કાર માટે આ VIP નંબર લેવા ખર્ચ કરી નાખ્યા 122 કરોડ રૂપિયા

PC: twitter.com

નંબર પ્લેટ ગાડીની યુનિક ઓળખ હોય છે. કેટલાક લોકો VIP નંબર માટે ખૂબ પૈસા ખર્ચ કરે છે, પરંતુ એક વ્યક્તિએ તો કારના નંબર પ્લેટના શોખમાં 122 કરોડ રૂપિયા ખર્ચી નાખ્યા. તેણે સૌથી મોંઘી નંબર પ્લેટ ઓક્શન દરમિયાન પોતાના નામે કરી લીધી છે. સૌથી મોંઘા P7 નંબર પ્લેટ માટે એ વ્યક્તિએ 5.5 કરોડ દિરહમ ખર્ચ કરી દીધા. આ ઓક્શન દરમિયાન ઘણાં અન્ય નંબરોની પણ હરાજી કરવામાં આવી રહી હતી, પરંતુ P7 સૌથી મોંઘો સાબિત થયો. આ સૌથી મોંઘી નંબર પ્લેટે પોતાનું નામ ગિનીઝ બૂક વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાવી લીધો છે.

દુબઈના આ ખાસ નંબર માટે ખર્ચ કરવામાં આવેલા 122 કરોડ રૂપિયામાં ભારતમાં એક કારનો શૉ રૂમ પણ ખૂલી શકે છે. કોઈ પણ વ્યક્તિ આટલા પૈસાઓમાં મુંબઈના પોશ વિસ્તારમાં સારું ઘર ખરીદી શકે છે. P7 જ નહીં, પરંતુ જેટલા પણ નંબરોની હરાજી કરવાં આવી, બધા માટે ખૂબ બોલી લાગી અને લોકોએ પોતાના પસંદગીનો નંબર પ્લેટ માટે ખૂબ પૈસા લૂંટાવ્યા. રિપોર્ટ્સ મુજબ, શનિવારે રાત્રે થયેલી આ નંબર પ્લેટ્સની હરાજીમાં 1.5 કરોડ દિરહમથી તેના માટે બોલીની શરૂઆત થઈ હતી, પરંતુ સેકન્ડોમાં જ આ 3 કરોડ દિરહામના પાર પહોંચી ગઈ.

ત્યારબાદ આ બોલી 5.5 કરોડ દિરહમ પર પહોંચી ગઈ અને આ બોલી પેનલ 7વાળા વ્યક્તિએ લગાવી. ઉલ્લેખનીય છે કે, વ્યક્તિએ પોતાની બોલી ગુપ્ત રાખવાની માગ કરી હતી. ઉલ્લેખનીય છે કે, આ ઓક્શનનું આયોજન અમીરાત ઓક્શન, દુબઈના રોડ અને પરિવહન ઓથોરિટી અને દૂરસંચાર કંપનીઓ એતિસલાત તેમજ ડૂ દ્વારા કરવાની હતી. આ કાર્યક્રમ દુબઈના જુમેરાના ફોર સીઝન હોટલમાં કાર્યક્રમ રાખ્યો હતો. ખાસ વાત એ છે કે કારની નંબર પ્લેટ્સ સિવાય કાર્યક્રમમાં મોબાઈલ ફોન નંબરની પણ હરાજી કરવામાં આવી. રિપોર્ટ્સ મુજબ, હરાજીથી લગભગ 10 કરોડ દિરહમ એટલે કે લગભગ 2.7 કરોડ ડોલર એકત્ર કરવામાં આવ્યા. આ પૈસાઓનો ઉપયોગ રમઝાનમાં લોકોને ભોજન કરાવવા માટે થશે.

એક રિપોર્ટ મુજબ, બોલી લગાવનારા ઘણા લોકો વર્ષ 2008નો રેકોર્ડ તોડવા માગતા હતા, જ્યારે એક વ્યવસાયીએ અબુ ધાબીની નંબર 1 પ્લેટ માટે 5.22 કરોડ દિરહમની બોલી લગાવી હતી. આ હરાજીમાં પૂરા પૈસા ‘વન બિલિયન્સ મિલ્સ’ અભિયાનને સોંપી દેવામાં આવશે, જેની સ્થાપના વૈશ્વિક ભૂખમરીથી પહોંચીવળવાના ઉદ્દેશ્યથી કરવામાં આવી હતી. રમઝાનની દાન ભાવનાના અનુરૂપ, દુબઈના ઉપરાષ્ટ્રપતિ અને એક શાસક શેખ મોહમ્મદ બિન રાશીદ દ્વારા કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp