એક લાખની ટિકિટ ખરીદીને 5000 KM દૂર છોકરાને મળવા પહોંચી છોકરી

PC: dailymail.co.uk

એક છોકરી અંદાજે 5000 કિલોમીટરની યાત્રા કરીને એક છોકરાને પહેલીવાર મળવા પહોંચી, પછી તે છોકરા સાથે તેને પ્રેમ થઇ ગયો. ઓનલાઇન ચેસ રમતી વખતે છોકરી તેને ઓનલાઇન મળી હતી. ઓનલાઈન વાતચીતમાં છોકરાએ બ્રિટનના પબની પ્રશંસા કરી, આ સાંભળીને છોકરી ન્યૂયોર્કથી માન્ચેસ્ટર પહોંચી ગઈ હતી.

ફેલિસિયા ડિસાલ્વો (21) ન્યૂયોર્કની રહેવાસી છે. ઓનલાઈન ચેસ રમતા તેની ફ્રેન્ડશીપ જક બ્રોડહર્સ્ટ સાથે થઇ. જકે ફેલિસિયા સાથે વાતચીતમાં વેદરસ્પૂન્સ (Weatherspoons) પબની જબરદસ્ત પ્રશંસા કરી હતી. આ જ વાત સાંભળીને તે હજારો કિલોમીટરનું અંતર નક્કી કરીને બ્રિટન પહોંચી અને જક સાથે મુલાકાત કરી. જક સાથેની મુલાકાત પ્રેમમાં બદલાઈ ગઈ.

પાંચ દિવસ ફેલિસિયા બ્રિટનમાં રહી, આ પાંચ દિવસ તે જકની સાથે વેધરસ્પૂન્સ પબની માન્ચેસ્ટરમાં રહેલી ‘ધ મૂન અંડર વોટર’ બ્રાન્ચમાં ગઈ. પબમાં તેમણે ફિશ એન્ડ ચિપ્સ વગેરે ખાધું. આ મુલાકાત દરમિયાન જ ફેલિસિયાનું દિલ જક પર આવી ગયું અને તે તેને પ્રેમ કરવા લાગી ગઈ.

22 વર્ષના જકે જણાવ્યું કે, તે હંમેશાં જ વેધરસ્પૂન્સ પબની પ્રશંસા કરતો હતો, તે જણાવે છે કે, આ પબ કેટલું શાનદાર છે? જકને આ વાતની પૂરો વિશ્વાસ હતો કે, ફેલિસિયાને પબનો માહોલ ખૂબ જ પસંદ આવશે. જો કે, જક આ પણ ઈચ્છતો હતો કે, બંને એક-બીજાની સામે-સામે બેસીને વાતો કરે, જેથી એક-બીજાને જાણી શકે.

ફેલિસિયાનો ફ્લાઈટનો ખર્ચો 1 લાખ રૂપિયા થયો છે. તેણે કહ્યું કે, જ્યારે તે પબમાં પહોંચી તો મને ખૂબ જ સારું લાગ્યું. અહીં પહોંચીને તે વિચારી રહી હતી કે, આવો પબ અમેરિકામાં પણ હોવો જોઈએ. એમ તો, ફેલિસિયા ફરીથી યોર્કમાંના વેધરસ્પૂન્સ પબમાં જવા વિશે વિચારી રહી છે. જક આ જ શહેરમાં મનોવિજ્ઞાનનું શિક્ષણ મેળવવા જવાનો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp