13 વર્ષથી નાના બાળકો આ દેશમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ નહીં કરી શકે, લાગશે પ્રતિબંધ

PC: navbharattimes.indiatimes.com

અમેરિકામાં 13 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવશે. સોશિયલ મીડિયા બિલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, ટેક કંપનીઓએ કિશોરો માટે એકાઉન્ટ બનાવતા પહેલા માતાપિતાની સંમતિ લેવી પડશે. આ બિલ યુવાનોના માનસિક સ્વાસ્થ્યને સુરક્ષિત રાખવાનો નવીનતમ પ્રયાસ છે.

US સેનેટમાં રજૂ કરાયેલ એક નવો દ્વિપક્ષીય પ્રસ્તાવ દેશભરમાં સોશિયલ મીડિયાના ઉપયોગ માટે રાષ્ટ્રીય વય મર્યાદા નક્કી કરવા જઈ રહ્યો છે. ફેડરલ બિલ 13 વર્ષથી ઓછી ઉંમરના કોઈપણ બાળક દ્વારા ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, ટિકટોક અને અન્ય સોશિયલ મીડિયા એપ્સના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવા જઈ રહ્યું છે. આ સોશિયલ મીડિયા બિલમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, ટેક કંપનીઓએ કિશોરો માટે એકાઉન્ટ બનાવતા પહેલા માતાપિતાની સંમતિ લેવી પડશે.

મીડિયા સૂત્રોના અહેવાલ અનુસાર, આ બિલ એ જાણવાનો પ્રયાસ કરે છે કે, સોશિયલ મીડિયા દ્વારા ઉભી થયેલી માનસિક સ્વાસ્થ્ય સંકટ પર નિષ્ણાતો શું કહે છે. બિલની જોગવાઈઓ હેઠળ, 13 વર્ષ અને તેનાથી ઓછી ઉંમરના બાળકોને એકાઉન્ટ બનાવવા અથવા સોશિયલ મીડિયા પર અન્ય વપરાશકર્તાઓ સાથે વાતચીત કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવશે. જો કે, તેઓ હજુ પણ ડ્રાફ્ટ કાયદા મુજબ એકાઉન્ટમાં લોગ ઇન કર્યા વિના સોશિયલ મીડિયા પર સામગ્રી જોઈ શકશે.

આ બિલની સૌથી મહત્વની વાત એ છે કે, આ બિલ કંપનીઓને ટીનેજર્સની અંગત માહિતીનો ઉપયોગ કરીને તેમને કન્ટેન્ટ અથવા જાહેરાતો સાથે ટાર્ગેટ કરવા પર પણ પ્રતિબંધ લગાવશે. જોકે કેટલીક છુટની જાહેરાત કરવામાં આવી છે. કાયદા વિશે વાત કરતા, હવાઈ ડેમોક્રેટિક સેનેટર બ્રાયન સ્ચેટ્ઝ, ફેડરલ બિલના લેખકોમાંના એક, પત્રકારોને જણાવ્યું હતું કે, બાળકોને સોશિયલ મીડિયાના નુકસાનથી બચાવવાની તાત્કાલિક જરૂર છે.

અહીં તમને બતાવી દઈએ કે, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવી સોશિયલ મીડિયા કંપનીઓ પર એકાઉન્ટ બનાવવા માટે યુઝર્સની ઉંમર ઓછામાં ઓછી 13 વર્ષની હોવી જોઈએ. ટિકટોકની પણ આજ પ્રકારની સમાન નીતિ છે. આ બિલ યુવાનોના માનસિક સ્વાસ્થ્યને સુરક્ષિત રાખવાનો નવીનતમ પ્રયાસ છે. સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના 2021 યુથ રિસ્ક બિહેવિયર સર્વેમાં જાણવા મળ્યું છે કે 57 ટકા હાઈસ્કૂલની છોકરીઓ અને 29 ટકા હાઈસ્કૂલના છોકરાઓ સતત ઉદાસી અથવા નિરાશાની લાગણી અનુભવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp