તુર્કીમાં ફરી ભૂકપના ઝટકા અનુભવાયા, ભારતીય આર્મીની હૉસ્પિટલમાં પડી તિરાડ
તુર્કીમાં ફરી એક વખત ભૂકંપના ઝટકા અનુભવાયા છે. ભૂકંપના ઝટકા એટલા તેજ રહ્યા કે ભારતીય આર્મીની હૉસ્પિટલમાં પણ તિરાડ પડી ગઈ છે, કેટલીક અન્ય જગ્યાઓ પર પણ નુકસાનના સમાચાર મળી રહ્યા છે. આ સમયે સાવધાની રાખતા ભારતીય સેનાના જવાન પણ બિલ્ડિંગની જગ્યાએ ટેન્ટમાં રહે છે. લોકોને પણ એ જ અપીલ કરવામાં આવી રહી છે. તુર્કી અને સીરિયામાં થોડા દિવસ અગાઉ ભૂકંપે ભારે તબાહી મચાવી હતી. તબાહી એ હદ સુધીની થઈ કે મોતનો આંકડો 36,000 પાર કરી ગયો છે.
અત્યાર સુધી જમીન પર રેસ્ક્યૂ ચાલી રહ્યું છે અને સતત શબ બહાર કાઢવામાં આવી રહ્યા છે. આ રેસ્ક્યૂ મિશનમાં ભારતે તુર્કીની મદદ કરી છે. NDRFની ઘણી ટીમો પણ મોકલવામાં આવી છે, રાહત સામગ્રી પણ સતત પહોંચાડવામાં આવી રહી છે. ભારતીય સેનાએ તો તુર્કીમાં પોતાની હૉસ્પિટલ પણ બનાવી લીધી છે, જ્યાં ઇજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે. કેટલાક અન્ય દેશ પણ પોતાની તરફથી તુર્કીને સહાયતા મોકલી રહ્યા છે. અહીં એ સમજવું જરૂરી છે કે તુર્કીમાં પહેલા પણ ઘણી વખત ભૂકંપ આવ્યા છે, પરંતુ આ વખત ભૂકંપ વધુ તેજ રહ્યો અને તીવ્રતા 7ને પાર જતી રહી.
બે ઝટકાઓએ તુર્કી અને સીરિયાની તસવીર બદલી દીધી. ઇમરાતો ધ્વસ્ત થઈ ગઈ, લોકો કાટમાળમાં દબાઈ ગયા અને ઘણી જિંદગીઓ હંમેશાં માટે સમાપ્ત થઈ ગઈ. તુર્કીમાં ભૂકંપનો પહેલો ઝટકો 6 ફેબ્રુઆરીના રોજ સવારે 4:17 વાગ્યે આવ્યો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.8 મેગ્નિટ્યુડ હતી. ભૂકંપનું કેન્દ્ર દક્ષિણી તુર્કીનું ગાઝિયાટેપ હતું. લોકો પોતે સંભાળી શકે તે અગાઉ ભૂકંપનો વધુ એક ઝટકો આવ્યો, રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.4 મેગ્નિટ્યુડ હતી. ભૂકંપના ઝટકાઓનો દોર અહીં જ ન રોકાયો. ત્યારબાદ 6.5 તીવ્રતાનો વધુ એક ઝટકો લાગ્યો.
ભૂકંપના આ ઝાટકાઓએ માલાટ્યા, સનીલિઉર્ફા, ઓસ્માનિએ અને દિયારકિર સહિત 11 પ્રાંતોમાં તબાહી મચાવી દીધી. સાંજે 4:00 વાગ્યે ભૂકંપનો વધુ એક એટલે કે ચોથો ઝટકો આવ્યો. કહેવામાં આવી રહ્યું છે કે આ ઝટકાએ જ સૌથી વધુ તબાહી મચાવી. ત્યારબાદ દોઢ કલાક બાદ સાંજે 5:30 વાગ્યે ભૂકંપનો પાંચમો ઝટકો લાગ્યો, અગાઉ વર્ષ 1999માં પણ તુર્કીમાં ભારે તબાહી જોવા મળી હતી, ત્યારે ભૂકંપે 18,000 લોકોના જીવ લઈ લીધા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp