તાલિબાની ચીફનો ખતરનાક ઇરાદો, આખી દુનિયામાં લાગૂ કરવા માગે છે શરિયા કાયદો

PC: dnaindia.com

અફઘાનિસ્તાનમાં સત્તા હાંસલ કર્યા બાદ જ તાલિબાને ફરીથી પોતાનો રંગ દેખાડવાનો શરૂ કરી દીધો છે. સત્તામાં આવ્યા બાદ શરિયત કાયદાને પ્રાથમિકતા આપવા સાથે જ ઘણા એવા ફરમાન લાગૂ કર્યા છે, જેનાથી સામાન્ય જનતાને ખૂબ પરેશાન થવું પડ્યું છે. મહિલાઓના શિક્ષણ અને તેમના કપડાં સાથે જોડાયેલા ફરમાન જાહેર કરીને પહેલા જ તાલિબાને અફઘાનિસ્તાનની જનતામાં ડરનો માહોલ બનાવી દીધો છે. હવે તાલિબાની મુખિયાએ એક એવું નિવેદન આપ્યુ છે જેથી તેનો ખતરનાક ઇરાદો સામે આવ્યો છે.

મુલ્લા હિબતુલ્લાહ અખૂંદાજાદાએ કહ્યું કે, અફઘાનિસ્તાનમાં જ નહીં, આખી દુનિયા પર શરિયા કાયદો લાગૂ કરવામાં આવશે. તાલિબાનના સુપ્રીમ લીડર મુલ્લા હિબતુલ્લાહ અખૂંદાજાદાએ અફઘાનિસ્તાન બહાર શરિયા કાયદાને લાગૂ કરવાનો પોતાનો ખતરનાક ઇરોદો જગજાહેર કરી દીધો છે. ઉલ્લેખનીય છે કે તાલિબાન અફઘાનિસ્તાનમાં જ્યારથી સત્તામાં આવ્યું છે. તે પોતાની વ્યવસ્થાઓના કારણે એક શાનદાર ઢાંચો બનાવી શક્યું નથી, તાલિબાનના નેતાઓમાં સામાન્ય સહમતી નથી, જેના કારણે મોટા ભાગે તેમની વચ્ચે મારામારી થતી રહે છે.

આ બધી વસ્તુઓથી સ્પષ્ટ જાણવા મળે છે કે અત્યાર સુધી તાલિબાન પોતાનું ઘર સંભાળી શક્યું નથી, પરંતુ તેનું સપનું આખી દુનિયા પોતાના હિસાબે ચલાવવાનું છે. તાલિબાનના સુપ્રીમ લીડર મુલ્લા હિબતુલ્લાહ અખૂંદાજાદાએ કાબુલમાં ઇસ્લામિક વિદ્વાનોને આપેલા એક ભાષણમાં કહ્યું કે, અફઘાન જિહાદની સફળતાનો અર્થ અફઘાનો માટે ગર્વ અને ગૌરવ નથી. તેની જગ્યાએ આ બધા મુસ્લિમો માટે ગૌરવ છે. આ આખી દુનિયાના મુસ્લિમોની ઇચ્છા રહી છે એટલે તમારી જવાબદારી માત્ર અફઘાનિસ્તાનમાં શરિયત લાગૂ કરવાની નથી, પરંતુ એ તમારી જવાબદારી છે કે દુનિયામાં શરિયા લાગૂ થાય.

શરિયા કેવી રીતે લાગૂ કરવામાં આવશે તેના પર તાલિબાની નેતા મુલ્લા હિબતુલ્લાહ અખૂંદાજાદાએ જણાવ્યું હતું. સાચા શરિયા માત્ર વિદ્વાનો અને શાસકોના એકીકરણ દ્વારા જ લાગૂ કરી શકાય છે. એ સિવાય તેમણે મધ્યસ્થ સરકારની દરેક સંસ્થામાં વિદ્વાનોને સામેલ કરવા પર ભાર આપ્યો. જેથી શરિયા સારી રીતે લાગૂ કરી શકાય. મહિલાઓના શિક્ષણ પર પ્રતિબંધ લગાવ્યા બાદ તાલિબાનના જ ઘણા નેતા મુલ્લા હિબતુલ્લાહ અખૂંદાજાદાની નિંદા કરી રહ્યા છે. તેના પર મુલ્લા હિબતુલ્લાહ અખૂંદાજાદાએ કહ્યું કે, લોકો આવીને સીધા વાત કરે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp