ચીનની બેટ વુમન તરીકે જાણીતી ટોપ વાયરોલોજીસ્ટની ચેતવણી, ફરી કોરોના જેવો વાયરસ...

PC: washingtonpost.com

કોરોનાનો દર્દ લોકો અત્યારે પણ ભૂલી શક્યા નથી. તેણે દરેક સેક્ટરને ખૂબ પ્રભાવિત કર્યું હતું. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ બીમારી ચીનના વુહાનથી નીકળી હતી. ફરી એક વખત ચીનથી કોરોના જેવી બીમારી નીકળવાના દાવા કરવામાં આવ્યા છે. આ દાવો કોઈ બીજાએ નહીં, પરંતુ પોતે ચીનના જ હેલ્થ એક્સપર્ટે કર્યા છે. શી ઝેંગલી નામની આ મહિલા ચીનની બેસ્ટ વાયરોલોજીસ્ટના રૂપમાં ઓળખાય છે. ઝેંગલીએ એક રિસર્ચ પેપરમાં લખ્યું કે, ભવિષ્યમાં વાયરસથી થનારી બીમારી ચીનથી ફરી ફેલાશે, જે કોરોનાથી પણ ખતરનાક હશે.

વુહાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલૉજીમાં શીની ટીમે 40 કોરોના વાયરસ પ્રજાતિઓનું માણસ પર રીસ્કનું મૂલ્યાંકન કર્યું છે. તેમાંથી અડધાને ખૂબ જ જોખમી બતાવ્યા છે. આ શોધ અલગ-અલગ વાયરલ લક્ષણોના વિશ્લેષણ પર આધારિત હતા, જેમાં જનસંખ્યા, આનુવંશિક વિવિધતા, મેજબાન પ્રજાતિઓ અને જૂનોસિસનો કોઈ પાછળનો ઇતિહાસ સામેલ હતો. આ એ બીમારીઓ છે જે પશુઓમાંથી મનુષ્યમાં આવે છે. આ 40માંથી 6 ને પહેલાથી જ બીમારીઓનું કારણ માનવામાં આવે છે જે મનુષ્યોને સંક્રમિત કરી ચૂક્યા છે.

આ સ્ટડીમાં ચેતવણી આપવામાં આવી છે કે ભવિષ્યમાં આ બીમારી ફરીથી આવશે. એટલું જ નહીં, તે કોરોના વાયરસથી પણ વધારે ઘાતક સાબિત થશે. જો કે, આ સ્ટડી જુલાઈમાં અંગ્રેજી મેગેઝીન માઇક્રોબ્સ એન્ડ ઇન્ફેક્શનમાં પ્રકાશિત થઈ હતી. જો કે આ મહિનામાં ચીની સોશિયલ મીડિયા પર લોકોનું ધ્યાન ખેચ્યું છે. નામ ન બતાવવાની શરત પર વૈજ્ઞાનિકે સાઉથ મોર્નિંગ ચાઈના પોસ્ટમાં જણાવવામાં આવ્યું કે, અમે જોયું છે કે કોરોના વાયરસને ઓછું મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે.

કેટલાક શહેરોએ સંક્રમણના આંકડા જાહેર કરવાના પણ બંધ કરી દીધા છે. વુહાન ટીમે કેટલાક ખાસ ઇક્વિપમેન્ટ્સની પણ ઓળખ કરી છે, જેનાથી હાઇ રીસ્કવાળા વાયરસની દેખરેખ થઈ શકે છે. એ સિવાય એ પશુઓ બાબતે પણ બતાવવામાં આવ્યું છે જે આ વાયરસના સંવાહક હોય શકે છે. તેમાં ચામાંચીડિયા, ઊંટ, ડુક્કર અને પેંગોલિન જેવા જીવ છે. આ રિસર્ચને એટલું મહત્ત્વપૂર્ણ હોવા છતા ચીનના વાયરોલોજિસ્ટ તેના પર ટિપ્પણી કરતા બચી રહ્યા છે. તેનું કારણ છે મામલો નાજુક હોવાનું. વુહાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી તપાસના દાયરામાં છે. અમેરિકાએ પહેલા જ તેના પર શંકા વ્યક્ત કરી હતી કે કોરોના આ જ લેવામાં થયેલા અકસ્માતની દેન છે. જો કે, તેને લઈને પણ વિવાદની સ્થિતિ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp