ચીનમાં પૈસા આપી કરાઈ છે બાળકોને પેદા, બીજા-ત્રીજા બાળક પર 2.30 લાખની ઓફર

PC: scmp.com

ચીન જનસંખ્યાના મામલામાં સમગ્ર વિશ્વમાં નંબર વન છે, પરંતુ ઘટતો જન્મ દર તેના માટે ચિંતાનું કારણ બની રહ્યો છે. ચિંતા એ વાતની હતી કે થોડા સમય પછી તેની વસ્તી વૃધ્ધ થશે અને પછી ઘટવાની શરૂ થશે. ચીનને આ સ્થિતિનો અહેસાસ થયો છે અને તેના કારણે તે બાળકોને જન્મ પેદા કરવાનો આગ્રહ કરી રહ્યું છે. આ માટે ચીન સંતાન માટે માતા-પિતાને 2 લાખ રૂપિયાથી વધુની ઓફર કરી રહ્યું છે. અહીં પ્રથમ, બીજા અને ત્રીજા બાળક માટે અલગ અલગ આર્થિક ઓફર આપવામાં આવી રહી છે.

વાસ્તવમાં ચીને પોતાની ઝડપથી વધી રહેલી વસ્તીને રોકવા માટે 'વન ચાઈલ્ડ પોલિસી'ની જાહેરાત કરી હતી. તેનો ખૂબ જ કડક અમલ કરવામાં આવ્યો હતો. આ કારણે ચીનની વસ્તી પર અંકુશ તો આવી ગયો છે, પરંતુ વૃદ્ધોની સંખ્યા પણ તેના માટે ચિંતાનું કારણ બની રહી છે. આ આડ અસર ઘટાડવા માટે, શેનઝેન શહેરમાં 17.7 મિલિયન લોકોને તેમના પરિવાર વધારવા માટે રોકડ ઓફર કરવામાં આવી રહી છે. આ યોજના હેઠળ, માતાપિતાને પ્રથમ બાળકના જન્મ માટે લગભગ 90 હજાર રૂપિયા આપવામાં આવશે. બીજા અને ત્રીજા બાળકના જન્મ માટે, તેમને અનુક્રમે વધારાના રૂ. 1.30 લાખ અને રૂ. 2.30 લાખ આપવાની ઓફર કરવામાં આવે છે.

બાળકોનો ખર્ચ ઉઠાવવા માટે ચીનની સરકાર તૈયાર છે ચીનના ઘણા ભાગોમાં લોકોને વધુ બાળકો પેદા કરવા માટે પ્રેરિત કરવામાં આવી રહ્યા છે. બાળકોના ખર્ચને પહોંચી વળવા માટે ચીનની સરકાર તેમને 2.30 લાખ રૂપિયા સુધીની ઓફર કરી રહી છે. ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સના અહેવાલ મુજબ દરેક બાળક 3 વર્ષનું થાય ત્યાં સુધી પૈસા મળતા રહેશે.

સત્તાવાર આંકડા દર્શાવે છે કે 2021માં દક્ષિણ શહેરમાં જન્મેલા બાળકોની સંખ્યા 201,300 હતી, જે 2017ની સરખામણીમાં 25 ટકાથી વધુ ઓછી છે. પૂર્વીય શહેર જીનાનમાં સ્થાનિક અધિકારીઓ પણ આ વર્ષે જન્મેલા દરેક બીજા અને ત્રીજા બાળક માટે 7,000 રૂપિયાની માસિક ચૂકવણી ઓફર કરવાની યોજના બનાવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp