2 સંતાનો-પતિને છોડી દીપિકા પાટીદારે કર્યુ ધર્મ પરિવર્તન, કુવૈત જઇને નઝીરા બની ગઇ

PC: opindia.com

પહેલા સીમા હૈદર પછી અંજૂ અને હવે રાજસ્થાનની દીપિકા ચર્ચામાં આવી છે. બે સંતાનો અને પતિને તરછોડીને દીપિકા તેના પ્રેમી ઇરફાન હૈદર સાથે કુવૈત પહોંચી ગઇ છે અને ઇસ્લામ ધર્મ અંગીકાર કરી લીધો છે.તેણીએ એક વીડિયો વાયરલ કરીને પોતાની મરજીથી ઇસ્લામ ધર્મ સ્વીકાર્યો હોવાની વાત કરી છે.

રાજસ્થાનના આદિવાસી વસ્તી ધરાવતા ડુંગરપુર જિલ્લાની દીપિકા પાટીદારે  તેના પ્રેમી ઈરફાન હૈદર સાથે કુવૈતમાં ધર્મ પરિવર્તન કર્યું છે. દીપિકા તેના બે બાળકો અને પતિને છોડીને લગભગ દોઢ મહિના પહેલા ગુપચુપ કુવૈત ભાગી ગઇ હતી.તાજેતરમાં સોશિયલ મીડિયામાં ઈરફાન હૈદર સાથેના તેનો ફોટો જોયા બાદ પરિવારના સભ્યો સમાજના લોકો સાથે પોલીસમાં ફરિયાદ કરી હતી.

એ પછી દીપિકાએ 4.59 મિનિટનો ટિકટોક વીડિયો વાયરલ કરીને ઇસ્લામ ધર્મ કબુલી લીધો હોવાની વાત કરી છે.સાથે પોતાના પતિ અને સસરા સામે પણ ગંભીર આરોપો લગાવ્યા છે.

mukesh patidar

દીપિકા ડુંગરપુરના ભેમઇની રહેવાસી છે.પરિવારના લોકો હવે તેના ઘર વાપસીની માંગ કરી રહ્યા છે.પતિ મુકેશે 13 જૂને ચિતરી પોલીસ સ્ટેશનમાં દિપીકાના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.તેણી તેના બે સંતાનો અને પતિને છોડીને હિંમતનગરના નવાઘરાના રહેવાસી ઇરફાન હૈદર સાથે કુવૈત ચાલી ગઇ હતી.પરિવારે ઇરફાન પર દીપિકાનું બ્રેન વોશ કરીને ધર્મ પરિવર્તન કરવાનો આરોપ લગાવ્યો છે.

જે બાદ દીપિકા પાટીદારનો એક ટિકટોક વીડિયો વાયરલ થયો છે. દીપિકાએ આ વીડિયોની શરૂઆત સલાવાલિક્કુમથી કરી છે.વીડિયોમાં દીપિકાએ પોતાનું નામ  નઝીરા જાહેર કર્યું છે. તેણે કહ્યું કે મારા ઘર છોડવા પાછળ ઘણા કારણો છે. હું ત્યાં ખૂબ જ અસ્વસ્થ હતી. મને ખબર નથી કે 10 વર્ષથી મારી સાથે શું થઈ રહ્યું હતું. મને બાળકો હોવાથી હું સહન કરતી હતી, પરંતુ હવે મારાથી તે સહન ન થયું એટલે મેં આ પગલું ભર્યું છે.

દીપિકાએ પોતાના સસરા સામે છેડછોડ કરતા હોવાનો આરોપ લગાવ્યો છે.પતિએ પણ સાથ નહોતો આવ્યો અને તેણે 5થી 7વખત આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાની વાત પણ દીપિકાએ કરી છે. પતિ મુકેશ કે જે મુંબઇની હોટલમાં કામ કરતો હતો ત્યાં લઇ જવા માટે પણ કહ્યું હતું, પરંતુ પતિએ કોઇ વાત સાંભળી નહોતી. અમારા પતિ-પત્ની જેવા રિલેશન રહ્યા જ નહોતા.

દીપિકાએ કહ્યું કે મને મારા બાળકો જીવથી પણ વ્હાલા છે, મારા પિયરના પરિવારને ટોર્ચર ન કરવામાં આવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp