ઈટાલીના આકાશમાં દેખાયો રહસ્યમય લાલ રંગનો ઘેરો, થોડી જ સેકેન્ડમાં ગાયબ થયો

PC: livescience.com

ઈટાલીમાં 27 માર્ચના રોજ આકાશમાં એક લાલ રંગનો ઘેરો નજરે પડ્યો હતો. તેજીથી ચમકતો આ લાલ ઘેરો થોડી જ સેકન્ડ માટે આવ્યો હતો અને પછી ગાયબ થઈ ગયો. લોકોને લાગ્યું કે, આ કોઈ એલિયન યાન (UFO) છે. જો કે, મોટા ભાગના લોકો જોઈ ન શક્યા, પરંતુ નેચર ફોટોગ્રાફર વૉલ્ટર બિનોટ્ટો આ નજારાને કેમેરામાં કેદ કરવામાં સફળ રહ્યા. તેમને આ નજારો ઉત્તરી ઈટાલી પોસાનો વિસ્તારની ઉપર નજરે પડ્યો. આ લાલ રંગનો ઘેરો 360 કિલોમીટર વ્યાસનો હતો. એટલે કે આવડા મોટા વિસ્તારમાં ફેલાયો હતો એટલે આખા મધ્ય ઈટાલી ઉપર.

સ્પેસવેધર ડોટ કોમના રિપોર્ટ મુજબ, આ લાલ રંગનો ઘેરો ઇલેક્ટ્રોમેગ્નેટિક પલ્સના કારણે બન્યો હતો, જેની ફ્રિક્વેન્સી ઘણી ઓછી છે. તેને શોર્ટ ફર્મમાં ELVE કહેવામાં આવે છે. ELVE વાયુમંડળના સ્ટ્રેટોસ્ફેયર કે મિસોફેરિક વિસ્તારમાં જટિલ તોફાનોમાંથી નીકળતું ઇલેક્ટ્રિફિકેશન છે, જેને SPRITE કહેવામાં આવે છે. એ ત્યારે થાય છે જ્યારે આકાશમાં વીજળી આયનોસ્ફેયરમાં ઇલેક્ટ્રોમેગ્નેટિક પલ્સ છોડે છે. એ જમીન ઉપર 80 થી 644 કિલોમીટર ઊંચાઈ સુધી બની શકે છે.

તે સામાન્ય રીતે મિલિસેકન્ડ્સમાં જ સમાપ્ત થઈ જાય છે. ક્યારેક ક્યારેક એક બે સેકન્ડ સુધી રહે છે. તેને સેટેલાઇટ્સ દ્વારા જ જોઈ શકાય છે. પહેલી વખત તેને વર્ષ 1990માં NASA સ્પેસ શટલમાં લાગેલા કેમેરાએ કેપ્ચર કર્યું હતું. વોલ્ટર બિનોટ્ટો દ્વારા લેવામાં આવેલી આ તસવીર જમીનથી લેવામાં આવેલી અત્યાર સુધીનો બેસ્ટ ફોટોગ્રાફ છે. તેમણે જણાવ્યું કે, પોસાનોથી 280 કિલોમીટર દૂર દક્ષિણ-પૂર્વમાં અનકોના શહેરમાં થંડરસ્ટોર્મ આવ્યું હતું, જેના કારણે ઉત્પન્ન થયેલી ઇલેક્ટ્રોમેગ્નેટિક પલ્સથી એ લાલ ઘેરો બન્યો હતો.

થંડરસ્ટોર્મમાં જ્યારે વીજળી કડકે છે તો સામાન્ય રીતે એટલી તાકત હોતી નથી કે એવામાં ઇલેક્ટ્રોમેગ્નેટ પલ્સ છોડે, પરંતુ જો 10 ગણા વધારે હોય તો એવા પ્લસ ઉત્પન્ન થઈ શકે છે અને આ પ્રકારના ઘેરા બની શકે છે. પલ્સના કારણે ઉત્પન્ન થયેલા શોકવેવે જ્યારે આયનોસ્ફેયરને હિટ કર્યું તો એ ઘેરો બની ગયો. વૉલ્ટર બિનોટ્ટો વર્ષ 2019થી ELVEની તસવીરો લઈ રહ્યા છે, પરંતુ તેમણે અત્યાર સુધી આટલો મોટો પ્રકાશ જોયો નથી. એ પણ આટલો તાકતવાન અને લાલ રંગનો. આ પહેલા તેમણે ફેબ્રુઆરી 2021માં હવાઈ ઉપર લાલ રંગની સ્પ્રાઇટ તસવીર લીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp