આ ગવર્નરે તેની અંદર કામ કરતા 58 કર્મચારી સાથે જબરદસ્તી સંબંધ બાંધ્યા, થઈ આ સજા

On

ચીનમાં એક મહિલા અધિકારીને ગેરવર્તણૂકના આરોપમાં 13 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. સાથે જ 10 લાખ યુઆન (અંદાજે 1.18 કરોડ રૂપિયા)નો દંડ પણ લગાવવામાં આવ્યો છે. ચીનમાં એક અખબારમાં છપાયેલા અહેવાલ અનુસાર, ઝોંગ યાંગ ગુઇઝોઉના કિયાનાન પ્રાંતના ગવર્નર રહી ચૂક્યા છે. તેમણે કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઈના (CPC)માં ડેપ્યુટી સેક્રેટરી તરીકે પણ સેવા આપી હતી. ખાસ વાત એ છે કે, તેમની સુંદરતાના કારણે આજે પણ લોકો તેમને 'સુંદર ગવર્નર' કહીને બોલાવે છે. ઝોંગ યાંગ ગુઇઝોઉ પર 58 પુરૂષ સાથીદારો સાથે શારીરિક સંબંધ બાંધવાનો અને લગભગ 60 મિલિયન યુઆન (71,02,80,719 રૂપિયા)ની લાંચ લેવાનો આરોપ હતો.

ઝોંગ યાંગ ગુઇઝોઉ હવે 52 વર્ષના થઇ ચુક્યા છે. 22 વર્ષની ઉંમરે, તેઓ કોમ્યુનિસ્ટ પાર્ટીમાં જોડાયા અને નેશનલ પીપલ્સ કોંગ્રેસ (NPC)માં ડેપ્યુટીના હોદ્દા પર પહોંચ્યા. અહેવાલો અનુસાર, તેમણે ફળ અને કૃષિ સંગઠન શરૂ કરવા માટે સખત મહેનત કરી. આ દ્વારા ખેડૂતો અને જરૂરિયાતમંદ વૃદ્ધોની મદદ માટે નાણાં ખર્ચ કરવામાં આવતા હતા. આ વિવાદ ત્યારે ઊભો થયો જ્યારે ઝોંગ યાંગ ગુઇઝોઉ રેડિયો અને ટેલિવિઝન દ્વારા ડોક્યુમેન્ટ્રી રજૂ કરવામાં આવી. ઝોંગ યાંગ ગુઇઝોઉએ મોટા પાયે લાંચ લીધી હોવાનો આરોપ હતો. તેના બદલામાં તેમણે સરકારી રોકાણના નામે મનસ્વી કંપનીઓને આકર્ષક સોદાઓ આપ્યા હતા.

ઝોંગ યાંગ ગુઇઝોઉએ અફસોસ વ્યક્ત કરતા કહ્યું, 'મેં કરેલો ભ્રષ્ટાચાર મારી એ ગેરસમજમાંથી આવ્યો કે, મને રાજકીય મુદ્દાઓને હેન્ડલ કરવામાં મદદ કરવા માટે થોડાક વિશ્વાસુ ઉદ્યોગપતિઓને વિકસાવવાની જરૂર છે.'

ડોક્યુમેન્ટરીમાં એક ખાનગી બિઝનેસ માલિકે દાવો કર્યો હતો કે, ઝોંગ યાંગે એવી કંપનીઓની અવગણના કરી હતી જેની સાથે તેના અંગત સંબંધો ન હતા. 2023માં, ગુઇઝોઉ પ્રાંતીય શિસ્ત નિરીક્ષણ અને દેખરેખ સમિતિએ અહેવાલ આપ્યો કે, ઝોંગ પર કાયદાકીય ઉલ્લંઘનની શંકા હતી. તેનાથી વધુ, તેમની પર 58 પુરૂષ જુનિયર સાથીદારો સાથે અફેર હોવાનો આરોપ હતો. એવું કહેવાય છે કે, તેમાંથી કેટલાક લાભ મેળવવા માટે તેમના પ્રેમી બની ગયા હતા, જ્યારે કેટલાકને આવું કરવાની ફરજ પડી હતી. ઝોંગ યાંગ ઓવરટાઇમ કામ કરવા અને બિઝનેસ ટ્રિપ પર જવાના બહાના હેઠળ તેમના પ્રેમીઓ સાથે ઘણો સમય વિતાવતા હતા. મામલો સામે આવતાં જ ભારે હોબાળો મચી ગયો હતો અને તપાસ શરૂ કરી દેવામાં આવી હતી.

ઉદાહરણ તરીકે સમજીએ કે, તેમણે એવા ઉદ્યોગપતિ માટે 170,000 ચોરસ મીટર જમીનને હાઇ-ટેક ઔદ્યોગિક વસાહતમાં વિકસાવવાની મંજૂરી આપી હતી, જેની સાથે તેમના ગાઢ સંબંધો હતા. ઉદ્યોગપતિએ પાછળથી જમીનને રિયલ એસ્ટેટના વિકાસ માટે રૂપાંતરિત કરી, જેમાંથી ઝોંગને નોંધપાત્ર નફો થયો.

Related Posts

Top News

દરિયાની વચ્ચોવચ લાગી આગ, તેલ ભરેલા ટેન્કરો જ્વાળામુખીમાં ફેરવાયા, ટેન્શનમાં આવ્યા ઘણા દેશ

ઉત્તર સમુદ્રમાં 2 જહાજો અથડાઇ ગયા છે. ત્યારબાદ તેલ ભરેલા જહાજમાં આગ લાગી ગઇ અને ટેન્કરો સળગવા લાગ્યા. એક જહાજ...
World 
દરિયાની વચ્ચોવચ લાગી આગ, તેલ ભરેલા ટેન્કરો જ્વાળામુખીમાં ફેરવાયા, ટેન્શનમાં આવ્યા ઘણા દેશ

4 લાખમાં પરીક્ષા ખંડમાં બ્લૂટૂથ પહોંચાડયું, RPF ભરતી પરીક્ષામાં 2 ઉમેદવાર આવું કરતા પકડાયા!

રેલ્વે પ્રોટેક્શન ફોર્સ કોન્સ્ટેબલ ભરતી પરીક્ષામાં છેતરપિંડી કરનારા બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલા આરોપીઓ બ્લૂટૂથનો ઉપયોગ કરીને છેતરપિંડી...
Education 
4 લાખમાં પરીક્ષા ખંડમાં બ્લૂટૂથ પહોંચાડયું, RPF ભરતી પરીક્ષામાં 2 ઉમેદવાર આવું કરતા પકડાયા!

ફોક્સવેગને રજુ કરી સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર, ID Every1, સુંદર ડિઝાઇન... સ્માર્ટ કેબિન!

જર્મન કાર ઉત્પાદક ફોક્સવેગન તેના ઇલેક્ટ્રિક વાહન પોર્ટફોલિયોને વિસ્તૃત કરવાની તૈયારી કરી રહી છે. કંપનીએ હવે તેની સૌથી સસ્તી હેચબેક...
Tech & Auto 
ફોક્સવેગને રજુ કરી સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર, ID Every1, સુંદર ડિઝાઇન... સ્માર્ટ કેબિન!

સુરતના રાજકારણમાં કેમ મૂળ સુરતીઓને અન્યાય? તેઓ કેમ હાંસિયામાં રહી ગયા?

સુરત એવું શહેર રહ્યું છે કે જ્યાં શાંતિપ્રિય વેપારી લોકો રહેતા હતા જેઓ આજે મૂળ સુરતી લોકો તરીકે ઓળખાય છે....
Politics 
સુરતના રાજકારણમાં કેમ મૂળ સુરતીઓને અન્યાય? તેઓ કેમ હાંસિયામાં રહી ગયા?

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.