સેટેલાઇટ તસવીરથી ચીનના જુઠ્ઠાણાનો પર્દાફાસ, કોરોનાથી પરિસ્થિતિ વણસતા રેકોર્ડ મોત

PC: indiatoday.in

કોરોનાથી ચીનમાં પરિસ્થિતિ બેકાબૂ ચાલી રહી છે, એવી સ્થિતિ બની ગઇ છે જે કોરોનાના શરૂઆતી વર્ષ દરમિયાન પણ જોવા મળી નહોતી. ચીનમાં આ સમયે રેકોર્ડ મોતો થઇ રહ્યા છે, રેકોર્ડ દર્દી હૉસ્પિટલમાં દાખલ થઇ રહ્યા છે, પરંતુ ચીન રેકોર્ડ માનવાનો ઇનકાર કરી રહ્યું છે. આંકડા એ હદ સુધી છુપાવવામાં આવી રહ્યા છે કે, સ્થિતિને સમજવા માટે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) માટે પણ પડકાર બની ગયો છે, પરંતુ હવે સેટેલાઇટ તસવીરો સામે આવી ગઇ છે. એ તસવીરોમાં ઘાટો બહાર લાંબી લાઇન નજરે પડી રહી છે. રેકોર્ડ મોતોની હકીકત સામે આવી રહી છે.

હવે આ ચિંતાજનક ટ્રેન્ડ વચ્ચે ચીનની આંકડા છુપાવનારી બીમારીને એ પ્રકારે સમજી શકાય છે કે, તેની તરફથી અત્યારે પણ દાવો થઇ રહ્યો છે કે દેશમાં માત્ર 5,200 લોકોના કોરોનાથી મોત થયા છે. ચીનનું કહેવું માનીએ તો જ્યારે દેશમાં કોરોને પોતાની દસ્તક દીધી, ત્યારથી માત્ર 5,200 લોકોએ આ વાયરસના કારણે પોતાનો જીવ ગુમાવ્યો, પરંતુ ચીનના આ દાવાઓથી વિરુદ્ધ ઇન્ટરનેશનલ એજન્સીઓ દ્વારા જે પ્રોજેક્શન જાહેર કરવામાં આવ્યા છે તે બતાવવા માટે પૂરતા છે કે ચીનમાં પરિસ્થિતિ બેકાબૂ થઇ રહી છે.

એજન્સીઓ મુજબ, અત્યારે એક તરફ કુલ 5,000 મોતો અને બીજી તરફ એક દિવસમાં એટલા જ મોતો થવાના આંકડાઓનું આ અંતર બતાવવા માટે પૂરતું છે કે ચીન અત્યારે પણ આ જોખમને સમજ્યું નથી અને દુનિયાને માત્ર ભરમાવવાનું કામ કરી રહ્યું છે. મેક્સર ટેક્નોલોજી તરફથી સેટેલાઇની જે તસવીરો શેર કરવામાં આવી છે, તેમાં ઘણા પ્રકારના બદલાવ જોવા મળી રહ્યા છે. બીજિંગ સીમા પાસે એક નવું સ્મશાન ઘાટ બનાવી દેવામાં આવ્યું છે. Kunming, Nanjing, Chejing Chengdu, Tangshan અને Huzho જેવી જગ્યાઓ પર સ્મશાન ઘાટ બહાર ગાડીઓની લાંબી લાઇનો જોવા મળી રહી છે.

એ વાતના પણ પુરાવા મળી ગયા છે કે, ચીનની સ્વાસ્થ્ય સેવાઓ ડગમગી ગઇ છે. ત્યાં દર્દીઓ માટે બેડ નથી, જરૂરી દવાઓ પૂરતી નથી અને માત્ર ભીડ વધતી જઇ રહી છે. હવે ચીનથી આવેલી આ સેટેલાઇટ તસવીરો હકીકત રજૂ કરે છે. ચીનની જિનપિંગ સરકારે કેટલીક એવી ભૂલ પણ કરી છે જે આ કોરોના વિસ્ફોટ માટે જવાબદાર છે. એ વાત સમજવી જરૂરી છે કે ચીનમાં થોડા મહિનાઓ અગાઉ સુધી ઝીરો કોવિડ પોલિસી સખત લાગૂ રાખવામાં આવી હતી. એ પોલિસી છે જેના કારણે એક કોરોનો એક કેસ સામે આવ્યા બાદ લોકડાઉનની જાહેરાત કરી દેવામાં આવી હતી, એવામાં સખત પ્રતિબંધો વચ્ચે રહેવા મજબૂર કરવામાં આવ્યા હતા.

હવે જ્યારે એ પ્રતિબંધોના બોઝથી પરેશાન થઇને લોકોએ રોડ પર વિરોધ દર્શાવ્યો તો ચીનની સરાકરે પણ ઝૂકવું પડ્યું. એક બાદ એક ઝીરો કોવિડ પોલિસીમાં ઘણા પ્રકારની છૂટ આપવામાં આવી. પરિણામ એ આવ્યું કે ચીનમાં કોરોનાના રેકોર્ડ કેસ આવી રહ્યા છે, મોતો પણ એટલા થઇ રહ્યા છે જે પહેલા ક્યારેય થયા નથી. આગામી દિવસોમાં રાહત મળશે એવી કોઇ પ્રોજેક્શન સામે આવી રહ્યા નથી.

ચીનમાં આ સમય પરિસ્થિતિ વધારે ચિંતાજનક એટલે પણ બની ગઇ છે કેમ કે અહીં વૃદ્ધોની મોટી વસ્તીને અત્યાર સુધી કોરોનાની વેક્સીન લગાવવામાં આવી નથી. કેમ કે જમીન પર એટલી કડકાઇ રહી, આ કારણે ચીનના લોકોમાં કોરોનાને લઇને હર્ડ ઇમ્યુનિટી પણ ન બની શકી. એક્સપર્ટ્સ માને છે કે, તે પણ કોરોના વિસ્ફોટનું એક મોટું કારણ છે. WHO આ જ કારણે ચીનને સતત કહી રહ્યું છે કે તે યોગ્ય આંકડા જાહેર કરે. કોરોનાની અસલી સ્થિતિ બતાવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp