પિતાએ દેશને વર્લ્ડ કપ અપાવ્યો, પણ દીકરીએ એડલ્ટ પ્લેટફોર્મ જોઈન કરી લીધું, કારણ પ

PC: thesun.co.uk

પોતાના દેશ માટે વર્લ્ડ કપ જીતનાર ફૂટબોલ ખેલાડીની પુત્રી પુખ્ત સામગ્રી માટે જાણીતા પ્લેટફોર્મ સાથે જોડાઈ ગઈ છે. તેણે પોતાના પહેલા બાળકને જન્મ આપ્યા બાદ આ પ્રકારનો નિર્ણય લીધો હતો. ડેનિયલે તેની પાછળનું કારણ શું છે તે પણ જણાવ્યું છે. ડેનિયલના પિતા રોમારિયો છે, જે બ્રાઝિલના પ્રખ્યાત ફૂટબોલર રહી ચુક્યા છે. 25 વર્ષીય ડેનિયલ ફવાત્તો, 25, એક પ્રભાવક પણ છે. તેણે સોશિયલ મીડિયા પર પોતાના આ નિર્ણયની જાણકારી આપી હતી.

ડેનિયલ ફવાત્તોના ઈન્સ્ટાગ્રામ પર બે લાખથી વધુ ફોલોઅર્સ છે. તેણે આ વર્ષે જાન્યુઆરીમાં પુત્રીને જન્મ આપ્યો હતો. તેના પતિ ફાબિયો એનરિક પણ ફૂટબોલ ખેલાડી છે. જે હાલમાં એટ્લેટીકો કઇટેરેનીજ ક્લબ તરફથી રમી રહ્યો છે. તેણે એડલ્ટ કન્ટેન્ટની લોકપ્રિય એક વેબસાઈટ પર પોતાનું એકાઉન્ટ બનાવ્યું છે અને કહ્યું છે કે, તેનું કન્ટેન્ટ પ્લેટફોર્મ પર બધાથી અલગ યુનિક હશે.

ડેનિયલે કહ્યું, 'મેં મારી પ્રોફાઇલ બનાવી લીધી છે, જેથી હું પહેલીવાર માતા બનવાના મારા અનુભવો વિશે જણાવી શકું. મારે બાળક જોઈતું ન હતું, પરંતુ કોઈક રીતે મેં મારો વિચાર બદલી નાખ્યો. મને ખબર ન હતી કે બાળકો સાથે કેવી રીતે વ્યવહાર કરવો. હું એ પ્રકારની વ્યક્તિ હતી જે પ્લેનમાં બાળકના રડવાનો અવાજ સાંભળીને અસ્વસ્થ થઈ જતી હતી. મેં આ વિષય પર વિડિયો બનાવવા માટે મારી પોતાની પ્રોફાઇલ બનાવી છે.'

ડેનિયલે કહ્યું, 'મેં ગર્ભનિરોધક ગોળીઓ લેવાનું બંધ કરી દીધું હતું અને એક મહિના કરતાં પણ ઓછા સમયમાં હું ગર્ભવતી થઈ ગઈ. મા બનવું એ મારા કરતાં મારા બોયફ્રેન્ડનું સપનું વધુ હતું. આઠ વર્ષ સુધી ગર્ભનિરોધકની ગોળીઓ લીધા પછી, મેં બ્રેક લેવા તેણે બંધ કર્યું, અને વિચાર્યું કે, મારે બાળક જોઈએ છે કે નહીં. એક મહિનો વીતી ગયો અને હું ગર્ભવતી થઇ ગઈ હતી.

તે મારો સૌથી મોટો હેંગઓવર હતો અને તે જ અઠવાડિયે મને ખબર પડી કે હું ગર્ભવતી છું. રસપ્રદ વાત એ છે કે મેં આ વાતનો ખુલાસો વાસ્કોની ફૂટબોલની રમતના દિવસે કર્યો હતો અને એ જ દિવસે વાસ્કો ક્લબ જીતી પણ ગઈ હતી.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp