યુદ્ધની તૈયારી કરી રહ્યું છે ચીન! અમેરિકાના નિવૃત્ત જનરલે આપી ચેતવણી

PC: asiatimes.com

તાજેતરના મહિનાઓમાં તાઇવાન માટે ચીનની લશ્કરી ધમકીઓ વધી છે અને તેના ટોચના નેતાઓએ કહ્યું છે કે, દ્વિપ દેશ પાસે ચીનના શાસનને સ્વીકારવા સિવાય કોઈ વિકલ્પ નથી. તાઈવાન સામે યુદ્ધ માટે ચીન પોતાની સેનાને તૈયાર કરી રહ્યું છે. સેવાનિવૃત્ત અમેરિકી સેનાના લેફ્ટનન્ટ જનરલ અને પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર એચઆર મેકમાસ્ટરે કહ્યું હતું કે, ચીન અને તાઈવાન વચ્ચેના સંબંધો વધુને વધુ તનાવપૂર્ણ બની રહ્યા છે. વાસ્તવમાં, તાઇવાન પોતાને ચીનથી સ્વતંત્ર દેશ માને છે, જ્યારે બિજિંગ તેના પર દાવો કરી રહ્યું છે અને દ્વિપ પર નિયંત્રણને જરૂરી માને છે.

એચઆર મેકમાસ્ટરે સીબીએસ ન્યૂઝ ફેસ ધ નેશન પર વાતચીત દરમિયાન કહ્યું, મારું માનવું છે કે ચીન તાઈવાન પર નિયંત્રણ કરવા માટે લશ્કરી કાર્યવાહીની તૈયારી કરી શકે છે. અમેરિકી સેનાના નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલે કહ્યું કે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે ઘણી વખત તાઈવાનને પોતાના કંટ્રોલમાં લાવવાની યોજના બનાવી છે.

એચઆર મેકમાસ્ટરે કહ્યું, શી જિનપિંગે તેમના નિવેદનોમાં સ્પષ્ટ કર્યું છે કે તેમના દૃષ્ટિકોણથી, તેઓ તાઈવાનને ફરીથી પોતાના દેશમાં સામેલ કરીને ચીનને ફરીથી સંપૂર્ણ બનાવવા જઈ રહ્યા છે. તેમણે વધુમાં ઉમેર્યું, અને તૈયારી ચાલી રહી છે. ચીનની તાઇવાનને આપવામાં આવતી લશ્કરી ધમકીઓ તાજેતરના મહિનાઓમાં વધી છે અને તેના ટોચના નેતાઓએ કહ્યું છે કે, દ્વિપીય દેશ પાસે ચીનના શાસનને સ્વીકારવા સિવાય કોઈ વિકલ્પ નથી.

એચઆર મેકમાસ્ટરે કહ્યું, ચીને ઝડપથી તેની આક્રમકતા વધારી છે, ન માત્ર એક આર્થિક અને જબરદસ્તીવાળી કૂટનીતિની શૈલીથી, પરંતુ સેના શારીરિક રીતે પણ. આ સાથે જ તેમણે ઉમેર્યું, અને જે ખરેખરમાં હેરાન કરે તેવી વાત છે, મને લાગે છે કે શી જિનપિંગ લોકોને યુધ્ધ માટે તૈયાર કરી રહ્યા છે.

આ દરમિયાન, ચીનના સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા, કર્નલ તાન કેફેઈએ માસિક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, PLA આવા મિશન (તાઈવાન વિરુદ્ધ) ત્યાં સુધી ચાલુ રાખશે જ્યાં સુધી તાઈવાનની સ્વતંત્રતા સમર્થક ડેમોક્રેટિક પાર્ટી બંને પક્ષો વચ્ચે વિવાદો ઉશ્કેરવાનું અને દુશ્મનાવટ પેદા કરતી નીતિનો અંત આવતો નથી. તેમણે કહ્યું, PLAએ હંમેશાં રાષ્ટ્રીય સંપ્રભુતા અને પ્રાદેશિક અખંડિતતાનું રક્ષણ કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp