26th January selfie contest

કારમાં રોમાન્સ કરી રહ્યું હતું કપલ, કાર આંચકીને ચોર ભાગ્યા, કપડા પણ લઈ ગયા

PC: haribhoomi.com

પ્રેમની લાગણી ખૂબ સારી હોય છે. પ્રેમમાં લોકો એકબીજામાં ગળાડૂબ થઇ જાય છે. નવા યુગલો તો એકબીજાને સ્પર્શ્યા વિના રહી શકતા નથી. પરંતુ યુગલો માટે અંતર જાળવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો આમ ન થાય તો કપલ મુશ્કેલીમાં મુકાઈ જાય છે. પાછલા દિવસોમાં, બ્રાઝિલમાં એક એવી ઘટના બની કે જે નવા કપલ માટે એક ઉદાહરણ રૂપ હતી. ત્યાં એક કપલ સાથે જે બન્યું તેણે બધાને ચોંકાવી દીધા હતા. રાત્રે એક કપલ પોતાની કારની અંદર બેસીને રોમાન્સ કરી રહ્યું હતું. પછી તેમની સાથે એવી ઘટના બની કે, જેને તેઓ પોતાની આખી જિંદગીમાં ક્યારેય પણ ભૂલી નહિ શકે, ખરેખર વાત એમ હતી કે, ગુનેગારોએ એક નિર્જન જગ્યાએ પાર્ક કરેલી કારમાં કપલને રોમાન્સ કરતાં જોયો. ત્યારબાદ તેમણે દંપતીનું પર્સ અને મોબાઈલની તો ચોરી કરી જ હતી, પરંતુ બંનેના કપડા પણ લઈ ફરાર થઈ ગયા હતા.

આ ઘટના 17 ઓગસ્ટે બ્રાઝિલની છે, જેના CCTV ફૂટેજ હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ કપલ સફેદ રંગની કારની અંદર રોમાન્સ કરી રહ્યું હતું. પછી ચોરોનું એક જૂથ તેમને ઘેરી લે છે. ચોરોએ દંપતીના પૈસા અને કપડાં લૂંટી લીધા હતા અને તેમને નગ્ન હાલતમાં રસ્તાની વચ્ચે છોડી દીધા હતા.

એક અહેવાલ મુજબ આ ઘટના રાત્રે લગભગ 9.30 વાગ્યે બની હતી. કાર એક નિર્જન જગ્યાએ પાર્ક કરી હતી. અંદર એક કપલ હાજર હતું. પછી ચોરોનું એક જૂથ તેમના પર હુમલો કરે છે. ગુનેગારોએ પહેલા પાર્કિંગમાં પાર્ક કરેલી કારની બારી પર હાથ પછાડ્યા હતા. પછી એક વ્યક્તિ બળજબરીથી કારનો દરવાજો ખોલે છે, જ્યારે બીજો દંપતીનો સામાન છીનવી લે છે. કપલ જ્યારે આનો વિરોધ કરે છે તો તેઓ તેમને ધમકાવવા લાગે છે. ત્યારપછી કપડા પહેર્યા વગર અંદર બેઠેલા કપલને ખેંચીને બહાર કાઢે છે અને તેમની કાર પણ લઇ લે છે. ચોરોએ તેને લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. કપલની કાર છીનવીને ભાગી જતાં તેઓએ કપલના કપડાં બારીમાંથી ફેંકી દીધા હતા. જે બાદ કપાળે તરત જ તેમના કપડા ઉપાડી લીધા અને પહેર્યા. જો કે કારની અંદર તેમના કેટલાંક કપડા હજુ પણ રહી ગયા હતા.

ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા બાદ પોલીસે અજાણ્યા ગુનેગારો સામે ગુનો નોંધ્યો છે. પીડિત દંપતી કોણ હતું અને દુષ્કર્મ કરનારા કોણ હતા તે હજુ સુધી જાણી શકાયું નથી. રિપોર્ટ અનુસાર બ્રાઝિલમાં સાર્વજનિક સ્થળે સેક્સ કરવું ગેરકાયદેસર છે. આવી સ્થિતિમાં દંપતીને દંડની સાથે જેલની સજા પણ ભોગવવી પડી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp