'લોકો ગમે તે કહે, પરવાહ નથી', મહિલાને 21 વર્ષ નાના છોકરા સાથે પ્રેમ થયો!
પ્યાર એક બાર હોતા હૈ ઔર શાદી ભી એક બાર... 'કુછ કુછ હોતા હૈ'નો આ ડાયલોગ ન તો આ ફિલ્મમાં ટકી શક્યો અને ન તો વાસ્તવિક જીવનમાં લાગુ પડે છે. વાસ્તવિક જીવનમાં લોકો ઘણી વખત પ્રેમમાં પડે છે અને ઘણી વાર લગ્ન કરે છે. આટલું જ નહીં, આમાં ઉંમરથી પણ કોઈ ફરક પડતો નથી. તેથી જ 46 વર્ષની મહિલા પોતાનાથી 21 વર્ષ નાના છોકરાની નવવધૂ બનવા જઈ રહી છે. ત્રીજી વખત, તે લગ્ન બંધને બંધાશે. યુવાનીની સીમા પાર કરી ચુકેલી મહિલાઓ આજે પણ ઘણી બોલ્ડ અને સેક્સી દેખાય છે.
46 વર્ષની એક મહિલા તેના કરતા 21 વર્ષ નાના છોકરાને ડેટ કરવા બદલ ટ્રોલ થઈ હતી. મહિલાના બે વખત છૂટાછેડા થઈ ચૂક્યા છે. હવે તે 25 વર્ષના છોકરાને ડેટ કરી રહી છે. તેણે ટ્રોલ કરનારાઓને જડબાતોડ જવાબ આપ્યો છે. મહિલાએ કહ્યું કે, લોકો શું વિચારે છે તેની તેને પરવા નથી. તે તેના જીવનસાથીને પ્રેમ કરવાનું ચાલુ રાખશે.
મહિલાનું નામ સારા પ્રિન્સેસ છે. તે અમેરિકાના મિશિગનની રહેવાસી છે અને વ્યવસાયે બ્યુટિશિયન છે. તેના બે લગ્ન તૂટ્યા બાદ સારા નવા જીવનસાથીની શોધમાં હતી. ત્યારે તે 25 વર્ષીય ટ્રેન્ટન અપશોને ઓનલાઈન મળી હતી. ટ્રેન્ટન સુથાર તરીકે કામ કરે છે.
તેઓ લગભગ 9 મહિના સુધી સોશિયલ મીડિયા પર વાત કરતા હતા. પછી તેઓ મળ્યા અને આ મુલાકાત ક્યારે પ્રેમમાં પરિવર્તિત થઈ તેની તેમને ખબર પણ ન પડી. હવે સારા અને ટ્રેન્ટન કહે છે કે, અમે એક ક્યારેય છુટા ન પડનારા કપલ બની ગયા છીએ. જોકે, સારાને આશા નહોતી કે તેનો નવો બોયફ્રેન્ડ તેના કરતા 21 વર્ષ નાનો હશે.
તેમની પ્રથમ મુલાકાત વિશે વાત કરતા સારાએ કહ્યું, જ્યારે મેં ટ્રેન્ટનને ગળે લગાવ્યો ત્યારે મેં મારી જાતને સુરક્ષિત મહેસુસ કરી. તેની હાજરી હૃદયને આરામ આપતી હતી. કંઈક તો અલગ હતું. આવી જાદુઈ લાગણી, જે મેં પહેલાં ક્યારેય અનુભવી ન હતી. એવું હતું કે અમને એકબીજા સાથે જ રહેવા માટે બનાવવામાં આવ્યા હતા.
આ રીતે, થોડા દિવસો પછી બંનેએ સાથે રહેવાનું નક્કી કર્યું. યુગલે ઉંમરને માત્ર એક સંખ્યા તરીકે લીધી અને ખુશીથી જીવન જીવવાનું શરૂ કર્યું. જો કે, જ્યારે તે સોશિયલ મીડિયા પર તેની તસવીરો શેર કરે છે, ત્યારે કેટલાક યુઝર્સ તેને ટ્રોલ કરે છે. પરંતુ ટ્રોલ્સથી ડર્યા વિના, આ કપલ તેમના જીવનમાં વ્યસ્ત છે.
સારાએ કહ્યું કે કોઈ ગમે તેટલું ટ્રોલ કરે, અમને કોઈ ફરક પડતો નથી. લોકોએ પોતાની વિચારસરણી બદલવી જોઈએ. સારાએ પોતાની સેક્સ લાઈફ વિશે પણ ખુલીને વાત કરી હતી. તેણે કહ્યું કે બધું બરાબર ચાલી રહ્યું છે. તેઓ ટૂંક સમયમાં લગ્ન કરવાનું વિચારી રહ્યા છે.
સારાને અગાઉના સંબંધથી બે બાળકો છે. એક 19 વર્ષનો છે જ્યારે બીજો 10 વર્ષનો છે. સારા કહે છે, ઉંમર માત્ર એક સંખ્યા છે, અમે તેનો પુરાવો છીએ. અમે એકબીજાને એટલો જ પ્રેમ કરીએ છીએ જેટલો અન્ય કપલ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp