BBCએ PM મોદી પર બનાવેલી ડોક્યૂમેન્ટ્રી ટ્વીટર પરથી હટવા પર એલન મસ્કે આપ્યો જવાબ

PC: bbc.com

એલન મસ્કનું હાલમાં જ ઓન એર થયેલું BBCનું ઇન્ટરવ્યૂ દરેક જગ્યાએ છવાયું છે. આ ઇન્ટરવ્યૂમાં એલન મસ્કે ઘણા વિષયો પર ખૂલીને વાત કરી. આ દરમિયાન BBC રિપોર્ટર દ્વારા એલન મસ્ક સાથે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર તેમના ગુજરાતના મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન થયેલા દંગાઓ પર આધારિત ડોક્યૂમેન્ટ્રી ટ્વીટર પરથી હટાવવાને લઈને સવાલ પૂછવામાં આવ્યો હતો, જેનો એલન મસ્કે જવાબ પણ આપ્યો હતો. ચાલો તો આ આર્ટિકલમાં જાણીએ એલન મસ્કે તેને લઈને શું જવાબ આપ્યો.

એલન મસ્ક છેલ્લા થોડા મહિનાઓથી સતત ચર્ચામાં બન્યો રહ્યો છે. ગયા વર્ષે 17 ઓક્ટોબરના રોજ 44 બિલિયન ડોલરમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટરને ખરીદ્યા બાદ જ એલન મસ્ક હજુ વધારે ચર્ચામાં છે. હાલમાં જ એલન મસ્કે બ્રિટિશ ન્યૂઝ એજન્સી BBCને એક ઇન્ટરવ્યૂ આપ્યું હતું. ઓન એર થયા બાદ જ એલન મસ્કનું આ BBC ઇન્ટરવ્યૂ દરેક જગ્યાએ છવાયું છે. આ ઇન્ટરવ્યૂમાં એલન મસ્કે ઘણા વિષયો પર ખૂલીને વાત કરી અને સવાલોના જવાબ આપ્યા. થોડા વિષયો પર એલન મસ્કે BBC રિપોર્ટરને આડે હાથ પણ લીધા.

આ ઇન્ટરવ્યૂ દરમિયાન રિપોર્ટરે એલન મસ્કને BBCની ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાતના મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન વર્ષ 2002માં થયેલા દંગાઓના સમયે તેમના નેતૃત્વ પર સવાલ ઉઠાવતા બનેલી ડોક્યૂમેન્ટ્રી પર પણ સવાલ પૂછ્યો હતો. BBCની નરેન્દ્ર મોદી અને ગુજરાત દંગાઓ દરમિયાન તેમના નેતૃત્વ પર સવાલ ઉઠાવતા તેમની ભૂમિકા પર બનેલી ડોક્યૂમેન્ટરીનો ભારત સહિત ઘણા દેશોમાં વિરોધ થયો હતો. ભારતમાં તેને બેન કરી દેવામાં આવી હતી.

આ ડોક્યૂમેન્ટ્રીના કેટલાક હિસ્સાને ટ્વીટર પરથી પણ હટાવી દેવામાં આવ્યો હતો. તેના પર BBC રિપોર્ટરે એલન મસ્કને સવાલ પૂછ્યો. BBC રિપોર્ટરે એલન મસ્કને પૂછ્યું કે, શું તેમણે ભારત સરકારના કહેવા પર આ નિર્ણય લીધો હતો? BBC રિપોર્ટરના સવાલ પર એલન મસ્કે જવાબ આપતા કહ્યું કે, મને આ બાબતે કોઈ જાણકારી નથી. ભારતમાં સોશિયલ મીડિયાને લઈને બનાવવામાં આવેલા નિયમ ખૂબ જ સખત છે. અમે કોઈ દેશના કાયદા વિરુદ્ધ નહીં જઈ શકીએ. જો આપણી સામે 2 રસ્તા હોય અથવા તો આપણાં કર્મચારીઓને જેલ જવું પડે કે પછી આપણે એ દેશના કાયદાને માનીએ. તો જાહેર વાત છે કે આપણે એ દેશના કાયદાને માનીશું. BBC પણ એ જ કરશે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp