ચીનમાં કોરોના આઉટ ઓફ કંટ્રોલ, સ્ટ્રેચર પર જ સારવાર આપવામાં આવી રહી છે

PC: euronews.com

ચીનમાં કોરોના વાયરસથી મચેલા કોહરામ વચ્ચે હવે હોસ્પિટલોમાં બેડ પણ ઓછા પડી રહ્યા છે. ચીનની રાજધાની બીજિંગમાં લગભગ દરેક હોસ્પિટલ ફુલ થઇ ગઇ છે. સ્થિતિ એ આવી ગઇ છે કે, હોસ્પિટલ પહોંચનારા દર્દીઓને હોસ્પિટલના કોરિડોરમાં જ સ્ટ્રેચર પર રાખવામાં આવી રહ્યા છે અને તેમને તેના પર જ ઓક્સિજન આપવામાં આવી રહ્યો છે. હોસ્પિટલ પહોંચનારા દર્દીઓમાં વધારે પડતા વૃદ્ધો છે.

ગુરુવારે બીજિંગમાં ચુઇયાંગ્લુ હોસ્પિટલમાં સવારે જ બેડ ફુલ થઇ ગયા છે. બીજી બાજુ એમ્બ્યુલન્સ દ્વારા દર્દીઓ સતત હોસ્પિટલમાં આવી રહ્યા છે. હોસ્પિટલની ક્ષમતા કરતા વધારે દર્દીઓના આવવાથી ડોક્ટરો અને નર્સો પર પણ દબાણ વધી ગયું છે. ચીનમાં કોરોના વાયરસના કેસ વધવાની સાથે સાથે મોતના આંકડા પણ વધી ગયા છે. જેના કારણે અંતિ સંસ્કાર કરવા માટે શ્મશાન ઘાટ પર પણ લાંબી લાઇન લાગી ગઇ છે.

સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા વીડિયોમાં તમે હોસ્પિટલના કરૂણ દૃશ્યો જોઇ શકો છો. બેડ ફુલ થયા બાદ દર્દીઓને જમીન પર સુવડાવીને સારવાર આપવામાં આવી રહી છે. ચીનમાં કોરોના વાયરસથી આ ભયાવહ સ્થિતિ હાલમાં સરકાર તરફથી હટાવવામાં આવેલી ઝીરો કોવિડ પોલિસી બાદ બનેલી છે. ઝીરો કોવિડ પોલિસીમાં ઢીલ આપ્યા બાદ સખત લોકડાઉનને અચાનક સમાપ્ત કરી દેવામાં આવ્યું છે. જે બાદ જ અચાનક કેસમાં વધારો નોંધાયો છે.

ચીનમાં કોરોના વાયરસના કેસ વધ્યા બાદ ભારત, અમેરિકા, કેનેડા સહિત કેટલાક દેશોએ ચીની યાત્રિઓ પર સખત કોવિડ ઉપાયોની પણ ઘોષણા કરી છે. ભારતે ચીની યાત્રિઓ માટે કેરોના નેગેટિવ રિપોર્ટ અનિવાર્ય કરી દીધો છે. જ્યારે, અમેરિકાએ પણ કેટલાક પ્રકારના પ્રતિબંધ લગાવ્યા છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના પ્રમુખે બુધવારે કહ્યું કે, આખા ચીનમાં કોરોના વાયરસના વિસ્ફોટક પ્રસાર અને સરકારના આંકડાના ઘટાડા વચ્ચે એજન્સી ચીનમાં લોકોના જીવન માટે જોખમને લઇને ચિંતિત છે.

WHOના મહાનિર્દેશક ટ્રેડોસ અઘનોમ ઘેબ્રેયસસે કહ્યું કે, એજન્સીએ હાલમાં જ ચીની અધિકારીઓ સાથે મુલાકાત કરી જેથી હોસ્પિટલમાં દાખલ થવાનો દર અને આનુવાંશિક અનુક્રમ સહિત કોવિડ 19ના કેસ વિશે વધારે જાણકારી શેર કરવાના મહત્વને રેખાંકિત કરવામા આવી શકે. તેમણે કહ્યું કે, 2019ના અંતમાં મહામારીના શરૂ થયા બાદથી જ વૈશ્વિક સ્તર પર તેમાં ઘટાડો ચાલુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp