ડ્રગ્સ આપીને બાળકોનો રેપ કરનારા કોચના ફોનમાંથી 100થી વધુ ફોટો-વીડિયો મળ્યા

અમેરિકાના ટેનેસીમાં એક હચમચાવી દેતો કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સા પછી લોકો પોતાના બાળકોને કોઈ કોચિંગ માટે મોકલવા કે નહીં તેના પર વિચાર જરૂર કરવા માંડશે. ટેનેસી રાજ્યના એક સ્થાનિક રેસ્ટોરન્ટમાં એક વ્યક્તિ પોતાનો ફોન ભૂલી ગયો હતો. રેસ્ટોરન્ટના કર્મચારીઓએ ફોનની તપાસ કરી, જેથી ખબર પડી શકે કે, આ ફોન કોનો છે. પણ ફોનમાં મળેલા ફોટો અને વીડિયો જોઇને તેમના હોંશ ઉડી ગયા. તે લોકોને ફોનમાં નાના બાળકોના આપત્તિજનક ફોટોઝ અને વીડિયોઝ મળ્યા. રેસ્ટોરન્ટે તરત પોલીસને જાણકારી આપી.
પોલીસ તપાસમાં ખબર પડી કે, આ ફોન ફુટબોલ કોચ કૈમિલો હર્ટાડો કેમ્પોસનો છે. કેમ્પોસ પર કમ સે કમ 10 બાળકોને ડ્રગ્સ આપવા અને તેમનો બળાત્કાર કરવાનો આરોપ લાગ્યો છે. ફ્રેન્કલિન પોલીસ વિભાગે 9મી જુલાઇના રોજ એક પ્રેસ રીલિઝમાં આ આખી ઘટનાની જાણકારી આપી. ન્યુઝ એજન્સીના એક રિપોર્ટ અનુસાર, કૈમિલોની ધરપકડ કરી લેવામાં આવી છે.
પોલીસની પ્રેસ રીલિઝમાં કહેવાયું છે કે, કૈમિલોના મોબાઇલ ફોનથી 100થી વધારે આપત્તિજનક ફોટોઝ અને વીડિયોઝ મળ્યા છે. આરોપ છે કે, કૈમિલોએ એ બાળકોનો બેહોશીની હાલતમાં બળાત્કાર કર્યો અને તેના ફોનમાં રેકોર્ડ કર્યું. આ દરેક બાળક લગભગ 9થી 17 વર્ષની ઉંમરનાં છે.
પોલીસે બે પીડિતિની ઓળખ પણ કરી લીધી છે અને અન્ય બાળકોની ઓળખ કરવાની કોશિશ કરી રહી છે. પોલીસે કહ્યું કે, યૌન શોષણના સમયે બાળકો બેહોશ હતા, તેથી બની શકે કે બાળકોને આ વિશે કંઇ ખબર ન હોય. કૈમિલો 20 વર્ષોથી ફ્રેન્કલિનમાં રહે છે. તે સ્કૂલના બાળકોને પોતાની ફૂટબોલ ટીમમાં દાખલ કરવા માટે સંપર્ક કરતો હતો. તેમનો વિશ્વાસ જીતતો અને તેમને પોતાના ઘરે બાલવતો, પોલીસે કહ્યું કે, આરોપી હર્ટાડો કેમ્પોસ પર વધુ આરોપ લગાવવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp