લંડનથી બાગેશ્વરે ભક્તોને કહ્યુ- ચિંતા ન કરો, બ્રિટનથી કોહિનૂર ડાયમંડ લઇને જ આવીશ

PC: zeenews.india.com

મધ્ય પ્રદેશના બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી અત્યારે ઇંગ્લેંડની રાજધાની લંડનમાં છે અને અહીં તેઓ લોકોને રામ કથા સંભળાવી રહ્યા છે.તેમણે કથા દરમિયાન કહ્યુ કે, મારી પર અનેક લોકોનો ફોન આવી રહ્યા છે કે, બાબા, પાછા ક્યારે આવવાનો છો? ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે એ લોકોને મેં કહ્યું કે  હવે ઇંગ્લેંડમાં જ મન લાગી ગયું છે, ચિંતા નહીં કરો કોહિનૂર ડાયમંડ લઇને જ પાછો આવીશ. ધીરેન્દ્ર શાસ્ત્રીએ એમ પણ કહ્યું કે પહેલાં અંગ્રેજો આપણા દેશમાં આવીને બોલતા હતા અને આપણા દાદાઓ સાંભળતા હતા. ધીરેન્દ્ર શાસ્ત્રીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.

હવે આપણે ઇંગ્લેંડ આવીને બોલીએ છીએ અને આપણી વાત એ લોકો સાંભળે છે. પરંતુ આ લોકો ખૂબ જ સરસ છે. ઇંગ્લેન્ડ માટે શુભેચ્છા. તમને જણાવી દઈએ કે કોહિનૂર ડાયમંડ માત્ર વિશ્વના સૌથી સુંદર હીરામાંથી એક નથી, પરંતુ કિંમતની દ્રષ્ટિએ તે વિશ્વનો સૌથી મોંઘો હીરો પણ છે.

કોહિનૂર ડાયમંડ 105.6 કેરેટનો છે. કોહિનૂર ડાયમંડ વિશે એવું કહેવામાં આવે છે કે તેને ન તો કોઈએ ખરીદ્યો અને ન તો વેચ્યો તે કાં તો યુદ્ધમાં જીતવામાં આવ્યો હતો અથવા એક શાસક દ્વારા બીજાને ભેટ તરીકે આપવામાં આવ્યો હતો. આજે કોહિનૂર બ્રિટિશ તાજનું ગૌરવ છે અને તેને લંડનના ટાવરમાં રાખવામાં આવ્યો છે. હાલમાં કોહિનૂર હીરા બ્રિટિશ શાહી પરિવાર પાસે છે.

બાબા બાગેશ્વરની લંડનની રામ કથા પછી 5થી 7 ઓગસ્ટ દરમિયાન મધ્ય પ્રદેશના છીંદવાડામાં ધીરેન્દ્ર શાસ્ત્રીની કથાનું આયોજન કરવામાં આવ્યું છે. છિંદવાડાએ મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથનો ગૃહ વિસ્તાર છે. જાણવા મળેલી વિગત મુજબ છિંદવાડાના સિમરિયામાં અંદાજે 25 એકર જમીન ભાડે લેવામાં આવી છે. સિમરિયામાં જ કમલનાથે 108 ફુટ ઉંચી હનૂમાન ભગવાનની પ્રતિમા બનાવેલી છે, જેની સાથે જ એક મંદિર પણ બનાવ્યું છે. આ મંદિરની પાસે જ ધીરેન્દ્ર શાસ્ત્રીની રામ કથાનું આયોજન કરવામાં આવ્યું છે.

ધીરેન્દ્ર શાસ્ત્રીએ  UP ના ગ્રેટર નોઈડામાં 10 થી 16 જુલાઈ દરમિયાન રામ કથા કરી હતી. આ દરમિયાન તેમણે કેદારનાથમાં રીલ બનાવવા અંગે કહ્યું હતું કે મંદિર, તીર્થસ્થાન અને ગુરુનું સ્થાન. આ પ્રદર્શનનો વિષય નથી. દર્શનનો વિષય છે.ત્યાં તસ્વીરો લેશો નહીં. ભગવાનના ચરિત્રની તસ્વીર ખેંચો. ધર્મસ્થળો પર માણસે તસ્વીરો ખેંચવા ન જવું જોઇએ બલ્કે ચરિત્રના સિંચન માટે જવું જોઇએ એટલા માટે ભક્તોએ મંદિરની મુલાકાત અવશ્ય લેવી જોઈએ. પરંતુ શ્ર્ધધા માટે રીલ્સ માટે નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp