વિમાનમાં ઢિંગલી ભુલી ગઇ હતી, પાઇલોટે 6000 કિ.મી બાળકીના ઘરે જઇને પરત કરી

તમારી પ્રિય વસ્તુ વિમાનમાં ખોવાઇ જાય અને તેને પાછી મળવાની તમને અપેક્ષા નહી હોય અને એ વસ્તુ કોઇ તમને ઘરે આવીને પાછી આપી જાય તો સ્વાભાવિક રીતે તમારી ખુશીનો પાર ન રહે. એક બાળકી વિમાનમાં ઢીંગલી ભુલી ગઇ હતી જે તેને પાછી મળી ત્યારે તેણીએ રીતસરના ચિસાડા પાડ્યા હતા.

નાની છોકરીઓ ઢીંગલી સાથે રમવાનું પસંદ કરે છે. પણ એ જ ઢીંગલી ક્યાંક ખોવાઈ જાય તો દુખી થઇ જાય છે. છોકરીઓને ઢીંગલી એટલી ગમે છે કે તેઓ મોટે ભાગે ઢીંગલીને છાતી વળગાવીને જ રાખે છે. આવી જ એક 9 વર્ષની બાળકી પોતાની પસંદગીની ઢીંગલી સાથે ફ્લાઈટમાં ગઈ હતી.પરંતુ ઢીંગલીમાં વિમાનમાં ભુલાઇ ગઇ હતી. જ્યારે એ ઢીંગલી એ બાળકીને પાછી મળી ત્યારે તેની ખુશીની કોઇ સીમા નહોતી. જિંદગીની અમૂલ્ય વસ્તુ પાછી મળી તેવી ખુશી બાળકીના ચહેરા પર દેખાતી હતી.

એક બાળકી જ્યારે વિમાનમાં સફર કરતી હતી ત્યારે પોતાની ઢીંગલી ભુલી ગઇ હતી.પાયલોટે આ ઢીંગલી બાળકીને પહોંચાડવાનો નિર્ણય કર્યો અને જાપાનના ટોકિયોથી અમેરિકાના ટેક્સાસ સુધી 6,000 કિ.મી વિમાન ઉડાવીને બાળકીને ઘરે પહોંચ્યો હતો અને ઢીંગલી પાછી આપી હતી.

ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટ અનુસાર, જ્યારે અમેરિકન એરલાઈન્સમાં કામ કરતા જેમ્સ ડેનેનને સોશિયલ મીડિયા દ્વારા ખબર પડી કે વેલેન્ટિના નામની બેબી ડોલ ખોવાઈ ગઈ છે. ત્યારબાદ તેણે ટોક્યો હનેડા એરપોર્ટ પર તુર્કીશ એરલાઈન્સનો સંપર્ક કર્યો અને આમ ગુમ થયેલ ઢીંગલી મળી આવી. પાયલોટે ઢીંગલીની તસવીર લીધી અને વેલેન્ટિનાને આપવા ગયો.

ડેનેને કહ્યું,આ મારો સ્વભાવ છે, મને લોકોની મદદ કરવી ગમે છે. તે જ હું કરી રહ્યો છું હું ખરેખર ખુશ હતો કે હું કોઈના માટે કંઈક સારું કરી શકું છું. છોકરીને ત્રણ અઠવાડિયા પછી ઢીંગલી મળી. પાયલટનું ઘર તેના ઘરની નજીક છે.

પાયલોટે છોકરીને જાપાની ટ્રટ અને નકશો પણ ભેટમાં આપ્યો. પરિવારજનોએ તેમનો આભાર માન્યો હતો. છોકરી તેની શ્રેષ્ઠ મિત્ર (ઢીંગલીને) મળ્યા પછી ખુશીથી ઉછળી પડી હતી. બાય ધ વે, એરપોર્ટની એક પોલિસી છે કે જો મુસાફરી દરમિયાન કોઈનો સામાન ખોવાઈ જાય તો તે પેસેન્જરના સંપર્કના 3 મહિનાની અંદર પરત કરી દેવામાં આવે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.