કામના સમયે આવે છે ઊંઘ? જાપાનની આ ટેક્નોલોજીથી ઓફિસમાં ઉભા-ઉભા ઊંઘી શકશે કર્મચારી

PC: timesnownews.com

જાપાન પોતાની અનોખી ટેક્નોલોજી માટે જાણીતું છે અને હવે આ દેશ સ્ટેન્ડિંગ સ્લીપ પોડ્સ રજૂ કરવા માટે તૈયાર છે, જેથી કર્મચારીઓને એક પાવર નેપ મળી શકે. ટોક્યો સ્થિત ફર્નિચર સપ્લાયર ઇતોકી ઓફિસે દિવસ દરમિયાન એક પાવર નેપ લેવા ઇચ્છતા લોકો માટે એક સમાધાન રજૂ કર્યું છે. પ્લાયવુડ સપ્લાયર કોયોજુ ગોહાન KKના સહયોગથી હવે આ શક્ય બન્યું છે. જાપાનમાં કર્મચારીઓની વચ્ચે લાંબા સમય સુધી ઓફિસમાં કામ કરવું એક મુખ્ય ચિંતાનો વિષય રહ્યો છે અને બન્ને કંપનીઓ સમસ્યાનું એક સમાધાન આપવા માંગે છે.

આરામ માટે બાથરૂમમાં બંધ કરી લે છે કર્મચારીઓ

ફર્નિચર બનાવતી કંપની ઇતોકીના કોમ્યુનિકેશન ડાયરેક્ટર સાકો કાવાશિમાએ મીડિયાને જણાવ્યું, ‘જાપાનમાં ઘણા બધા લોકો છે કે જેઓ થોડા સમય માટે પોતાને બાથરૂમમાં બંધ કરી લે છે, જે મને યોગ્ય નથી લાગતું. આરામદાયક જગ્યાએ સૂવું વધુ સારું છે.’ વોટર હીટર જેવા દેખાતા ડિવાઇસને એ રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે તે સુનિશ્ચિત કરે છે કે માથું, ઘૂંટણ અને પીઠને સારી રીતે આરામદાયક ફિલ થઈ શકે, જેથી લોકો પડી જવાની ચિંતા કર્યા વિના સૂવા માટે પૂરતી આરામદાયક જગ્યાનો અનુભવ કરે. ડિઝાઇનર્સને આશા છે કે 'નેપ બોક્સ' જાપાનની ઓફિસ કલ્ચરને સંબોધવામાં મદદ કરશે.

જુઓ વીડિયો

જલ્દી જ જાપાનની ઘણી કંપનીઓમાં પહોંચી જશે આ મશીન

કાવાશિમાએ કહ્યું, ‘મને લાગે છે કે, ઘણા જાપાની લોકો કોઈપણ બ્રેક વિના સતત કામ કરે છે. અમે આશા રાખી રહ્યા છે કે, કંપનીઓ આરામ કરવા માટે આને હજુ વધુ લચીલી રીતે તેનો ઉપયોગ કરી શકે છે.’ સમગ્ર દુનિયામાં ઘણી કંપનીઓ કર્મચારીઓને લાંબા સમય સુધી કામ કરવામાં મદદ કરવા માટે નવી આઇડિયા લઈને આવી રહી છે. બેંગલુરુ સ્થિત એક સ્ટાર્ટ-અપ વેકફિટ પોતાના 600 કર્મચારીઓને પોતાની નવી ‘નેપ ટુ નેપ’નીતિ હેઠળ કામ પર ઊંઘવાની અનુમતિ આપે છે. મે મહિનામાં કર્મચારીઓને મોકલાવવામાં આવેલા આંતરિક Emailના મુજબ, વેકફિટના સહ-સંસ્થાપક ચૈતન્ય રામલિંગગૌડાએ જાહેરાત કરી કે સ્ટાફના સભ્યોને હવે કામ પર 30 મિનિટ સુધી ઊંઘ લેવાની મંજૂરી મળશે.

સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા એક સ્ક્રીનશોટમાં, રામલિંગગૌડાએ Emailમાં લખ્યું

પોતાના મેલમાં તેમણે કહ્યું, ‘શોધ પરથી ખબર પડે છે કે બપોરની ઊંઘ સ્મૃતિ, એકાગ્રતા, રચનાત્મકતા અને ઉત્પાદકતામાં મદદ કરે છે. નાસાના એક અભ્યાસ પરથી ખબર પડે છે કે 26 મિનિટની પાવર નેપ પ્રદર્શનને 33% સુધી વધારી શકે છે.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp