કેમ વિરોધ વચ્ચે એક લાખ વાંદરા ચીન મોકલી રહ્યું છે શ્રીલંકા?

આર્થિક સંકટથી ઝઝૂમી રહેલું શ્રીલંકા એક લાખ ટોક મકાક વાંદરા ચીન મોકલવાનું છે. જો કે, આ નિર્ણયનો પર્યાવરણ ગ્રુપ વિરોધ કરી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, શ્રીલંકાના કૃષિ મંત્રાલયના એક અધિકારી ગુણદાસા સમરસિંઘેએ કહ્યું કે, એવું ઝૂલોજિકલ ગાર્ડન સાથે જોડાયેલી એક ચીની કંપનીના અનુરોધ બાદ કરવામાં આવી રહ્યું છે. અમે એક લાખ વાંદરા એક સાથે મોકલવાના નથી. એમ કરવામાં આવી રહ્યું છે કેમ કે દેશના ઘણા હિસ્સામાં વાંદરાઓના કારણે પાકને ખૂબ નુકસાન થઈ રહ્યું છે. વધુ ખેતીવાળા વિસ્તારથી જ વાંદરા મોકલવામાં આવશે.

ટોક મકાક શ્રીલંકન સ્થાનિક વાંદરા છે, જ્યાં સ્થાનિક રૂપે તેને ‘રિલેવા’ નામથી ઓળખવામાં આવે છે. શ્રીલંકાની યોજના 1 લાખ ટોક મકાક વાંદરા ચીન મોકલવાની છે. ગયા અઠવાડિયે શ્રીલંકન કૃષિ મંત્રી મહિન્દા અમરવીરાએ કહ્યું હતું કે, એક લાખથી વધારે વાંદરાઓને ચીની પ્રાણીસંગ્રહાલયમાં સેટલ કરવાનો પ્લાન બનાવવામાં આવી રહ્યો છે. તે (ચીન) આ વાંદરાઓને પોતાના પ્રાણીસંગ્રહાલયો માટે ઇચ્છે છે. જો કે, શ્રીલંકા લગભગ બધા જીવિત પ્રાણીઓના નિકાસ પર પ્રતિબંધ લગાવે છે, પરંતુ પ્રસ્તાવિત વેચાણ એવા સમયમાં થયું છે, જ્યારે દેશ પોતાના સૌથી ખરાબ આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે.

ભયંકર આર્થિક સંકટથી ઝઝૂમી રહેલા શ્રીલંકાએ આ વર્ષે પોતાની સંરક્ષિત લિસ્ટમાંથી ઘણી પ્રજાતિઓને હટાવી દીધી હતી, જેમાંથી તેમની ત્રણેય વાંદરાની પ્રજાતિઓ સાથે મોર અને જંગલી ડુક્કર પણ સામેલ છે. કહેવામાં આવે છે કે વાંદરા આ આર્થિક સંકટ વચ્ચે પાકોને ખાવા માટે પણ ચર્ચામાં આવ્યા હતા. જો કે, વાંદરાઓને ચીન મોકલવાના નિર્ણયનો મોટા પ્રમાણમાં વિરોધ જોવા મળી રહ્યો છે. શ્રીલંકાના અધિકારીઓના જણાવ્યા મુજબ, વાંદરાઓની સંખ્યા 2-3 મિલિયન છે.

આ નિર્ણયને લઈને કોલંબોમાં ઉપસ્થિત ચીની એમ્બેસીએ કહ્યું કે, તેઓ આ બાબતને લઈને કોઈ પ્રકારની જાણકારી રાખતા નથી. વન્યજીવ સંરક્ષણ કાયદો અને કાયદાનું પ્રવર્તન બાબતોમાં ચીનને દુનિયાના ટોપ દેશોમાંથી એકના રૂપમાં જોવામાં આવે છે. શ્રીલંકાથી એક લાખ વાંદરા ચીન મોકલવાની અટકળો દરમિયાન કેટલાક લોકોએ આશંકા વ્યક્ત કરી છે કે ચીન આ વાંદરાઓનો ઉપયોગ માંસ માટે કરી શકે છે. જો કે, કૃષિ મંત્રી મહિન્દાએ એવી કોઈ સંભાવનાથી ઇનકાર કર્યો છે. શ્રીલંકામાં વાંદરાઓને પકડવાથી લઈને ચીન લઈને જવા સુધીનો બધો ખર્ચ ચીન ઉઠાવશે?

About The Author

Related Posts

Top News

AMCમાં સંકલનનો અભાવ? 16 બ્રિજ પર ભારે વાહનો માટે લગાવેયલો પ્રતિબંધ હટાવાયો; R&B કમિટીના ચેરમેન બોલ્યા- 'કદાચ કમિશનરે લગાવ્યા હશે..'

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ફરી એકવાર પોતાના જ નિર્ણયોમાં ગંભીર સંકલનના અભાવને કારણે ચર્ચા છે. અમદાવાદના 16 બ્રિજ પર...
Gujarat 
AMCમાં સંકલનનો અભાવ? 16 બ્રિજ પર ભારે વાહનો માટે લગાવેયલો પ્રતિબંધ હટાવાયો; R&B કમિટીના ચેરમેન બોલ્યા- 'કદાચ કમિશનરે લગાવ્યા હશે..'

શિક્ષણ મંત્રીએ 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનું બિલ રજુ કર્યું, જાણો તે કયા ફેરફારો લાવશે અને તેની અંદર કયા વિવાદો છે

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને લોકસભામાં 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનો નવો કાયદો રજૂ કર્યો. આ કાયદાનો હેતુ...
Education 
શિક્ષણ મંત્રીએ 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનું બિલ રજુ કર્યું, જાણો તે કયા ફેરફારો લાવશે અને તેની અંદર કયા વિવાદો છે

લોકસભામાં ભારે હોબાળા વચ્ચે VB-G RAM G રજૂ કર્યું, કોંગ્રેસ બોલી- ‘ગ્રામ પંચાયતનો અધિકાર છીનવી રહી છે સરકાર’; કેન્દ્રએ આપી આ દલીલ

મંગળવારે ભારે હોબાળા વચ્ચે વિકસિત ભારત-ગેરન્ટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન બિલ 2025 એટલે કે ‘VB-G RAM G’ બિલને લોકસભામાં...
Politics 
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે VB-G RAM G રજૂ કર્યું, કોંગ્રેસ બોલી- ‘ગ્રામ પંચાયતનો અધિકાર છીનવી રહી છે સરકાર’; કેન્દ્રએ આપી આ દલીલ

શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને મોટી રાહત મળી છે. દિલ્હીની એક કોર્ટે ગાંધી પરિવાર વિરુદ્ધ EDની ફરિયાદ પર ધ્યાનમાં...
Politics 
શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો
Copyright (c) Khabarchhe All Rights Reserved.