સિગારેટના એક ટુકડાએ અમેરિકામાં સોલ્વ કરી દીધી 52 વર્ષ જૂની હત્યાકાંડનું કોકડું

PC: twitter.com/OneNorthAvenue

શું તમે વિચારી પણ શકો છો કે સિગારેટનો એક ટુકડો પણ હત્યારાની ઓળખ બતાવી શકે છે અને તે પણ 52 વર્ષ બાદ? કદાચ નહીં, પરંતુ અમેરિકામાં એમ હકીકતમાં થયું છે. અમેરિકામાં સિગારેટના એક નાનકડા ટુકડાએ 52 વર્ષ અગાઉ થયેલા હત્યાકાંડનું કોકડું સોલ્વ કરી દીધું છે. વોશિગ્ટન પોલીસની આ ઇન્વેસ્ટિગેશન થિયરી હવે આખી દુનિયા માટે ચર્ચાનો વિષય બની છે. અત્યાર સુધી અમેરિકામાં આ હત્યાકાંડ સૌથી રહસ્યમય બન્યો હતો.

એટલો લાંબો સમય વીતી ગયા બાદ કોઈએ સપનામાં પણ વિચાર્યું નહોતું કે હત્યાનું આ કોકડું પણ સોલ્વ થઈ શકે છે. હત્યારો એટલો ચાલાક હતો કે તેણે વૉશિંગ્ટન પોલીસ માટે કોઈ પણ પુરાવા છોડ્યા નહોતા, પરંતુ તપાસકર્તાઓએ સિગારેટના એક નાનકડા ટુકડાના સહારે ઇન્વેસ્ટિગેશન કરતા કરતા હત્યારા સુધી પહોંચી ગયા. આ કેસ સોલ્વ થયા બાદ જ આખી દુનિયામાં વૉશિંગટન પોલીસના વખાણ થઈ રહ્યા છે. આવો તો આપણે આ આર્ટિકલમાં જાણીએ કે શું હતો આખો મામલો.

અમેરિકામાં લગભગ 52 વર્ષ અગાઉ વોરમોન્ટ સ્કૂલની 24 વર્ષીય શિક્ષિકાની કોઈ અજાણ્યા વ્યક્તિએ હત્યા કરી દીધી હતી, પરંતુ હત્યારાએ કોઈ પરાવા છોડ્યા નહોતા. ઘણા વર્ષો સુધી તપાસ થવા છતા કોઈ પુરાવા પોલીસને મળ્યા નહોતા, પરંતુ શિક્ષિકાના શબ પાસે પડેલા સિગારેટના એક ટુકડાના સહારે જ્યારે પોલીસે તપાસ શરૂ કરી તો હત્યારા સુધી પહોંચવાનો રસ્તો ખૂલતો ગયો. આ સિગારેટનો ટુકડો શિક્ષિકાના અપાર્ટમેન્ટથી મળ્યો હતો, જેણે તપાસકર્તાઓને એ મકાનમાં ઉપરના ફ્લેટમાં રહેનારા પાડોશી સુધી પહોંચવામાં મદદ કરી.

તપાસકર્તાઓએ કહ્યું કે, પાડોશીએ પોતાની પત્ની સાથે થયેલા ઝઘડા બાદ શિક્ષિકાનું ગળું દબાવી દીધું હતું, પરંતુ જ્યાં સુધી પોલીસ હત્યારા સુધી પહોંચે તેના ઘણા વર્ષો અગાઉ જ તેનું મોત થઈ ચૂક્યું હતું. બર્લિંગ્ટન પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલા ટુકડાની DNA તપાસે તપાસકર્તાઓને હત્યારાઓ સુધી પહોંચાડી જ દીધા. તપાસ અધિકારીઓનો દાવો છે કે વર્ષ 1971માં જુલાઈની એક રાત્રે 70 મિનિટની અવધિ દરમિયાન રીરા કૂરન નામની શિક્ષિકાની હત્યા કરી દેવામાં આવી હતી.

વિલિયમ ડીરૂસના રૂપમાં ઓળખ થનાર શંકાસ્પદે એ રાત્રે પોતાના અપાર્ટમેન્ટને કુલ ડાઉન વીક માટે છોડ્યો હતો. તે એ સમયે 31 વર્ષનો હતો. ફરીને પરત આવ્યા બાદ તેણે પોતાની પત્ની સાથે 2 અઠવાડિયા સુધી કોઈને એ ન કહેવાની ચેતવણી આપી હતી કે તે એ રાત્રે બહાર ગયો હતો. કૂરનની હત્યા બાદ ડીરૂસ થાઈલેન્ડ જતો રહ્યો અને ભિક્ષુ બની ગયો, પરંતુ પછી તે અમેરિકા આવતો રહ્યો.

પોલીસે કહ્યું કે, વર્ષ 1986માં સાન ફ્રાન્સિસ્કોમાં માદક પદાર્થોની વધુ માત્રા લેવાના કારણે ડીરૂસનું મોત થઈ ગયું હતું. પોલીસનું કહેવું છે કે, મરવા અગાઉ કૂરને જોરદાર વિરોધ કર્યો હતો, પરંતુ તેનું ગળું દબાવી દેવામાં આવ્યું. આ હત્યાએ બર્લિંગ્ટનને હચમચાવી દીધું હતું. આ ઘટનામાં એકમાત્ર મહત્ત્વપૂર્ણ એક સિગારેટનો ટુકડો હતો, જે કૂરનના શરીર પાસે મળી આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp