દુબઇના શેખે એક જિલ્લાનું ‘હિંદ શહેર’ કરી દીધું, શું ભારત સાથે કોઇ કનેકશન છે?

PC: curlytales.com

દુબઈના પ્રધાનમંત્રી શેખ મોહમ્મદ બિન રશીદ અલ મકતુમે તાજેતરમાં દુબઈ શહેરના એક જિલ્લાનું નામ બદલીને 'હિંદ શહેર' રાખ્યું છે. હિંદ-1, હિંદ-2, હિંદ-3 અને હિંદ-4  રાખવામાં આવ્યું છે.આ સમગ્ર વિસ્તાર લગભગ 84 કિ.મી.નો છે. આ વિસ્તાર સંયુક્ત આરબ અમીરાતના નાગરિકોનું ઘર છે અને અમીરાત રોડ, દુબઈ અલ આઈન રોડ અને જેબેલ અલી લેહબાબ રોડ દ્વારા જોડાયેલો છે. આ નવા નામની જાહેરાત પછી સોશિયલ મીડિયામાં ઘણા લોકો દાવો કરવા લાગ્યા કે આ શહેરનું નામ ભારતીય હિંદુઓના યોગદાન પર રાખવામાં આવ્યું છે. UAEમાં લાખો ભારતીય વસવાટ કરે છે

જ્યારે કેટલાક નિષ્ણાતોનું કહેવું છે કે દુબઈના શાસકે તેની પત્ની શેખ હિંદ બિન્ત મકતુમ બિન જુમાના નામ પરથી શહેરનું નામ 'હિંદ' રાખ્યું છે. દુબઈની મીડિયા ઓફિસે શહેરનું નામ બદલવાની જાહેરાત કરી. નિવેદનમાં અલ મિન્હાદ શહેરનું નામ બદલીને હિંદ કેમ રાખવામાં આવ્યું તેની કોઈ જાહેરાત કરવામાં આવી નથી. એટલું જ નહીં, પ્રાચીન કાળમાં સમગ્ર આરબ પ્રદેશમાં છોકરીઓ માટે હિંદ શબ્દનો વારંવાર ઉપયોગ થતો હતો. હિંદનો અર્થ 100 ઊંટ પણ થાય છે.

કોઇ વિસ્તારનું નામ બદવામાં આવ્યું હોય તેવું દુબઇમાં પહેલીવાર બન્યું નથી. વર્ષ 2010 પછી સૌથી મોટો નામ ફેરફાર બુર્જ ખલિફા છે, જે અગાઉ બુર્જ દુબઈ તરીકે ઓળખાતું હતું. UAEના રાષ્ટ્રપતિ શેખ ખલીફા બિન જાયદ અલ નાહયાનના કહેવા પર નામ બદલવામાં આવ્યું હતું.. વર્ષ 2022માં તેમનું અવસાન થયું હતું. કહેવામાં આવી રહ્યું છે કે દુબઈના શાસકની સુચના પર હિંદ સિટીનું નામ રાખવામાં આવ્યું છે.  હિંદ શહેરનું નામ રાખનારા શેખ મોહમ્મદ બિન રશીદ અલ મકતુમ,UAEના વડા પ્રધાનની સાથે સાથે સંરક્ષણ પ્રધાન છે.

શેખ મોહમ્મદ બિન રશીદ UAE ના ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ અને દુબઈના શાસક શેખ રશીદ બિન સઈદ અલ મકતુમના ત્રીજા પુત્ર છે. અલ મકતુમ એ વિશ્વના સૌથી પ્રભાવશાળી રિયલ એસ્ટેટ ડેવલપર્સમાંથી એક છે. દુબઈના વર્તમાન શાસકની પત્ની હિંદ બિન્ત મકતુમ તેના પરોપકારી સ્વભાવ માટે જાણીતી છે. તાજેતરમાં UAEમાં એક વિશાળ હિન્દુ મંદિરનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. અબુધાબીમાં એક બીજું મંદિર પણ બનાવવામાં આવી રહ્યું છે. UAEમાં લાખો ભારતીયો રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp