‘કોઈ પછતાવો નથી..’ 2 બાળકોને માતાએ મોતને ઘાટ ઉતાર્યા, જણાવ્યું શું હતી મજબૂરી

એક મહિલાએ પોતાના જ 2 બાળકોને નિર્દયી રીતે મોતને ઘાટ ઉતારી દીધા અને તેને તેનો કોઈ પછતાવો પણ નથી. તેનું કહેવું છે કે બંને બાળકો ખુશ છે. તેણે દાવો કર્યો કે, તે બાળકો સાથે સ્વર્ગમાં વાતચીત કરી ચૂકી છે. આ અગાઉ બાળકોને માર્યા બાદ તેણે કહ્યું હતું કે, ગુનો એટલે કર્યો કેમ કે કયામત આવવાની હતી અને તે બાળકોને બચાવવા માગતી હતી, મહિલાનું નામ લોરી વાલો ડેબેલ છે. તેણે કોર્ટમાં કેસને લઈને સુનાવણીમાં આ વાતો કહી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, 50 વર્ષીય ડેબેલને તેના 2 બાળકો 16 વર્ષીય પુત્ર જોશુઆ ડેબેલ અને 17 વર્ષીય દીકરી ટાયલી રયાનની હત્યા કરી અને પતિની પૂર્વ પત્ની ટેમી ડેબેલની હત્યાનું ષડયંત્ર રચવાની દોષી ઠેરવવામાં આવી છે.

ડેબેલે જણાવ્યું કે, ઈશુ મને જાણે છે અને ઈશુ મને સમજે છે. હું તમારા બધા સાથે શોક મનાવી રહી છું, જે મારા બાળકો અને ટેમી માટે શોકમાં છે. અહીં જે કંઈ થયું તેનું સત્ય ઈશુ મસીહ જાણે છે. આ કેસમાં કોઇની હત્યા થઈ નથી. આકસ્મિક મોત થાય છે, આત્મહત્યાઓ થાય છે, દવાઓના દુષ્પ્રભાવ થાય છે. ડેબેલે દાવો કર્યો કે, વર્ષ 2002માં પોતાની દીકરી ટાયલીને જન્મ આપતી વખત તેનું મોત થઈ ગયું હતું. જ્યારે ડૉક્ટર તેના પર કામ કરી રહ્યા હતા. તેણે કહ્યું કે, મને લાગ્યું કે, મારી આત્મા ફર્શ પર પડી રહી છે અને તે પાછી ફરવા અગાઉ પોતાના શરીરને જોઈ રહી છે.

તેણે કહ્યું કે, આ અનુભવના કારણે, મને સ્વર્ગ અને આધ્યાત્મિક દુનિયા સુધી પ્રાપ્ત થઈ છે. ત્યારથી મારી પોતાના બાળકો સહિત સ્વર્ગમાં રહેનારા લોકો સાથે ઘણી વખત વાતો થઈ છે. હું આ તથ્ય બાબતે જાણું છું કે મારા બાળકો આધ્યાત્મિક દુનિયામાં ખુશ અને વ્યસ્ત છે. ટાયલીએ પોતાના આખા જીવનમાં શારીરિક દર્દ ઝીલ્યા છે અને હવે તે જીવનના બધા દર્દથી આઝાદ છે. હું ધરતી પર એવી વ્યક્તિ છું જેને ખબર છે કે ટાયલીએ કેટલું બધુ સહ્યું છે. તેનું શરીર સારી રીતે કામ કરી રહ્યું નહોતું. તેણે કહ્યું કે, તેણે જોશુઆ સાથે પણ વાતચીત કરી છે અને કહ્યું કે, તે વ્યસ્ત છે, તેની પાસે કામ છે, જે તે ત્યાં કરે છે અને તે જ્યાં છે ત્યાં ખુશ છે.

ઈડાહો જિલ્લા કોર્ટના જજ સ્ટિવન બોયસે તેને પેરેલો વિના આજીવન કેદની સજા આપી છે. આ અગાઉ એક જજે તેના મોતની સજા ફગાવવા માટે બચાવ ટીમના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. ડેબેલ અને તેનો પતિ ચાડ ડેબેલ બાળકોને તપાસકર્તાઓને ખોટું બોલ્યા હતા. ટાયલી અને જોશુઆના શબ જૂન 2022માં ડેબેલના બેકયાર્ડમાં દફન મળ્યા હતા. સુનાવણી દરમિયાન ડેબેલની મિત્ર ગિબે જુબાની આપી હતી કે તેણે (ડેબેલ) અને તેના પતિ ચાડ ડેબેલે કહ્યું કે તેમના બાળકો ભૂત-પ્રેતવાળા વ્યક્તિ એક જોમ્બી હતા. કપલે કથિત રીતે દાવો કર્યો હતો કે, ખરાબ આત્માઓથી છુટકારો મેળવવા માટે બાળકોને મારવા જરૂરી છે.

About The Author

Top News

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-12-2025 દિવસ: બુધવાર મેષ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંબંધિત લોકો સાથે સંપર્ક...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.