સ્વીડનમાં થવા જઈ રહી છે સેક્સ ચેમ્પિયનશિપ, જાણો શું છે આ ખબરનું સત્ય

PC: dw.com

હાલમાં જ એક સમાચાર ચાલી રહ્યા હતા કે, સ્વીડને સેક્સને ગેમનો દરજ્જો આપી દીધો છે અને ત્યાં એક સેક્સ ટૂર્નામેન્ટ થવાની છે. ભારતીય મીડિયા સહિત ઘણા ઇન્ટરનેશનલ મીડિયા આઉટલેટ્સે પણ આ સમાચાર ચલાવ્યા. આ દાવાની તપાસ કરવામાં આવી. હાલમાં જ ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં હેડલાઇન હતી, સ્વીડન ટૂંક સમયમાં જ કરશે યૂરોપીય સેક્સ ચેમ્પિયનશિપની મેજબાની. રિપોર્ટ અનુસાર, સ્વીડને આધિકારીકરીતે સેક્સને ગેમની શ્રેણીમાં સામેલ કરી લીધુ છે. એ નક્કી કરવા માટે કે તેમા કોનું પ્રદર્શન સૌથી સારું છે, સ્વીડન ટૂંક સમયમાં જ એક ટૂર્નામેન્ટની મેજબાની કરશે. તેમા પ્રતિયોગી દરરોજ કોમ્પિટીશનમાં ભાગ લેશે, જે છ કલાક સુધી ચાલશે. જણાવવામાં આવ્યું કે, કોમ્પિટીશન 8 જૂનથી ગોથેનબુર્ગ શહેરમાં આયોજિત થવાની છે.

ઘણા મીડિયાએ અને સોશિયલ મીડિયાએ આ દાવાને છાપ્યો-લખ્યો. ભારત ઉપરાંત કેટલીક પાકિસ્તાની વેબસાઇટ્સે પણ આ સમાચાર ચલાવ્યા. એક ગ્રીક પોર્ટલે તો એવુ પણ લખ્યું કે, ગ્રીકના પ્રતિસ્પર્ધી તેમા ભાગ લેશે. દક્ષિણ આફ્રિકા, નાઇઝીરિયા, જર્મન મીડિયા હાઉસે તો આ સમાચારની સાથે એક પોલ પણ ચલાવ્યો, જેમા લોકોને પૂછ્યું, સેક્સને ગેમની માન્યતા આપવા અંગે તમે શું વિચારો છો?

પરંતુ, શું આ ખબર સાચી છે? એવો દાવો કરવામાં આવ્યો હતો કે, સ્વીડને આધિકારીક રીતે સેક્સને એક ગેમ તરીકે માન્યતા આપી છે અને તે આ અઠવાડિયે પહેલું સેક્સ ટૂર્નામેન્ટ આયોજિત કરવા જઈ રહ્યું છે.

જોકે, ફેક્ટ ચેકમાં આ દાવો ખોટો સાબિત થયો છે. સ્વીડનના ખેલ પ્રશાસને આવા કોઈપણ આયોજનનો ઇન્કાર કર્યો છે. સ્વીડિશ સ્પોર્ટ્સ કંફેડરેશનની પ્રવક્તા આના જેત્સમાને જણાવ્યું કે, આ આખી જાણકારી ખોટી છે. તેમણે પોતાના લેખિત નિવેદનમાં ડીડબ્લ્યૂને જણાવ્યું, હાલ કેટલાક આંતરરાષ્ટ્રીય મીડિયામાં સ્વીડન અને સ્વીડિશ ગેમ્સને લઇને ખોટા સમાચાર ફેલાવવામાં આવી રહ્યા છે. તેનું અમે પ્રબળતાથી ખંડન કરીએ છીએ.

યોટેબોગ્સ પોસ્ટન, સ્વીડિશ ભાષાના મુખ્ય અખબારો પૈકી એક છે. તેના સમાચાર અનુસાર, આ સમગ્ર ડ્રામાની પાછળ સ્વીડનના એક વ્યક્તિ દ્રાગન બ્રાતિચની ભૂમિકા છે. અખબાર અનુસાર, બ્રાતિજ ઘણા સ્ટ્રિપ ક્લબનો માલિક છે. તે ઇચ્છતો હતો કે સેક્સને ગેમનો દરજ્જો મળે. જાન્યુઆરી 2023માં તેણે સ્પોર્ટ્સ કંફડરેશનની સભ્યતા માટે અરજી કરી. સ્વીડિશ સ્પોર્ટ્સ કંફેડરેશને ડીડબ્લ્યૂ સાથે પુષ્ટિ કરી કે એક વ્યક્તિ હતો, જેણે દાવો કર્યો હતો કે કોઈ સેક્સ ફેડરેશન છે અને તેણે સભ્યપદ માટે અરજી પણ આપી. પરંતુ, મેમાં તેની અરજી રદ્દ કરી દેવામાં આવી.

CNBC સાથે સંકળાયેલા એક અન્ય પ્રમુખ ભારતીય મીડિયા હાઉસે પોતાના સમાચારમાં લખ્યું કે, ટૂર્નામેન્ટમાં કઈ રીતે ભાગ લેવો. સાથે જ, સમાચારમાં કથિક સ્વીડિશ સેક્સ ફેડરેશન સાથે સંકળાયેલા એક ઇ-મેલનો પણ ઉલ્લેખ હતો. રસપ્રદ એ છે કે, આ નામની એક વેબસાઇટ તો છે પરંતુ, તે એક અલગ યૂઆરએલ વાળી પોર્ન વેબસાઇટ પર લઇ જાય છે. આ વેબસાઇટ પર ટૂર્નામેન્ટ માટે એક કાઉન્ટડાઉન ચાલી રહ્યું છે, જેનો દાવો છે કે આયોજનનું લાઇવ સ્ટ્રીમિંગ કરવામાં આવશે.

કંફેડરેશન કોઈપણ સેક્સ સંગઠન સાથે મળીને કામ કરવાની વાતને રદ્દિયો આપે છે. આના જેત્સમાન જણાવે છે, એવુ કોઈ સેક્સ ફેડરેશન નથી, જે સ્વીડિશ સ્પોર્ટ્સ કંફેડરેશનનો સભ્ય હોય. સ્વીડિશ ગેમ્સ અને સ્વીડનની છબિ ખરાબ કરવા માટે આ ખોટી જાણકારી ફેલાવવામાં આવી રહી છે.

બીજી તરફ, કથિત સેક્સ ફેડરેશનનું કહેવુ છે, શરમની વાત છે કે સ્વીડિશ સેક્સ ફેડરેશનને બે અબજ સ્વીડિશ મુદ્રાની સહાયતા ના આપવામાં આવી, જે સ્વીડનની સરકાર તરફથી રજિસ્ટર્ડ ખેલ સંગઠનો માટે વહેંચવામાં આવે છે.

ઘણા દેશોમાં સેક્સ એક વર્જિત વિષય છે. તેમજ નૉર્ડિક દેશ કેટલીક ખૂબ જ અનોખી ગેમ્સના આયોજન માટે જાણીતો છે. જેમકે, પત્નીને ઉઠાવીને દોડવાની સ્પર્ધા કે પછી આંતરરાષ્ટ્રીય સૌના ચેમ્પિયનશિપ, જેને એક પ્રતિસ્પર્ધીના મોત બાદ બંધ કરી દેવામાં આવી. જોકે, સેક્સ પ્રતિયોગિતાનું આયોજન નથી થતું.

દક્ષિણ એશિયાના ઘણા મીડિયા ગ્રુપોએ યોગ્ય તપાસ કે ફેક્ટ ચેક કર્યા વિના સમાચાર છાપી દીધા. એક વેબસાઇટે તો પોતાની ખબરમાં લખ્યું કે, કઇ રીતે કામસૂત્રનું જ્ઞાન પ્રતિસ્પર્ધીઓની મદદ કરી શકે છે અને સમાચારના છેલ્લા પેરેગ્રાફમાં જણાવ્યું કે, ચેમ્પિયનશિપના સમાચાર ખોટા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp