નેપાળમાં બીફ ખાવાને લઈને હિન્દુ-મુસ્લિમો વચ્ચે સાંપ્રદાયિક હિંસા, પથ્થરમારો
ભારતને અડીને આવેલા નેપાળના નેપાળગંજ શહેરમાં સાંપ્રદાયિક હિંસા બાદ અનિશ્ચિત સમય માટે કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે બીફ ખાવાનો વીડિયો વાયરલ થયા બાદ આ વિવાદ થયો હતો. નેપાળમાં હિંસાને જોતા ઉત્તર પ્રદેશના આસપાસના વિસ્તારોમાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ભારતના પાડોશી દેશ નેપાળમાં સાંપ્રદાયિક હિંસા ભડકી ઉઠી છે. નેપાળના ગોપાલગંજ વિસ્તારમાં સાંપ્રદાયિક હિંસા ફાટી નીકળવાના કારણે ભારે તણાવ છે.પરિસ્થિતિની ગંભીરતા પારખીને સમગ્ર નેપાળગંજ વિસ્તારમાં અનિશ્ચિત સમય માટે કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો છે.
આ બાબતે નેપાળના મુખ્ય જિલ્લાધિકારી બિપિન આચાર્યએ કહ્યું કે હિંસા અને પથ્થરમારાની ઘટનાને ધ્યાનમાં રાખીને લોકોની સુરક્ષા માટે કફર્યુ લગાવી દેવામાં આવ્યો છે. કોઇને પણ ભેગા થવાની મંજૂરી આપવામાં આવી નથી. સાથે જ સ્થાનિક તંત્રએ ચેતવણી આપી છે કે જે કોઇ પણ કાયદાનું ઉલ્લંઘન કરશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.આ ઘટના પછી નેપાળને અડીને આવેલા ઉત્તર પ્રદેશના વિસ્તારોમાં પણ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.
હિમાલયન ટાઈમ્સના અહેવાલ મુજબ નેપાળમાં છેલ્લા કેટલાક મહિનામાં સાંપ્રદાયિક હિંસા નોંધપાત્ર રીતે વધી છે. હવે સ્થાનિક પ્રશાસને હિંસાની ઘટનાઓને રોકવા માટે વારંવાર કર્ફ્યુ લગાવવો પડે છે. હિંદુઓ અને મુસ્લિમો વચ્ચે વધી રહેલા તણાવને જોતા સુરક્ષા એજન્સીઓનું ટેન્શન વધી ગયું છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે એક વીડિયો સામે આવતા ધરણ વિસ્તારમાં તણાવ ભભૂકી ઉઠ્યો હતો. આ વીડિયોમાં લોકોને બીફ ખાતા બતાવવામાં આવ્યા હતા. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ પછી બીજા જૂથે સમગ્ર કોસી પ્રાંતમાંથી લોકોને એકત્ર કર્યા અને ગાયોની રક્ષા માટે રેલી કાઢી. આ દરમિયાન ઘણી હિંસા અને પથ્થરમારો થયો હતો.
હિંસા બાદ સુરક્ષા જવાનોનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે હિંસામાં હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી. તેવી જ રીતે, મલંગવા અને સરલાહી વિસ્તારમાં પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે લાંબા સમય સુધી કર્ફ્યુ લાદવો પડ્યો હતો. તેવી જ રીતે, મલંગવા વિસ્તારમાં ભગવાન ગણેશની મૂર્તિના વિસર્જન દરમિયાન હિંદુ અને મુસ્લિમો વચ્ચે હિંસા ફાટી નીકળી હતી.
જાણવા મળેલી માહિતી મુજબ નેપાલગંજમાં થયેલી આ હિંસામાં એક ડઝન લોકો ઘાયલ થયા છે અને 24 વર્ષીય રૂપેશ યાદવ પર ચાકુથી હુમલો કરવામાં આવ્યો છે.કહેવામાં આવી રહ્યું છે કે રૂપેશ પર બીજા પક્ષના લોકોએ હુમલો કર્યો હતો. રૂપેશ હાલમાં બીરગંજની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ હિંસા બાદ હિન્દુઓએ બીરગંજમાં પ્રદર્શન કર્યું અને દુકાનો બંધ કરાવવાનો પ્રયાસ કર્યો. જોકે, સુરક્ષા દળોએ તેમને રોક્યા હતા. આ પછી સ્થાનિક તંત્રએ શાંતિ રેલીનું આયોજન કર્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp