મહિલા ભિખારી પાસેથી કરોડો રૂપિયાની રોકડ, લક્ઝરી કાર મળી, પોલીસે કરી કાર્યવાહી

PC: aajtak.in

રસ્તાના કિનારે ભીખ માંગતી મહિલા પાસેથી મોટી રકમ મળી આવી છે. એટલું જ નહીં તેની પાસેથી એક લક્ઝરી કાર પણ મળી આવી છે. જ્યારે પોલીસ તેની ધરપકડ કરવા પહોંચી તો તે આશ્ચર્યચકિત થઈ ગઈ. એવું કહેવામાં આવ્યું હતું કે, જ્યારે મહિલાને ભીખ માંગવા માટે દૂર સુધી જવું પડતું હતું ત્યારે તે કારનો ઉપયોગ કરતી હતી.

રોડ કિનારે ભીખ માંગતી મહિલાની ધરપકડ કરીને પોલીસ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. મહિલા પાસેથી મોટી રકમની રોકડ મળી આવી છે. એટલું જ નહીં તેની પાસેથી એક લક્ઝરી કાર પણ મળી આવી છે. મામલો સંયુક્ત આરબ અમીરાતના અબુધાબીનો છે.

સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર, હાલમાં જ અબુ ધાબી પોલીસે એક મહિલાની ધરપકડ કરી છે. તેની પાસેથી એક લક્ઝરી કાર અને ઘણી રોકડ મળી આવી છે. પકડાયેલી મહિલા દરરોજ અલગ-અલગ જગ્યાએ ભીખ માંગતી હતી અને પછી પોતાની લક્ઝરી કારમાં ઘરે પરત આવતી હતી.

આવું ઘણા વર્ષોથી આવું ચાલી રહ્યું હતું. પરંતુ એક દિવસ એક વ્યક્તિને તેના પર શંકા ગઈ. તેણે સ્ત્રીને ભીખ આપી હતી. તેણે તેની દેખરેખ શરૂ કરી દીધી, ત્યાર પછી મહિલાનો પર્દાફાશ થયો હતો અને મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. તપાસ દરમિયાન પોલીસને તેના ઘરમાંથી કરોડો રૂપિયા મળી આવ્યા હતા.

એવું કહેવામાં આવ્યું હતું કે જ્યારે મહિલાને ભીખ માંગવા માટે દૂર સુધી જવું પડતું હતું ત્યારે તેણે કારનો ઉપયોગ કર્યો હતો. બાકીનો સમય તે કાર પાર્કિંગમાં પાર્ક કરતી રહેતી. હાલ મહિલા સામે કાર્યવાહી કરીને રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે. તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે મહિલા દરરોજ નવા કપડાં પહેરીને આવતી હતી, પરંતુ ભીખ માંગવા માટે તે ગંદા કપડા પહેરતી હતી. પોલીસે તમામ રકમ જપ્ત કરી લીધી છે અને મહિલાને જેલમાં મોકલી દેવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરના મહિનાઓમાં અબુ ધાબી પોલીસે 159 ભિખારીઓની ધરપકડ કરી છે. જેમાં એક મહિલા પાસેથી કરોડો રૂપિયા રિકવર કરવામાં આવ્યા છે. અધિકારીઓના મતે, ભીખ માંગવી એ એક સામાજિક શ્રાપ છે જે કોઈપણ સમાજની પ્રતિષ્ઠિત છબીને કલંકિત કરે છે. UAEમાં ભીખ માંગવી એ ગુનો છે.

આ કેસમાં દોષિત વ્યક્તિએ ત્રણ મહિનાની જેલની સાથે 1 લાખ રૂપિયાનો દંડ ભરવો પડી શકે છે. જ્યારે, સંગઠિત ભીખ માંગવા માટે છ મહિનાની જેલ અને 22 લાખ રૂપિયાના દંડની જોગવાઈ છે.

અબુ ધાબીની પોલીસે પહેલેથી જ કહ્યું હતું કે, તેણે જાહેર સલામતી સુનિશ્ચિત કરવા અને ભીખ માંગવા જેવી ખરાબ વર્તણૂકને રોકવા માટે UAEમાં તેના પ્રયાસો ઝડપી કર્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp