નિવૃત્તિ બાદ પિતા ઘરે આવ્યા, દીકરીઓએ એવું સરપ્રાઈઝ આપ્યું કે આંખમાં આંસુ આવી ગયા

PC: abplive.com

સોશિયલ મીડિયા પર વાયરલ થતા ઘણા વીડિયો રસપ્રદ હોય છે, કેટલાક ખૂબ જ ફની હોય છે, અમુક એવા હોય છે કે તેને જોઈને નફરત કરવાનું મન થાય છે, પરંતુ જ્યારે અમુક એવા વીડિયો જોઈએ છીએ કે, તેને જોઈને આંખમાંથી આંસુ આવી જાય છે. આવો જ એક વીડિયો ખુબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેને જોઈને લોકોની આંખમાં આંસુ આવી ગયા. આ વીડિયોમાં એક પરિવારના વૃદ્ધ વ્યક્તિની નિવૃત્તિની ટ્રીટ બતાવવામાં આવી રહી છે. નિવૃત્તિ પછી વૃદ્ધ વ્યક્તિને કંઈક એવું સરપ્રાઈઝ મળે છે કે, તેને જોઈને તે રડવા લાગે છે.

તમે એ પણ ઘણી વખત જોયું હશે કે, જ્યારે પણ કોઈ વ્યક્તિ નિવૃત્ત થાય છે અને ઘરે આવે છે, ત્યારે તેના પરિવારના સભ્યો તેની નિવૃત્તિની ઉજવણી ખૂબ જ ખાસ રીતે કરતા હોય છે, લોકો તેમની ઉજવણી માટે પાર્ટી કરે છે અને ઘણા લોકો તેને તહેવારની જેમ ઉજવે છે. આ વીડિયોમાં પણ કંઈક આવું જ બન્યું છે. અહીં એક વ્યક્તિનો નિવૃત્તિનો દિવસ હતો. આ માણસની નિવૃત્તિની ઉજવણી કરવા માટે, તેમની પુત્રીઓએ એક સરપ્રાઈઝ પાર્ટીનું આયોજન કર્યું હતું. હકીકતમાં, આ વ્યક્તિએ તેની પુત્રીઓના લગ્ન પછી ક્યારેય તેમને એક સાથે જોઈ ન હતી. નિવૃત્તિના દિવસે આ બધી દીકરીઓ એકસાથે આવીને પિતાની સામે ઊભી રહે છે. જેને જોઈને વ્યક્તિ ખુશીના માર્યો રડવા લાગે છે.

વીડિયોમાં ચાર મહિલાઓને એકસાથે બતાવવામાં આવી છે, જેમાંથી ત્રણ પુરુષની દીકરીઓ છે. વૃદ્ધ માણસ તેના ઘર તરફ આવે છે અને જેવો તે તે દાદર ચઢે છે. તે પોતાની બધી દીકરીઓને એકસાથે જોઈને ભાવુક થઈ જાય છે. તેની બધી દીકરીઓ લાંબા સમય પછી એકસાથે તેની સામે ઊભી હતી. વ્યક્તિની આંખમાં આંસુ આવી જાય છે. પિતાને રડતા જોઈને દીકરીઓ તેને ગળે લગાડે છે અને સંભાળે છે.

 
 
 
View this post on Instagram

A post shared by Good News Movement (@goodnews_movement)

ગુડન્યૂઝ_મૂવમેન્ટ નામના પેજ પરથી આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. આ ખબર લખાય ત્યાં સુધી આ વીડિયોને લાખો લોકોએ જોયો છે અને હજારો લોકોએ તેને પસંદ કર્યો છે. જ્યારે, ઘણા યુઝર્સે આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા પણ વ્યક્ત કરી હતી. એક યુઝરે લખ્યું કે, દુનિયાના દરેક માતા-પિતાને આવા બાળકોની જરૂર છે. ઘણા લોકોએ વૃદ્ધને તેની નિવૃત્તિ પર અભિનંદન આપ્યા. આ વીડિયો જોઈને ઘણા યુઝર્સની આંખો પણ ભીની થઈ ગઈ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp