ચીની સેનાએ વુહાનના વૈજ્ઞાનિકો સાથે મળીને બનાવ્યો કોરોના?તપાસકર્તાઓનો મોટો ખુલાસો

PC: cdc.gov

કોરોના વાયરસની ઉત્પત્તિને લઈને નવો ખુલાસો થયો છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે વુહાનમાં ચીની સેના સાથે કામ કરતા વૈજ્ઞાનિક એક ખતરનાક પ્રયોગ કરવામાં લાગ્યા હતા. આ લોકો દુનિયાના સૌથી ઘાતક કોરોના વાયરસોને ભેગા કરીને એક નવો મ્યૂટેન્ટ બનાવવા માગતા હતા. આ દરમિયાન કોરોના વાયરસ મહામારીની શરૂઆત થઈ. ‘ધ સંડે ટાઇમ્સ’ના રિપોર્ટ મુજબ, તપાસકર્તાઓનું માનવું છે કે ચીની વૈજ્ઞાનિક ખતરનાક પ્રયોગો સાથે જોડાયેલા ગુપ્ત પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા હતા.

એ જ સમયે વુહાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલૉજીમાંથી લીક થયો અને કોરોના વાયરસનો પ્રકોપ શરૂ થયો. આ રિપોર્ટ સેકડો દસ્તાવેજો પર આધારિત છે. જેમાં ગોપનીય રિપોર્ટ, આંતરિક મેમો, વૈજ્ઞાનિક કાગળો અને E-mailથી થયેલી વાતચીત સામેલ છે. એક તપાસકર્તાએ કહ્યું કે, ‘હવે તો સ્પષ્ટ થઈ ગયું છે કે વુહાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલૉજીમાં કોરોના વાયરસ સાથે જોડાયેલા પ્રયોગ કરવામાં આવી રહ્યા હતા. આ કામને લઈને કોઈ પ્રકારની પ્રકાશિત જાણકારી નથી કેમ કે તે ચીની સેનાના સંશોધનકર્તઓના સહયોગથી કરવામાં આવ્યું હતું. ચીનની આર્મી જ તેને ફંડ ઉપલબ્ધ કરાવતી હતી. એવામાં અમારું માનવું છે કે, ચીન તરફથી જૈવિક હથિયારોનો વિકાસ કરવાના ઉદ્દેશ્યથી પરીક્ષણ કરવામાં આવી રહ્યા હતા.

વુહાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલૉજીમાં વર્ષ 2003માં સાર્સ વાયરસની ઉત્પત્તિની જાણકારી લગાવવાનું કામ શરૂ થયું. તેના માટે દક્ષિણી ચીનની બેટ ગુફાઓથી લેવામાં આવેલા કોરોના વાયરસો પર જોખમ ભરેલા પ્રયોગ શરૂ થયા. તેના પરિણામ શરૂઆતમાં સાર્વજનિક કરવામાં આવ્યા હતા. વર્ષ 2016માં સંશોધનકર્તાઓના યૂનાન પ્રાંતના મોજિયાંગમાં ખાણમાં સાર્સ સમાન નવા પ્રકારનો કોરોના વાયરસ મળ્યો. ત્યારબાદ કહીને આ મોતોની જાણકારી પબ્લિક ન કરી. જો કે, એ સમયે મળેલા વાયરસને હવે કોરોના ફેમિલીનો સભ્ય માનવામાં આવે છે. ત્યારબાદ તેને વુહાન લેબમાં લઈ જવામાં આવ્યો અને તેના પર વૈજ્ઞાનિકોના અલગ અલગ પ્રયોગ શરૂ થયા.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે, એક ડઝનથી વધુ તપાસકર્તાઓને અમેરિકન ઇન્ટેલિજેન્સ સર્વિસ તરફથી ભેગી કરવામાં આવેલી જાણકારી ઉપલબ્ધ કરાવવામાં આવી. તેમ મેટાડેટા, ફોન ઇન્ફોર્મેશન અને ઈન્ટરનેટ સૂચના સામેલ છે. અમેરિકન વિદેશ વિભાગના તપાસકર્તાઓએ કહ્યું કે, વુહાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલૉજી વર્ષ 2017થી જ એનિમલ એક્સપરિમેન્ટ સહિત ઘણા પ્રકારના પ્રયોગોમાં લાગેલી છે. આ બધુ ચીનની સેનાની દેખરેખમાં થતું રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp