સગીર છોકરીની બાજુમાં હસ્તમૈથુન કરવાના આરોપમાં ભારતીય મૂળના ડૉક્ટરની ધરપકડ

PC: hindustantimes.com

સગીર વયની છોકરી સામે અશ્લીલ હરકત કરવાના આરોપમાં ભારતીય અમેરિકન એક ડૉક્ટરની ધરપકડ પરવામાં આવી છે. આરોપી ડૉક્ટરનું નામ સુદીપ્તા મોહંતી છે. છોકરીની ઉંમર 14 વર્ષ બતાવવામાં આવી રહી છે. 33 વર્ષીય સુદીપ્તા મોહંતી પર આરોપ છે કે તેણે ફ્લાઇટમાં પોતાની બાજુમાં બેઠી છોકરી સામે હસ્તમૈથુન કરવાની શરૂઆત કરી દીધી. મે 2022ની આ ઘટના હોનૂલૂલૂ થી બોસ્ટન જઈ રહેલા પ્લેનમાં થઈ હતી, જેની જાણકારી અમેરિકન તપાસ એજન્સી FBIને 11 ઑગસ્ટે આપી છે.

FBI દ્વારા ધરપકડ કર્યા બાદ કોર્ટે કેટલીક શરતો સાથે સુદીપ્તા મોહંતીજામીન આપી દીધા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, સુદીપ્તા મોહંતી અમેરિકાના બોસ્ટનમાં ઇન્ટરનલ મેડિસિન અને પ્રાઇમરી ડૉક્ટર છે. કેસમાં દાખલ આરોપપત્ર મુજબ, 27 મે 2022ના રોજ તેણે હવાઈની એક વિમાનન કંપનીના વિમાનથી હોનુલૂલૂ થી બોસ્ટન માટે ઉડાણ ભરી હતી. પ્લેનમાં ડૉક્ટર સુદીપ્તા મોહંતીની બાજુમાં એક 14 વર્ષની છોકરી બેઠી હતી.

તે પોતાના દાદા-દાદી સાથે મુસાફરી કરી રહી હતી. છોકરીએ જણાવ્યું કે, સફર દરમિયાન તેણે જોયું કે ડૉક્ટર સુદીપ્તા મોહંતીએ પોતે ગળા સુધી ઢાંકી રાખ્યો છે. થોડા સમય બાદ તેનો ધાબળો પૂરી રીતે નીચે પડી ચૂક્યો હતો. છોકરીના જણાવ્યા મુજબ, ત્યારે તેણે જોયું કે આરોપી ડૉક્ટર આપત્તિજનક હરકત કરી રહ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ મુજબ, ત્યારબાદ છોકરી ઊઠીને બીજી લાઇનમાં ખાલી સીટ પર જઈને બેસી ગઈ.

બોસ્ટન પહોંચ્યા બાદ તેણે પોતાના પરિવારજનોને આ આખી ઘટનાની જાણકારી આપી. તેની વાત સાંભળીને પરિવારજનોએ અધિકારીઓ પાસે તેની ફરિયાદ કરી. હવે આ જ કેસમાં FBIની બોસ્ટન બ્રાન્ચે ગુરુવારે ડૉક્ટર મોહંતીની ધરપકડ કરી. સ્થાનિક પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે. બોસ્ટન FBI તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આરોપી અત્યારે દોષી સાબિત થયો નથી. ત્યાં સુધી તેને દોષી માનવામાં નહીં આવે, જો ડૉક્ટર સુદીપ્તા મોહંતી દોષી સાબિત થાય છે તો તેને 90 દિવસની જેલ અને 5,000 ડૉલર એટલે કે લગભગ 4 લાખ 13 હજાર 980 રૂપિયાનો દંડ આપવો પડી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp