ક્રોએશિયાની મોડલ બની સેક્સ ચેમ્પિયનશિપની વિજેતા, ઇનામમાં મળી આટલી રકમ

PC: dailymail.co.uk

આ મહિને 8 જૂનથી સેક્સ ચેમ્પિયનશિપની શરૂઆત થઈ હતી, જેની વિજેતા જાહેર કરવામાં આવી છે. ક્રોએશિયાની સ્વીટ મેરી આ સેક્સ ચેમ્પિયનશિપની વિજેતા બની છે. ક્રોએશિયામાં રહેતી સ્વીટનું અસલી નામ મારિજા જાદ્રવેક છે અને તે એક પ્રોફેશનલ મોડલ છે. જોકે, આ સેક્સ ચેમ્પિયનશિપ સાથે સંકળાયેલા ઘણા વિવાદ પણ સાંભળવા મળી રહ્યા છે. સેક્સ ચેમ્પિયનશિપમાં કુલ 16 પ્રતિભાગીઓએ ભાગ લીધો હતો. પરંતુ, કોમ્પિટિશનની વચમાં જ ઘણા પ્રતિભાગિઓએ પાછળ હટવાનો નિર્ણય કરી લીધો હતો, જેના કારણે સ્વીટ મેરી વિનર બની.

સ્વીટ મેરીને સેક્સ ચેમ્પિયનશિપ જીતવા પર 8 લાખ 60 હજાર પાઉન્ડ (89053000 રૂપિયા)ની ઇનામની રકમ મળી છે. તેમજ, આ ચેમ્પિયનશિપમાં ભાગ લેનારી મહિલા પ્રતિયોગીઓને દરરોજ 690 પાઉન્ડ (71423 રૂપિયા) જ્યારે, પુરુષોને 345 પાઉન્ડ (35719 રૂપિયા) આપવામાં આવવાના હતા, જેને લઇને વિવાદ થયો હતો.

છ અઠવાડિયા સુધી ચાલનારી આ ચેમ્પિયનશિપને લઇને કહેવામાં આવી રહ્યું છે કે, આ કોમ્પિટિશન ખૂબ જ ખરાબ રીતે ફ્લોપ રહી છે. આયોજકો પર આરોપ લગાવવામાં આવી રહ્યા છે તે, તેમણે પ્રતિભાગીઓ સાથે ઘણા હજાર પાઉન્ડની છેતરપિંડી કરી છે.

તેનાથી ઉલટ સ્વીટ મેરીનું કહેવુ છે તે, સેક્સ ચેમ્પિયનશિપના આયોજક ડ્રેગન બ્રેટિંકે સૌને એક ખૂબ જ સારું પ્લેટફોર્મ પૂરું પાડ્યું હતું. તેણે આ ચેમ્પિયનશિપમાં ભાગ લેવાના પોતાના અનુભવને શેર કરતા કહ્યું હતું કે, તેમા ભાગ લેવાનો અનુભવ ખૂબ જ મહાન રહ્યો હતો અને તે એવુ જણાવે છે જેને તે ફરીથી કરવા માંગે છે.

સ્વીટ મેરીએ કહ્યું કે, જ્યારે અમે આ ચેમ્પિયનશિપમાં ભાગ લઇ રહ્યા હતા તો અમને દરેક ટર્મ અને કંડિશન વિશે પહેલાથી જ ખૂબ જ સારી રીતે જણાવવામાં આવ્યું હતું કે, દરેક પ્રતિભાગીને કેટલી ચુકવણી કરવામાં આવશે અને વિજેતાને કેટલી રકમ મળશે. જોકે, હવે તેના પર વિવાદ થઈ રહ્યો છે.

અન્ય લોકોએ આ ચેમ્પિયનશિપને લઇને ફરિયાદ કરી કે તેમને શરૂઆતમાં પરિસરમાંથી નીકળવાની ના પાડવામાં આવી હતી. જોકે, બાદમાં એક કલાક બહાર જઇને હવા ખાવાની પરવાનગી આપી દેવામાં આવી. કેટલાકે આયોજકો પર એ આરોપ પણ લગાવ્યો કે તેમને એ જ બેડ પર સુવડાવવામાં આવતા હતા, જેના પર તેમને દિવસમાં 45 મિનિટ સેક્સ કરવા માટે કહેવામાં આવતું હતું.

હવે પછીની સેક્સ ચેમ્પિયનશિપ એશિયન સેક્સ ચેમ્પિયનશિપ હશે. પરંતુ, આવનારા સમયમાં તેને લઇને વધુ જાણકારી આપવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp