ડાબરના આ પ્રોડક્ટ્સને લઇને અમેરિકા-કેનેડામાં 5400 કેસ, કેન્સર થવાનો આરોપ

PC: cloudinary.com

ડાબર ઇન્ડિયાની 3 વિદેશી સહયોગી કંપનીઓ પર અમેરિકા આ કેનેડામાં કેસ દાખલ કરવામાં આવ્યા છે. ડાબરની સહયોગી કંપનીઓ હેર રિલેક્સર પ્રોડક્ટ્સથી ગર્ભાશય કેન્સર અને હેલ્થ સાથે જોડાયેલી અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ બનવાના આરોપોમાં કેસનો સામનો કરી રહી છે. કંપની પર અમેરિકા અને કેનેડામાં સંઘીય અને રાજ્યની કોર્ટોમાં ઘણા કેસ દાખલ કરવામાં આવ્યા છે, જે કંપનીઓ પર કેસ દાખલ કરવામાં આવ્યા છે, તેમાં નમસ્તે લેબોરેટરીઝ LLC, ડર્મોવિવા સ્કીન એસેન્શિયલ્સ ઇંક અને ડાબર ઇન્ટરનેશનલ લિમિટેડ છે.

આ સમાચાર બાદ ગુરુવારે ડાબર ઇન્ડિયાના શેર દબાવમાં નજરે પડ્યા. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર તે 2 ટકાથી વધુ તૂટીને 523ની આસપાસ ટ્રેડ કરી રહ્યા હતા. તેમનો 52 વીકનો 503.65 રૂપિયા અને હાઇ 610.75 રૂપિયા છે. આરોપ છે કે આ સબ્સિડિયરિસ કંપનીના હેર રિલેક્સર પ્રોડક્ટ્સથી ગર્ભાશય કેન્સર થઇ રહ્યું છે.

ડાબર ઇન્ડિયા તરફથી મોડી રાત્રે શેર બજારને આપવામાં આવેલી જાણકારીમાં કહેવામાં આવ્યું છે કે, અમેરિકા અને કેનેડામાં સંઘીય અને રાજ્ય બંને કોર્ટોમાં કેસ દાખલ કરવામાં આવ્યા છે. કંપનીએ જણાવ્યું કે, મલ્ટી ડિસ્ટ્રિક્ટ લિટિગેશનમાં લગભગ 5,400 કેસ છે. જેમાં નમસ્તે, ડર્મોવિવા અને DINTL સાથે કેટલીક અન્ય ઉદ્યોગ કંપનીઓને આરોપી બનાવવામાં આવી છે. કેસના આ ચરણમાં વળતર, દંડ વગેરેના કારણે કંપની પર અપેક્ષિત નાણાકીય પ્રભાવને લઇને ડાબરે કહ્યું કે, સેટલમેન્ટ કે નિર્ણયના પરિણામના કારણે એવો કોઇ પણ પ્રભાવિત નિર્ધારિત કરવામાં આવી રહ્યા નથી.

કંપનીએ જણાવ્યું કે, હેર રિલેક્સ પ્રોડક્ટને લઇને કેટલાક ગ્રાહકોએ આરોપ લગાવ્યા છે કે તેમાં એવા રસાયણ છે, જેના યુઝથી ગર્ભાશય કેન્સર અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ થઇ શકે છે. હાલના રિપોર્ટ મુજબ, ડાબર ઇન્ડિયાની 27 સહયોગી કંપનીઓ છે. આ કંપનીઓએ વર્ષ 2022-23માં કંપનીની ઇન્ટિગ્રેટેડ ઓપરેશન્સથી આવકમાં 26.60 ટકાનું યોગદાન આપ્યું હતું. આ આખા મામલે ડાબરે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, આ આરોપોની પુષ્ટિ થઇ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp