝર લખે છે કે, અમને એ દેશ શીખવવાનો પ્રયાસ કરી રહ્યો છે જે પોતે પાડોશી દેશો પાસે ભીખ માગી રહ્યો છે.

હારિમ શાહનો વિવાદો સાથે જૂનો સંબંધ છે. હારિમે સંવેદનશીલ કહેવાતા પાકિસ્તાની વિદેશ મંત્રાલયમાં ઘૂસીને એક વીડિયો બનાવ્યો હતો. શાહે એ ખુરશી પર બેસીને ટિકટોક વીડિયો બનાવ્યો હતો. તેણે પાકિસ્તાની પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ખુરશી પર બેસીને પણ વીડિયો બનાવ્યો હતો. તેનાથી ખબર પડે છે કે તેની પાકિસ્તાની રાજનીતિમાં કેટલી પહોંચ હતી. આ વર્ષે એપ્રિલમાં હારિમ શાહનો એક પ્રાઇવેટ વીડિયો વાયરલ થઈ ગયો હતો. તેના નાહવાનો એક MMS વાયરલ થઈ રહ્યો હતો. તેની પુષ્ટિ તેણે પોતે જ કરી હતી. તેનો આરોપ હતો કે તેના જૂના મિત્રોએ તેને લીક કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp