તુર્કીમાં ફરી ધરતીકંપનો આંચકો, અત્યાર સુધી 4360ના મોત, 15000 ઇજાગ્રસ્ત

PC: twitter.com/AFP

તુર્કી મંગળવારે ફરીથી ભૂકંપના ઝટકા અનુભવાયા. ભૂકંપની તીવ્રતા 5.9 હતી. તુર્કીમાં આ અગાઉ સોમવારે ભૂકંપના 3 તેજ ઝટકા અનુભવાયા હતા. તેમાં પહેલો ભૂકંપ સવારે 4:00 વાગ્યે 7.8ની તીવ્રતથી આવ્યો. તેણે સૌથી વધુ તબાહી મચાવી. ત્યારબાદ 7.5 અને 6ની તીવ્રતાના ભૂકંપ આવ્યા. તુર્કીમાં છેલ્લા 24 કલાકમાં 2,900 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. તો તુર્કી-સીરિયામાં અત્યાર સુધી 4360 લોકોના મોત થઈ ચૂક્યા છે. તુર્કીમાં 7 દિવસ માટે રાષ્ટ્રીય શોકની જાહેરાત કરવામાં આવી છે.

તુર્કીમાં સોમવારે સવારે 4:17 વાગ્યે ભૂકંપ આવ્યો હતો. તેની ઊંડાઈ જમીનથી 17.9 કિલોમીટર હતી. ભૂકંપનું કેન્દ્ર ગાઝિયાંટેપ પાસે હતું. તે સીરિયા બોર્ડરથી 90 કિલોમીટર દૂર સ્થિત છે. એવામાં સીરિયાના ઘણા શહેરોમાં પણ ભૂકંપના તેજ ઝટકા અનુભવાયા. તે તુર્કીમાં 100 વર્ષમાં સૌથી તીવ્રતવાળો ભૂકંપ કરવામાં આવી રહ્યો છે. US Geological સર્વે મુજબ ભૂકંપ બાદ 77 ઝટકા લાગ્યા. તેમાં એક ઝટકો 7.5 તીવ્રતાનો હતો, જ્યારે એક ઝટકો 6.0ની તીવ્રતાનો હતો. આ બધા ઝટકાનું કેન્દ્ર ગાઝિયાંટેપથી 90 કિલોમીટરના દાયરામાં હતા.

તુર્કીમાં અને સીરિયામાં આવેલા ભૂકંપ બાદ તબાહી મચેલી છે. બંને દેશોમાં અત્યાર સુધી 4,360 લોકો પોતાના જીવ ગુમાવી ચૂક્યા છે. ભૂકંપના કારણે કંપન એટલું તેજ હતું કે ઇમારત ગંજીપાનાં સમાન પડી ગઇ. તુર્કી પ્રશાસનનું કહેવું છે કે, અત્યાર સુધી 5606 ઇમારતો પડી ચૂકી છે.

તબાહીનો એ જ નજારો સીરિયામાં જોવા મળ્યો છે. તુર્કી અને સીરિયામાં અત્યાર સુધી 4360 લોકોના મોત થયા છે, જ્યારે 15,000 કરતા વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે સીરિયામાં સરકાર દ્વારા નિયંત્રિત વિસ્તારમાં 711 અને વિદ્રોહીઓના નિયંત્રણવાળા વિસ્તારમાં 740 લોકોના મોત થયા છે. સીરિયામાં 3531 લોકો, જ્યારે તુર્કીમાં 14,483 લોકો ઇજાગ્રસ્ત થયા છે.

તુર્કીના સ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યું કે, હવામાન અને અપત્તિનો દાયરો રેસ્ક્યૂ ટીમો માટે પડકાર ઉત્પન્ન કરી રહી છે. ખરાબ હવામાનના કારણે રેસ્ક્યૂ ટીમ હેલિકોપ્ટર પણ ઉડાણ ભરી શકતા નથી. એટલું જ નહીં, હાલમાં જ તુર્કી અને સીરિયાના ઘણા વિસ્તારોમાં ભારે બરફવર્ષા થઈ છે જેના કારણે તાપમાનમાં પણ ઘટાડો આવ્યો છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ ચેતવણી આપી છે કે તુર્કી અને સીરિયામાં આ વિનાશકારી ભૂકંપના કારણે આંકડો ઘણો બધો હોય શકે છે. તુર્કી અને સીરિયામાં ભૂકંપથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા 20,000 સુધી પહોંચવાની આશંકા વ્યક્ત કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp