
ચીને કોરોના મહામારીને લઈને શરૂઆતથી જ સમગ્ર દુનિયાને ખોટું કહ્યું છે. ચીનમાં કોરોનાથી કેટલા મોત થયા તેનો આંકડો પણ ચીન સરકાર સતત છુપાવી રહી છે. આ દરમિયાન એક માનવાધિકાર કાર્યકર્તાએ કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના અંતિમ સંસ્કારને લઈને ચોંકાવનારો ખુલાસો કર્યો છે.
ચીનમાં કોરોનાથી સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. ચીનનું નેશનલ હેલ્થ કમિશન કહી ચૂક્યું છે કે, તે હવે નવા કોરોના કેસની માહિતી નહીં આપશે. જો કે, દેશની હેલ્થ એજન્સી છેલ્લા 3 વર્ષથી દરરોજ કોરોના કેસનો ડેલી રિપોર્ટ જારી કરતી હતી. આ દરમિયાન, કોરોનાથી થયેલા મોતને લઈને એક ચીનના માનવાધિકાર કાર્યકર્તાએ આ દાવો કર્યો છે કે, ચીન દરરોજ હજારોની સંખ્યામાં કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના દેહોનું અંતિમ સંસ્કાર કઈ રીતે કરી રહ્યું છે.
માનવાધિકાર કાર્યકર્તા જેનિફર ઝેંગનો (Jennifer Zeng) દાવો
ચીનમાં કોરોનાનો આતંક યથાવત છે. કોરોના વાયરસના સંક્રમણના કારણે ઝડપથી થઈ રહેલા લોકોના મોત બાદ ચીનના સ્મશાન ગૃહમાં અંતિમ સંસ્કાર માટે લોકોની કતાર લાગી છે. જ્યારે, ચીન સરકાર પર મોતના આંકડાઓ છુપાવવાનો આરોપ લાગી રહ્યો છે. ચાઈનીઝ બ્લોગર અને વ્હિસલ બ્લોઅર જેનિફર ઝેંગના ટ્વિટર પોસ્ટ મુજબ, કોરોનાથી થયેલા ઝડપી અને અસંખ્ય મૃત્યુથી પરેશાન ચીને હવે કોવિડના મૃતકોનું અંતિમ સંસ્કાર કરવા માટે જે ટેકનિકનો ઉપયોગ કર્યો છે તે થોડી જ સેકન્ડમાં મૃત શરીરને પાઉડરમાં બદલી નાખે છે.
કેવી રીતે કામ કરે છે આ ટેકનિક તમે પણ જુઓ
Another propaganda video about #IceBurial made in Sep 2020 says a new form of burial, #iceburial, has first piloted in #Wuhan #chinacovid #ChinaCovidCases #ChinaCovidSurge #ChinaCovidDeaths #ChinaCovidNightmare #COVID #COVID19 #CCPVirus #CCP #China #CCPChina #ChinaCovidNews pic.twitter.com/dWK7KlmbG5
— Inconvenient Truths by Jennifer Zeng 曾錚真言 (@jenniferzeng97) January 18, 2023
આઈસ બ્યૂરિયલ ટેકનિકથી અંતિમ સંસ્કાર
જેનિફરના જણાવ્યા મુજબ, આ પ્રકારનું અંતિમ સંસ્કાર પરીક્ષણ માટે વુહાન શહેરમાં શરૂ કરવામાં આવ્યું હતું. આ પ્રક્રિયામાં, દેહોને તરત જ પ્રવાહી નાઇટ્રોજનમાં માઇનસ 196 ડિગ્રી પર જમાવવામાં આવી શકે છે, અને પછી મશીન તેને ઓછામાં ઓછા સમયમાં પાઉડરના રૂપમાં બદલી શકે છે. આ ખાસ પ્રક્રિયામાં કોઈ મૃતદેહના અગ્નિસંસ્કાર અથવા દફનવિધિ કરવામાં લાગતાં સમય કરતાં ખૂબ જ ઓછો સમય લાગે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp