100 કિલો વજન ઉતારવાના ચક્કરમાં સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરનું મોત

જીવલેણ બિમારીઓથી બચવા માટે સ્થૂળતાથી છુટકારો મેળવવો જરૂરી છે. એવામાં સ્થૂળતા ઓછી કરવા માટે લોકો હેરાન થઇ રહ્યા છે. લોકો ખૂબ જ મહેનત કરે છે. કલાકો સુધી જીમમાં મહેનત કરે છે. હાર્ડ વર્કઆઉટ પણ કરે છે. એવામાં અમુક લોકો એવા પણ હોય છે કે, વેટ લોસ માટે ખોટી રીત અપનાવે છે જે ઘાતક સાબિત થઇ શકે છે. એવું જ કંઇ ચીનની એક મીડિયા ઈન્ફ્લુએન્સર સાથે થયું છે, જેનું વજન ઓછું કરવાના ચક્કરમાં મોત નીપજ્યું છે.
એક મીડિયા રિપોર્ટ અનુસાર, 21 વર્ષની કુઇહુઆએ પોતનું 100 કિલો વજન ઘટાડવું હતું. જેમાંથી તે ફક્ત 2 મહિનામાં 25 કિલો વજન ઘટાડી ચૂકી હતી. તે પોતાના શરીરના અડધાથી વધારે વજનને ઓછું કરીને સોશિયલ મીડિયા પર એક મિસાલ બનવા માગતી હતી. કુઇહુઆનું વજન લગભગ 200 પાઉન્ડ હતું, જેને તે ઓછું કરવા માટે કોઇપણ હદ સુધી જઇ શકતી હતી.
કુઇહુઆએ વજન ઘટાડવા માટે ફિટનેસ કેમ્પ જાઇન કર્યું હતું, જ્યાં તે વર્કઆઉટ કરતી હતી. એટલું જ નહીં, ચીની ઇનફ્લુએન્સરે ખાવા પીવાનું છોડી દીધું હતું, જે કુઇહુઆના મોતનું કારણ બન્યું. રિપોર્ટ અનુસાર, તેના પરિવાર વાળાએ વજન ઘટાડવા માટે ખોટી અને જલ્દી રિઝલ્ટ આપનારી રીતોથી દૂર રહેવાની અપીલ કરી છે.
રિપોર્ટ અનુસાર, ચીની ઇનફ્લુએન્સરે વજન ઘટાડવા માટે બૂટ કેમ્પમાં હિસ્સો લીધો હતો. જે પોતાના અત્યંત કઠિન રૂલ્સ માટે જાણીતું છે. આ ઘટના બાદ લોકો આ બૂટ કેમ્પને લઇને નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. લોકોને શિવિરોના જોખમ વિશે સુરક્ષા ચેતવણી જારી કરવા માટે પ્રેરિત કરવામાં આવે છે. લોકોનું કહેવું છે ક, આ કેમ્પમાં લોકોના આરોગ્ય અને જીવ બન્ને સાથે રમત રમવામાં આવે છે.
પોતાની દિકરીના મોત બાદ મૃત છોકરીની માતાએ કહ્યું કે અમને આશા છે કે, તમે અમારી વાતને સમજશો અને જે લોકો કુઇહુઆને ફોલો કરીને તેની જેમ વજન ઘટાડવા માટે વિચારી રહ્યા હતા તેઓ પ્લીઝ પોતાના આ ઇરાદાને છોડી દે કારણ કે અમે નથી ચાહતા કે અમારી સાથે જે થયું તે તમારી સાથે પણ થાય.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp