ડેસ્ટિનેશન વેડિંગ માટે જવાનું હતુ કપલ, પણ શ્વાન ચાવી ગયો ગ્રૂમનો પાસપોર્ટ પછી...

PC: bostonherald.com

ચિકી નામના દોઢ વર્ષના ગોલ્ડન રિટ્રીવર પપ્પીએ પોતાના માલિકના લગ્નના થોડા દિવસ પહેલા તેનો પાસપોર્ટ ચાવી નાખ્યો. કપલના લગ્ન ઈટલીમાં થવાના છે. આ શ્વાને ડોનાટો ફ્રેટારોલી નામના વ્યક્તિના પાસપોર્ટનાં ઘણાં પાના ચાવી નાખ્યા. આ ઘટના પછી ફ્રેટારોલી અને તેની ફિયાન્સે માગ્દા માજરીનો લગ્ન સમારોહ મુશ્કેલીમાં મૂકાઈ ગયો છે. રિપોર્ટ અનુસાર તેમના લગ્ન 31 ઓગસ્ટના રોજ થવાના છે. કપલ અમેરિકાના બોસ્ટનમાં રહે છે.

ગુરુવારે કપલ સિટી હોલમાં પોતાના લગ્નનું ફોર્મ ભરવા ગયા હતા. પરત ફર્યા પછી તેમણે જોયું કે તેમના પાળતું પેટ ચિકીએ ફ્રેટારોલીનો પાસપોર્ટ ચાવી નાખ્યો છે. કપલ પાસપોર્ટને બદલાની કોશિશ કરી રહ્યા છે અને મદદ માટે સ્થાનિક અધિકારીઓ પાસે પહોંચ્યા છે.

ગ્રુમ ફ્રેટારોલીએ જણાવ્યું કે, હું જરા પરેશાન છું. સૌભાગ્યથી કોંગ્રેસી સ્ટીફન લિંચની ઓફિસ અને સેનેટર એડ માર્કીની ઓફિસ આ મામલાને લઇ ઘણાં સંવેદનશીલ રહ્યા. કાર્યવાહી ઝડપથી કરવા માટે અને નવો પાસપોર્ટ પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરવા માટે તેઓ મારા અને વિદેશ વિભાગના સંપર્કમાં છે. આશા છે કે બધુ સારું થઇ જાય.

આ કપલ આ શુક્રવારે ઈટલીથી રવાના થવાના છે. ગ્રુમે મીડિયા આઉટલેટને જણાવ્યું કે, જો તે ફ્લાઈટ પહેલા પાસપોર્ટ બદલાવી શક્યો નહીં તો તે ઘરે જ રહેશે અને તેની ફિયાન્સ અને ગેસ્ટ તેના વિના જ ઈટલી જશે. તેણે કહ્યું કે તો તેને લગ્ન માટે સમય પર પાસપોર્ટ ન મળી શક્યો તો તે અમેરિકા પરત ફરેલા તેના ગેસ્ટને વેડિંગ પાર્ટીમાં મળશે.

ખેર, લગ્નમાં ઘણીવાર વણ નોતરેલા મહેમાનો પણ આવી જતા હોય છે. ભારતમાં તો આવું જોવા મળતું રહે છે. પણ વિદેશોમાં પ્રાણીઓ પણ લગ્નમાં સામેલ થઇ જતા હોય છે. મોટે ભાગે ખાવાની લાલચમાં અમુક લોકો લગ્નમાં ઘૂસવા પહેલા જરા પણ વિચારતા નથી અને પકડાયા પછી લાખો બહાનાઓ કાઢે છે. હાલમાં જ એક આવો મામલો સામે આવ્યો. કોલારાડોના બોલ્ડર કાઉન્ટીમાં એક વેડિંગમાં કાળું રીંછ ઘૂસી આવ્યું. આ રીંછ લગ્નમાં ઘૂસી આવ્યું અને જોત જોતામાં મહેમાનોની સામે બધી મીઠાઇઓ ખાઈ ગયો. રીંછ એક લગ્નમાં ઘૂસી ગયો એની જાણ સ્ટાફ સિક્યોરિટી સુધી પહોંચી ગઇ અને તેમણે રીંછને ભગાવી દીધો. આ દરમિયાન રીંછ ટેબલ પર રાખેલી બધી મીઠાઇઓ ખાઈ ગયો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp