26th January selfie contest

પ્રેમને સરહદો પણ રોકી ન શકી, કન્યાને લાવવા જાન જોડી પાકિસ્તાન પહોંચ્યો વરરાજો

PC: tv9hindi.com

ભલે ભારત અને પાકિસ્તાન વચ્ચે અંતર છે. આમ છતાં બંને દેશોના લોકો એકબીજા પ્રત્યે પ્રેમ અને લાગણી વ્યક્ત કરતા રહે છે. જ્યારે, આવા અનેક પ્રસંગોએ સરહદની બંને બાજુથી પ્રેમનો સંદેશો આવતો રહ્યો છે. આ દરમિયાન ભારતનો એક યુવક તેના આખા પરિવાર સાથે પાકિસ્તાન પહોંચી ગયો હતો. પાકિસ્તાનના સુક્કરમાં રહેતી યુવતી સાથે લગ્નના બંધનમાં બંધાઈ ગયો.

સૂત્રો પાસેથી પ્રાપ્ત અહેવાલો અનુસાર, ભારતના મુંબઈમાં રહેતા મહિન્દ્ર કુમારે ગયા વર્ષે માર્ચ મહિનામાં સોશિયલ મીડિયા દ્વારા એક પાકિસ્તાની યુવતી સાથે મિત્રતા કરી હતી. આ પછી તે આખા પરિવાર સાથે એપ્રિલમાં પાકિસ્તાન ગયો અને સંજુ નામની હિન્દુ યુવતી સાથે લગ્ન કર્યા.

મુંબઈના મહિન્દ્ર કુમાર છેલ્લા એક વર્ષથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા સંજુ સાથે જોડાયેલા હતા. આ પછી તેમની મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ. જ્યારે, બંનેએ સાથે મળીને તેમના પરિવારને લગ્ન માટે મનાવી લીધા અને આખરે આ વર્ષે લગ્ન કરી લીધા.

મુંબઈના રહેવાસી મહિન્દ્ર કુમાર તેમના પરિવાર સાથે સંજુ કુમારી સાથે લગ્ન કરવા માટે સુક્કુર ગયા હતા. લગ્ન સુક્કુરના એક સ્થાનિક હોલમાં યોજાયા હતા, જેમાં દંપતીના સંબંધીઓ અને હિન્દુ સમુદાયના લોકોએ હાજરી આપી હતી. કાયદાકીય ઔપચારિકતાઓ પૂરી કર્યા બાદ સંજુ કુમારી તેના પતિ સાથે થોડા દિવસોમાં ભારત જવા રવાના થશે. દુલ્હનના માતા-પિતાએ જણાવ્યું કે, બંને સોશિયલ મીડિયા પર મિત્રો બન્યા અને લગ્ન કરવાનો નિર્ણય કર્યો. મીડિયાએ અહેવાલ આપ્યો કે ત્યાર પછી, પરિવારજનોએ વ્હોટ્સએપ દ્વારા એકબીજાનો સંપર્ક કર્યો અને લગ્ન સમારોહને આખરી ઓપ આપ્યો. લગ્ન સમારોહમાં હાજરી આપનાર સુક્કુરના ઐશ્વર લાલ માકેજાએ કહ્યું કે, પ્રેમને કોઈ સીમા નથી હોતી અને તેણે દંપતીને સુખી જીવનની શુભેચ્છા પાઠવી હતી.

આ પહેલીવાર નથી કે જ્યારે કોઈ ભારતીયે પાકિસ્તાનમાં રહેતી વ્યક્તિ સાથે લગ્ન કર્યા હોય. અગાઉ તાજેતરમાં જ ભારતના ચંદીગઢની રહેવાસી શહનાઝ નામની મહિલાએ પાકિસ્તાનના મૌલાપુરમાં રહેતા જીશાન નામના છોકરા સાથે લગ્ન કર્યા હતા. શહનાઝ અને જીશાન વચ્ચે લગ્ન સમારોહ માવલાપુરમાં થયો હતો અને બંને પાસે પોતપોતાના દેશના લીગલ પાસપોર્ટ હતા.

શહનાઝ અને ઝીશાનના લગ્ન વિશે માહિતી આપતાં પાકિસ્તાનની પોલીસે કહ્યું કે, એક ભારતીય યુવતી 28 ફેબ્રુઆરીએ પાકિસ્તાન આવી હતી અને હાલમાં તે દેશમાં જ રહે છે. તેણે કહ્યું કે, પોલીસ પાસે તેની હિલચાલ અને મુસાફરી સંબંધિત વિગતોનો સંપૂર્ણ રેકોર્ડ છે. જો કે હવે, સરહદ પાર લગ્નો થવા સામાન્ય વાત છે.

આનું સૌથી મોટું ઉદાહરણ પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક અને ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાના લગ્ન છે. સાનિયા મિર્ઝા ભારતના હૈદરાબાદની રહેવાસી છે, જ્યારે શોએબ મલિક પાકિસ્તાનના પંજાબ પ્રાંતના સિયાલકોટ શહેરનો રહેવાસી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp