સંસદમાં સ્વાસ્થ્ય નીતિ પર ચર્ચા, E-સિગારેટ પીતા કેમેરામાં કેદ થયા મહિલા સાંસદ

PC: youtube.com

એક સંસદમાં દેશની સ્વાસ્થ્ય નીતિ પર ચર્ચા ચાલી રહી હતી, જ્યાં લોકોના સ્વાસ્થ્યને સુધારવાના ઉપાયો પર ચર્ચા થઈ રહી હતી. આ દરમિયાન એક ચોંકાવનારી ઘટનાએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. હકીકતમાં, આ સત્ર દરમિયાન, એક સાંસદ કેમેરામાં વેપિંગ કરતા (ઇલેક્ટ્રોનિક સિગારેટ પીતા) પકડાયા હતા. આ તસવીર ઝડપથી વાયરલ થઈ ગઈ અને દરેક જગ્યાએ ચર્ચાનો વિષય બની ગઈ.

આ ઘટના 17 ડિસેમ્બરે કોલંબિયાની સંસદમાં બની હતી. રસપ્રદ વાત એ છે કે, આ દરમિયાન સંસદમાં સ્વાસ્થ્ય સુધારા પર ચર્ચા થઈ રહી હતી. ગ્રીન એલાયન્સ પાર્ટીના સાંસદ કેથી જુવિનાઓ સત્ર દરમિયાન કેમેરા વેપિંગ (ઈલેક્ટ્રોનિક સિગારેટ) પર કેદ થયા હતા. આ વીડિયો જોત જોતામાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો.

વીડિયોમાં જુવિનાઓને તેની સીટ પર ચોરી છુપે વેપિંગ કરતા જોઈ શકાય છે, અને જ્યારે તેમણે કેમેરાની નોંધ લીધી, ત્યારે તેઓ ઝડપથી તેમના વેપને છુપાવી દે છે. આ ઘટના કોલંબિયામાં એ સરકારી ભવનમાં બની હતી, જ્યાં વેપિંગ અને ધૂમ્રપાન પર સખત પ્રતિબંધ છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ જુવિનાઓએ 'X' પર માફી માંગી અને કહ્યું, 'હું નાગરિકોની માફી માંગુ છું અને આ ભૂલનું પુનરાવર્તન નહીં થાય. હું સંસદમાં મારી દલીલો સાથે મજબૂતીથી લડાતી રહીશ.'

આ ઘટના રાષ્ટ્રપતિ ગુસ્તાવો પેટ્રો દ્વારા વેપિંગ ઉપકરણોને નિયંત્રિત કરવા માટે એક કાયદો લાગુ કર્યાના થોડા મહિના પછી બની છે અને તેના પર લોકોની પ્રતિક્રિયાઓ સામે આવી છે. કેટલાક તેને પ્રોટોકોલનું ઉલ્લંઘન કહીને ટીકા કરી રહ્યા છે, જ્યારે અન્ય જુવિનાઓની માફી અને સત્યના સ્વીકારની પ્રશંસા કરી રહ્યા છે.

વેપ અથવા E-સિગારેટ એ ઈલેક્ટ્રોનિક સિગારેટ છે, જે દેખાવે સામાન્ય સિગારેટ જેવી લાગે છે, પરંતુ તેમાં તમાકુનો ઉપયોગ નથી કરાતો. તે એક ઇલેક્ટ્રોનિક ઉપકરણ છે, જે નિકોટિન અને સ્વાદયુક્ત પ્રવાહીને ગરમ કરે છે અને વરાળ ઉત્પન્ન કરે છે. આ વરાળ સામાન્ય ધુમાડા કરતા ઓછી હાનિકારક માનવામાં આવે છે, કારણ કે તેમાં તમાકુ સળગાવવાથી ઉત્પન્ન થતા હાનિકારક રસાયણો હોતા નથી.

ઈ-સિગારેટનું મુખ્ય ઘટક તેનું પ્રવાહી છે, જેમાં નિકોટિન, પ્રોપીલીન ગ્લાયકોલ અને ગ્લિસરીન હોય છે. જ્યારે વપરાશકર્તા તેનો કશ લે છે ત્યારે આ પ્રવાહી ગરમ થાય છે અને વરાળમાં ફેરવાય છે, જે વપરાશકર્તા શ્વાસમાં લે છે. તેમાં એક LED બલ્બ હોય છે, જે કશ લેતી વખતે લાઇટ ઝબકાવે છે, જેનાથી એવું લાગે છે કે, જાણે તમાકુ બળી રહી છે, જો કે તેમાં તમાકુ નથી હોતું. મીડિયા સૂત્રોના રિપોર્ટ અનુસાર, વેપમાં કેન્સર પેદા કરનારા તત્વો પણ હોય છે, જેમ કે ફોર્માલ્ડિહાઇડ. જ્યારે, WHOએ તેના પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp